તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ભૂત ધુણ્યું ઓૈરંગઝેબનું
ઓૈરંગઝેબની કબરનો વિવાદ ભડકયોઃ સંઘ વિચારધારા સામસામેઃ રોમાંચક માહોલ
મુગલ શાસક ઓૈરંગઝેબનું ભૂત ભારતીય રાજનીતિમાં ધુણ્યું છે. મહારાષ્ટ્રમાં ઓૈરંગઝેબની કબર આવેલી છે. આ કબર વિવાદનું કેન્દ્ર બની છે. સંઘ વિચારમાંથી જન્મેલી સંસ્થાઓ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ઓૈરંગઝેબની કબર દુર કરવાની માંગ સાથે કારસેવા કરવાની ચીમકી આપી છે. આ સામે મહારાષ્ટ્રની ભાજપ સરકારે ઓૈરંગઝેબની કબરને નુકસાન ન થવા દેવા માટે કસમ ખાધી છે. સંઘ વિચારધારાં આમને સામને આવી ગઇ છે.
ચિંતન કરવા જેવો લોક મુદ્ો છે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વના મુદે મત મેળવ્યા છે. હિન્દુઓનો વિશ્વાસ દ્રઢ બનાવવાને બદલે ગુજરાત સહિત અનેક રાજયોમાં લઘુમતીઓના દિલ જીતવા મુજરા આદર્યા છે. ગુજરાતમાં તો ભાજપી નેતાઓ લઘુમતીઓ સામે સાષ્ટાંગ દંડવતની સ્થિતિમાં આવી ગયા છે. હદ તો એ થઇ છે કે ગુંડાઓને પણ હાહાકાર મચાવવાની છૂટ મળી ગઇ હોય તેવો માહોલ ગુજરાતમાં છે.
દિલ્હીમાં ત્રણ દાયકા બાદ તાજેતરમાં ભાજપને શાસન મળ્યું છે. ભાજપે ત્યાં પણ હિન્દુત્વના નામે મત લીધા છે. સરકાર રચાયાને મહિનો થયો નથી. ત્યાં ભાજપે દિલ્હીમાં કલર બદલી નાખ્યો છે. રમઝાન મહિનામાં યોજાતી ઇફતાર પાર્ટીમાં દિલ્હીના મુખ્યમંત્રી તથા પ્રધાનો પહોંચી ગયા હતા.
ભુતકાળમાં અરવિંદ કેજરીવાલ ઇફતાર પાર્ટીમાં ગયા ત્યારે આ ભાજપી નેતાઓએ ઝાટકણી કાઢીને તુષ્ટિકરણનો આક્ષેપ લગાવ્યો હતો. હવે ભાજપીઓ ખુદ ઇફતારમાં સામેલ થવા લાગ્યા છે.
મહારાષ્ટ્રમાં ઓૈરંગઝેબની કબરનો મુદ્ો સૌથી વધારે રસપ્રદ છે. શિવસેના તૂટયા બાદ ઉધ્ધવ ગ્રૂપે લઘુમતી સમુદાય પ્રત્યે કુણુ વલણ રાખીને વોટબેંક ઉભી કરવા પ્રયાસ કર્યો હતો. ભાજપે હિન્દુત્વના નામે મત મેળવીને સત્તા પ્રાપ્ત કરી છે. હવે ભાજપ પોતાની વોટબેંકને મજબૂત કરવાને બદલે રાજકીય વિરોધીઓની વોટબેંક તોડવામાં વ્યસ્ત છે. આ કારણે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ઓૈરંગઝેબની કબરને ઊની આંચ આવવા ન દેવા કસમ ખાઇ રહ્યા છે. ભાજપ રાજકીય કુનેહ દર્શાવી રહ્યો છે, પરંતુ પોતાની વોટ બેંકની લાગણીની નોંધ ન લેવી એ બાબત ઘાતક બની શકે તેમ છે. દેવેન્દ્ર ફડણવીશ ઓૈરંગઝેબની કબર બચાવવા માટે કસમ ખાઇ રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં ફૂલી-ફાલી ગયેલી ગુંડાગીરીને ધ્વસ્ત કરવાની કસમ કેમ ખાતા નથી?
ભાજપ મોવડી મંડળે પક્ષની સ્પષ્ટ નીતિ ઘડવી જરૂરી છે. ચૂંટણી સમયે રામનામના જાપ અને મતદાન બાદ મુજરા એ લાંબો સમય ચાલી રહે તેવી નીતિ નથી. સંઘ પરિવાર મોભી સંસ્થા છે. તેમણે હા-જી-હા કરવાને બદલે નિર્ણાયક ભૂમિકા ભજવવી જરૂરી છે. ભાજપને આકરી ચેતવણી આપીને મૂળ ટ્રેક પર ચાલવા મજબૂર કરવો જોઇએ. આશા રાખીએ નાગપુરમાં સંઘભાજપના ટોચના બે નિર્ણાયક નેતાઓ આ મહિનાના અંતમાં મળી રહયા છે ત્યારે કંઇક નિષ્કર્ષ નિકળશે.
ઓૈરંગઝેબની કબર બચાવવા માટે ભાજપ સરકાર ખપી જવા તૈયાર થઇ ગઇ છે. આશ્ચર્ય એ છે કે, સંઘનું મુખ્યાલય પણ મહારાષ્ટ્રમાં આવેલું છે અને ત્યાંના ભાજપીઓ કાબૂમાં નથી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
