News of Wednesday, 12th March 2025
ટ્રમ્પભાઇ અમેરિકાના રાહુલ સાબિત થશે!
મનફાવે તેવા નિવેદનો, આડેધડ નિર્ણયો અમેરિકાના અર્થતંત્રની પણ પથારી ફેરવશે
‘× પર' સાયબર એટેક. આ મુદ્ાને ભારતીય મીડિયાએ તો જાણે પૃથ્વી પર મહાકાય હુમલો થયો હોય × એલોન મસ્કનો ધંધો છે. ધંધા પર કોઇ પાટું મારે તો મસ્કે ઉજાગરા કરવાના હોય, પણ ન્યૂઝ સેન્સના અભાવે ભારતીય મીડિયા ઉજાગરા કરે છે.
મસ્ક અને ટ્રમ્પ બંને દુનિયાના દાદા બનવા દરરોજ વિચિત્ર નિવેદનો અને નિર્ણયો કરે છે. સત્તાનો શો બરાબરનો ચઢ્યો છે. અમેરિકા મહાસત્તા છે. તેના નિર્ણયોની અસર વિવિધ દેશો પર થાય છે. ટ્રમ્પે ક્રાંતિ કરવાના નામે મનફાવે તેવા નિર્ણયો શરૂ કરી દીધા છે. કટાક્ષભરી ભાષાનો પ્રયોગ કરીને વિવિધ દેશોનું અપમાન કરી રહયા છે. ટ્રમ્પની ગાડી બ્રેક વગર દોડી રહી હોય તેમ લાગે છે.
ટ્રમ્પની આ દશા જોઇને ભારતની રાજનીતિનું એક વર્તમાન પાત્ર રાહુલ ગાંધીની યાદ આવી જાય છે. રાહુલભાઇ પણ અન્ય પક્ષોના હરીફ નેતાઓને પાડી દેવાની વૃતિથી મનફાવે તેવા નિવેદનો અને વિચિત્ર નિર્ણયો કરતા રહયા છે. આ હરકતો બાદ ખૂદની વેલ્યુ ઓછી થઇ, પક્ષની પથારી ફરી ગઇ. આ પરિણામો મળ્યા બાદ પણ રાહુલ અટકતા નથી અને કોંગ્રેસ તેને અટકાવતી નથી.
બ્રેક વગરના ટ્રમ્પભાઇ અમેરિકા માટે ‘રાહુલે' બને તેવા સંકેતો મળવા લાગ્યા છે. ટ્રમ્પના આડેધડ નિવેદનો અને નિર્ણયોથી અન્યદેશો તો ઠીક, અમેરિકા ખુદ ધ્રુજી ગયું છે. અમેરિકી શેર બજારમાં છેલ્લા બે વર્ષનો સોૈથી મોટો કડાકો બોલ્યો છે. રોકાણકારો ફફડી ગયા છે. આર્થિકક્ષેત્રના નિષ્ણાતો પણ આગાહી કરવા લાગ્યા છે કે, સરકાર આડેધડ નિર્ણયો અટકાવશે નહી તો અમેરિકા મહામંદીમાં ઘેરાઇ જશે.
જો કે ટ્રમ્પને ક્રાંતિનો નશો ચઢયો છે, તે તાત્કાલીક તો ઉતરે તેમ લાગતું નથી. આર્થિક રીતે અમેરિકા મહાસત્તા એ બાબત મનથી કે કમ નથી સ્વીકારવી પડે તેમ છે. અમેરિકી શેર માર્કેટમાં ઉથલપાથલ થાય કે, તેનું અર્થ તંત્ર મહામંદીમાં ઘેરાય તો તેની સીધી અસર દુનિયા પર થાય એ પણ સ્વીકારવી પડે તેવી બાબત છે.
આર્થિક જગતના ભારતના નિષ્ણાતો આગામી સ્થિતિ અંગેના અનુમાનો રજૂ કરે છે. અમેરિકા સાથે દરેક દેશોના પરોક્ષ કે પ્રત્યક્ષ સેટિંગ છે. અમેરિકામાં ઉથલ પાથલ થાય તો સેટિંગ ડિસ્ટર્બ થાય. ભારત ને પણ આ અંગે અસર થાય જ, જો કે ભયથી ફાટી પડવાની જરૂર નથી.
અટલજીએ અણુ પરિક્ષણ કર્યુ ત્યારે કાળઝાળ અમેરિકાએ ભારત પર આર્થિક પ્રતિબંધ મૂકયો હતો. અટલજી અટલ રહયા. પ્રતિબંધની આડઅસર અમેરિકો જ થવા લાગતા ત્રણ-ચાર મહિનામાં પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
ભારત પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. આપણું અર્થતંત્ર આઠ-દશ કંપનીઓ પર નિર્ભર નથી. ગામડે-ગામડે મજબૂત આર્થિક પ્રવૃતિ ધમધમે છે. ટ્રમ્પભાઇ રાહુલ બને તો દેશના આર્થિક સેટિંગ વીખાય, પણ આપણે તૂટી મરીએ તેવું કંઇ નથી . નુકસાની સહન કરવી પડે, પણ અર્થતંત્રના અસ્તિત્વ પર સવાલ સર્જાય તેમ નથી. વસુદૈવ કટુંબકમની ભાવના છે, પણ મજબૂતીના આધાર પર છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
