<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

રાજકીય રંગોત્‍સવઃ પ્રાંતવાદનો રંગ

પ્રાંત-ભાષાવાદ ખતરનાક ઝેરઃ ડીએમકેનો ખેલઃ ગુજરાત માટે પણ ચિંતનનો સમય...


 

 રંગોત્‍સવની ધામધૂમથી ઉજવણી થઇ. માર્ગો પર રંગો છવાઇ ગયા હતા અને હૈયા પણ રંગીન બની ગયા હતાં. ભારતના ગગનમાં સનાતનના રંગો ચમકતા હતા. મલકતા હતા. આ દિવ્‍યોત્‍સવ પ્રસંગે ભારતની રાજનીતિ વિચિત્ર રંગે રંગાઇ હતી. રાજકીય ગલીઓમાં પ્રાંતવાદ-ભાષાવાદનો રંગ છવાયો હતાં.

તામીલનાડુકાં DMK સ્‍ટાલિન સરકારે ચૂંટણી પૂર્વે પ્રાંતવાદ-ભાષાવાદ ભડકાવીને રાજકીય મજબૂતી પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો છે. સ્‍ટાલિન સરકારે રૂપિયાનો સિમ્‍બોલ દૂર કરીને પ્રાંતીય ભાષાનો સિમ્‍બોલ બજેટમાં અપનાવતા સમગ્ર દેશમાં ચર્ચા જાગી છે.

તામીલનાડુ સહિતનાં અમુક રાજયો પ્રાંતવાદ અને ભાષાવાદ પર જીવે છે. ત્‍યાંના રાજકારણીઓ માટે આ વાદ સંકટ સમયની બારી છે. પ્રાદેશિક પક્ષો સંકટમાં આવે ત્‍યારે વાદ ભડકાવીને મજબૂત બનવા પ્રયાસ કરે છે ડીએમકે સત્તાધીશ છે, પરંતુ લોકોમાં વિશેષ કોઇ પ્રભાવ પાડી શકયો નથી. બીજી બાજુ ભાજપે તામીલનાડુમાં હિન્‍દુત્‍વ જાગૃત કરી દીધું છે. માથે ચૂંટણી આવી રહી છે. જીવ પર આવી ગયેલા ડીએમકેએ ભાષાવાદ ભડકાવી દીધો છે.

આ વિવાદ ચૂંટણી સુધી ચાલે તેમ લાગે છે. પ્રાંતવાદ-ભાષાવાદ દેશભકિતની ભાવનાને તોડનારો છે. સ્‍ટાલિનની નીતિ અને વૃત્તિ અંગે ભાજપ ઝાટકણી કાઢી રહ્યો છે. રૂપિયાના સિમ્‍બોલમાં ફેરફારથી મીડિયાએ પણ ગંભીર નોંધ લીધી છે.

ભાજપ ભાષા-પ્રાંતવાદનો તામીલનાડુમાં વિરોધ કરે છે. વિરોધ થવો જ જોઇએ, પણ મુદ્‌્‌ો ચિંતન કરવા જેવો છે. તામીલનાડુમાં ભાજપ રાષ્‍ટ્રવાદી તરીકે ઉભરી રહ્યો છે, પણ રાજકીય સ્‍વાર્થ છે તેથી અન્‍ય રાજયોમાં ભાજપ રાષ્‍ટ્રવાદના બેનર હેઠળ ભયાવહ વાદ ભડકાવીને રાજકીય સ્‍વાર્થ સાધી લે છે.

ગુજરાતનો જ દાખલો લઇએ તો રાષ્‍ટ્રવાદ-હિન્‍દુવાદના બેનર હેઠળ હળાહળ જ્ઞાતિવાદ ભડકાવે છે. ડીએમકેના ભાષા-પ્રાંતવાદ જેટલો જ આ વાદ ખતરનાક છે. જ્ઞાતિવાદના સેટિંગ કરીને ભાજપ ગુજરાતમાં મજબૂત થયો છે, પણ પક્ષની મજબૂતી સામે ગુજરાત ખૂબ નબળું પડી ગયું છે. ગુજરાતમાં હિન્‍દુવાદી સરકાર છે, પણ ગામે-ગામ વિધર્મીઓના હાહાકાર સામે એક પણ ભાજપી કંઇ બોલતો નથી. કારણ કે હૈયે જ્ઞાતિવાદ છે.

આ અંગે થોડું ઊંડાણથી ચિંતન કરો તો પણ ખ્‍યાલ આવશે કે ગુજરાતની બે-પાંચ જ્ઞાતિઓને ભાજપ સાચવી લે છે. આ જ્ઞાતિના આગેવાનોને સત્તાથી માંડીને વિવિધ મોજ કરાવે છે. સરકારમાં મોટા - કે ટોચના પદ પર જ્ઞાતિના સાવ સામાન્‍ય ચહેરાને ગોઠવી દેવાય છે. તેમની જ્ઞાતિને એમ લાગે કે આપણી સરકાર છે, પણ નજર કરો તો જ્ઞાતિના અસંખ્‍ય પરિવારો દારૂથી માંડીને અનેક ગુન્‍હાની લતમાં બરબાદ થઇ રહ્યા છે. ટોંચ પર ગોઠવાયેલા નેતાને તેની કે ગુજરાતની કંઇ ચિંતા નથી. જ્ઞાતિજનો માત્ર પોતાની સરકારના ભ્રમમાં રાચે છે. પોતાની જ્ઞાતિના સામાન્‍ય પરિવારોની દશા જુઓ તો ખ્‍યાલ આવશે કે, તામીલનાડુમાં રાષ્‍ટ્રવાદી દેખાતો ભાજપ ગુજરાતમાં ...

(10:35 AM IST)