હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘મામા' બનવાનો સામુહિક ઢઢ્ઢો!
એપ્રિલફુલઃ ભારતીયોને મુરખ બનાવવા મહેનત કરવી પડતી નથી....
પશ્ચિમી સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે આજનો દિવસ વિશિષ્ટ છે. એપ્રિલ ફુલ એટલે કે સારા શબ્દોમાં મામા બનાવવાનો અને રમૂજ સર્જવાનો દિવસ છે. મોટાભાગનાં પશ્ચિમી રાષ્ટ્રોમાં લોકો પોતાની ફરજ અને અધિકારો પ્રત્યે જાગૃત છે. સતત જાગૃતિના માહોલમાં ચેન્જ લાવવાના ઉદેશથી એપ્રિલફુલ પરંપરા શરૂ થઇ છે.
એપ્રિલ ફુલને ભારત સાથે વિશેષ કંઇ લેવા-દેવા નથી. જો કે આ પરંપરાને રંગેચંગે ઉજવવામાં આવે છે. આヘર્ય એ પણ થાય છે કે, મીડિયા પણ વાંચકો-દર્શકોને એપ્રિલ ફુલ બનાવે છે. ભારતનો વર્તમાનયુગ વિશિષ્ટ છે. અહીં એપ્રિલફુલ જેવા દિવસો ઉજવવાની જરૂર નથી. લોકોને મામા બનાવવા કોઇ દિન સ્પેશિયલ રાખવો પડે તેમ નથી. ભારતીયો આખું વર્ષ સતત મામા બનતા રહે છે. મૂરખ બનવાના સૌથી વધારે અનુભવી છે. મામા બનવા માટે ઉત્સાહિત રહે છે, સામૂહિક ઢઢ્ઢો ધરાવે છે.
હિન્દુત્વના નામે મત લઇને કેન્દ્રમાં ગોઠવાઇ ગયેલી સરકાર દિવાળીએ ફટાકડાં ફોડવા પર નિયંત્રણો લાદે છે. અને ઇદમાં લઘુમતી પરિવારોને ઇદી મોકલે છે. આ પ્રક્રિયા ખુલ્લેઆમ થાય છે, છતાં હિન્દુ સમુદાયને મામે બન્યાનો અહેસાસ થતો નથી. મત લેતી વખતે અને સરકાર ચલાવતી વખતે એજન્ડા બદલી જાય છે, છતાં લોકોને મામા બન્યાનો અહેસાસ થતો નથી.
માત્ર સરકાર જ નહિ, લગભગ દરેક ક્ષેત્રો ભારતીયોને ખૂબ સરળતાથી મામા બનાવે છે. વિજ્ઞાપન ક્ષેત્રે અનેક નિયમો છે. ટીવી એઙ પર નજર કરો, દરેક વિજ્ઞાપન અતિશયોકિતથી ભરપૂર છે. વિજ્ઞાપનથી લલચાઇ જઇને લોકો પ્રોડકટ ખરીદે છે, પણ વિજ્ઞાપનના દાવા જેવું કશું હોતું નથી. આવો અનુભવ દરેકને થઇ ગયો હશે, પણ મામા બન્યાનો અહેસાસ ભારતીયોને થતો નથી.
ઉનાળામાં શેરડીના રસ પર આરોગ્ય તંત્ર દરોડા પાડે છે, પણ એનર્જી ડ્રિંકસના નામે કેફીન યુકત પીણા પીવડાવી દેનારાને કોઇ તંત્ર કંઇ પૂછતું નથી. આમાં પણ લોકોને મામા બન્યાનો અહેસાસ થતો નથી.
ગુજરાતમાં દારૂબંધીના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. ગામે-ગામ તંત્ર ગોઠવાયેલું છે, પણ દરેક ગામમાં દેશી-વિદેશી જોઇએ તેટલો સરળતાથી મળી જાય છે. આવી દશામાં પણ ગુજરાતીને મામા બન્યાનો અહેસાસ થતો નથી.
મોટો-ચર્ચાસ્પદ ગુન્હો બને ત્યારે ગૃહપ્રધાન વીરરસમાં આવી જઇને કહે છે, ચમરબંધીને પણ છોડવામાં નહિ આવે... કોઇ ગુજરાતી આ નેતાને કહેતા નથી કે પહેલા ચમરબંધીને પકડો તો ખરા...!
આપણે બધાં આખું વર્ષ મામા બની રહ્યા છીએ. મામા બન્યાનો અહેસાસ થતો નથી આ સામુહિક લોકજાગૃતિના અભાવનું લક્ષણ છે. જે દેશમાં લોકો જાગૃત ન હોય એ દેશમાં લોકોએ પરેશાનીભર્યા જીવન માટે તૈયાર જ રહેવું પડે છે. આ કારણે આગળ લખ્યું છે કે, ભારતમાં મામા બનાવવા માટે કોઇ વિશેષ દિનની ઉજવણી જરૂરી નથી. આપણે દરરોજ બની રહ્યા છીએ. મામા બનવાનો ઢઢ્ઢો ધરાવતા લોકોને સલામ...!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
