<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

જ્ઞાન નહી,અજ્ઞાન, પ્રકાશ!

કહેવાતા સ્‍વામીઓ વારંવાર દેવી-દેવાતાઓને કે સંતોને નીચા દેખાડે એ ભૂલ ન કહેવાયઃ હળાહળ કુવૃતિ કહેવાય જે માફીલાયક નથી જ...

 

અપમાન જલારામબાપાનું થાયતો આપણે માફી આપનાર  કોણ? આપણી લાયકાત માફ કરવાની કે સાજ આપવાની નથી. આ દેવી મામલો છે. દેવી શકિત જ ન્‍યાય આપી શકે. આપણે આવા બેફામ સ્‍વામીઓનો કડક બહિષ્‍કાર કરી શકીએ. બકવાસ સ્‍વામીઓ સાથે સંબંધ રાખનારાનો પણ બહિષ્‍કાર કરી શકીએ. સ્‍વામી પર નિર્ણાયક પગલા લેવા તેના સંપ્રદાયને ચેતવણી આપી શકીએ માફ કરવાની લાયકાત કે અધિકાર આપણી પાસે નથી. દેવી માકલામાં જે કરી શકતા હોય એ આપણે કરી દેખાડવું જોઇએ.

સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશે પૂ. જલારામ બાપા અને વીરપુરના અન્‍નક્ષેત્ર અંગે મન ઘડત સ્‍ટોરી બનાવીને પ્રવચનમાં ફરકારતા વિવાદ ભડકયો હતો. આ સંપ્રદાયના સ્‍વામીઓ માટે વિવાદો સતત ભડકાવતા રહયું એ જ ભકિત, બની ગઇ છે. સાધના કે ભકિત કરીને મોટા થવાને બદલે અન્‍ય દેવ-દેવતાઓ-સંતોને નીચા દેખાડીને મોટા થવાની ઝૂંબેશ સ્‍વામીઓ ચલાવે છે. આ પ્રકારની હકભકતો વારંવાર કરે છે.

વિવાદ થાય ત્‍યારે માફી માંગી લેવામાં પણ સ્‍વામીઓને શરમ આવતી નથી. લોકો માફ કર્યે રાખે છે તેથી સ્‍વામીઓની હિંમત વધી થઇ છે. ગતકડાં ફેલાવતા  રહે છે. લાગે તો બાણ નહી તો થોથા વિવાદ થાય તો માફી માંગી લો જાહેરમાં માફી માંગે અને ખાનગીમાં ખંધુ અટ્ટહાસ્‍ય કરે તેવા આ સ્‍વામીઓ છે. તેને માફ કરવા એ  મૂરખામી ગણાય.

નામ કેટલું સરસ છે, જ્ઞાન પ્રકાશ. સમાજમાં જે ભ્રમો ફેલાયાછે તેના પોતાના  જ્ઞાનના પ્રકાશથી ભ્રમને દુર કરવાના હોય છે. બબુચક જેવા સ્‍વામીને જ્ઞાન પ્રકાશ ન કહેવાય, અજ્ઞાનનું અંધારું જ કહી શકાય. આヘર્ય એ છે કે, વિવાદ થયો ત્‍યારે જ્ઞાનપ્રકાશે તુરંત માફી માંગી લઇને કહયું કે, મેં એક મેગેઝિનમાં વાચ્‍યું હતું. એ બોલ્‍યો છું માફ કરી દો.

કોઇ ફાલતુ માણસે ગમે તે લખ્‍યું હોય એ સાચું માની લઇને પ્રવચનમાં રજૂ કરી દેવું એ યોગ્‍ય ગણાય? આવા પ્રવચનબાજ જ્ઞાનીઓના કારણે સ્‍વાનિનારાયણ સંપ્રદાયની વેલ્‍યુ ઓછી થાય છે જ્ઞાનના નામે ભ્રમસ્‍વામીઓની ભરમાર સંપ્રાદયમાં હોય તેમ લાગે છે. જ્ઞાનપ્રકાશને માફ કરવાને બદલે એમણે જે મેગેઝિનમાં વાચ્‍યું હતું એ મેગેઝિનનું નામ માંગીને આવા લખાણો લખનારની કુંડળી કાઢવી જરૂરી છે. મનઘડત લખાણ કરનારા પણ આવા સ્‍વામી ટોળકીના જ બોસ હશે. યાદ રાખજો, મૂળિયા કાઢશો તો જ ફરી કુંપણ નહી ફૂટે.

સ્‍વામીનારાયણ સંપ્રદાયના હરિભકતોની પણ ભૂમિકા  સંપ્રદાયના હરિભકતોની પણ ભૂમિકા જરૂરી છે. વૈચારિકથી માંડીને અશ્‍લીલ હરભકતો સુધીના વિવાદો સ્‍વામીઓ દ્વારા ભડકે છે. અનુયાયીઓએ સંપ્રદાયના શુધ્‍ધિકરણનું કામ કરવું જોઇએ, સંપ્રદાયમાં પ્રસરી રહેલ ગંદકી અકે દિવસ અનુયાયી-ભકતના ઘર સુધી પહંચી શકે છે, એ ભૂલતા નહિ.

સંપ્રદાયમાં પ્રગટ થયેલા આદરપાત્ર સાધુ-સ્‍વામીઓની ઉર્જાથી સંપ્રદાય પાવરમાં હોય છે. આ દેવી ઉર્જાને રાક્ષસ જેવા સ્‍વામીઓ ડિસ્‍ટર્બ કરે છે. આ નુકસાની ઘાતક ગણાય.

(10:10 AM IST)