<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

સિકંદર છૂમંતરઃ હીરો હવે જોકર!

બ્રાન્‍ડ સલમાન અસ્‍તના આરેઃ ફિલ્‍મ ફસ્‍કીઃ બદલાતા સમીકરણોમાં વકફથી માંડીને સલમાનો ધ્રુજ્‌યા

  બુધવારની રાત્રે ભારતીય મીડિયા બરાબરના ગોટે ચઢ્‍યા હતા. મધ્‍યરાત્રીએ વકફ અને ટ્રમ્‍પ બંને સાથે ઉછળતા હતા. ટ્રમ્‍પે ટેરિફ બોમ્‍બ ઝીંકયો અને વકફનું સુરસૂરિયું થયું. આ બંનેમાંથી કયા સમાચારને પ્રાધાન્‍ય આપવું તે અંગે મીડિયા જગતમાં ગડમથલ જામી હતી.

ભારતમાં રાજકીય સમીકરણો ગજબના પરિવર્તિત થયા છે. આ બદલાવમાં વકફ જેવા ધરખમ ક્ષેત્રો પણ લથડવા લાગ્‍યા છે. હવામાં ઉડનારા બબૂચકો પણ ધરતી પર પછડાવા લાગ્‍યા છે. રાજકીય વિચાર પ્રવાહની તીવ્ર અસર ફિલ્‍મ જગતમાં પણ દેખાવા લાગી છે.

બોલીવુડમાં દાયકાઓથી ત્રણ ખાનોનું વર્ચસ્‍વ એકધારું રહયું છે. ત્રણે ખાનો પૈસો- પાવર- પ્રસિધ્‍ધથી લદાયેલા હતા. તેમના નામના સિક્કા પડતા હતા. આ હીરા પોતે અલગ ગ્રહમાંથી આવ્‍યા હોય તેમ મહાલતા હતા. બદલાયેલા પ્રવાહમાં ત્રણેય હીરાઓની હીરોગીરી તણાઇ ગઇ છે.

બોલીવુડનું સોૈથી વહરુ પ્રાણી સલમાન ખાન તો આખો દેશ બાપુજીનો બગીચો હોય તેવા વટથી મહાલતો હતો. અનેક શંકાસ્‍પદ પ્રવૃતિમાં તેના નામ ઉછળ્‍યા હતા. આヘર્ય છે કે તેનો કોઇ વાળ પણ વાંકો કરી ન શકયું આવા પાવર ફૂલ હીરા હાલ જોકર જેવી દશામાં આવી ગયા છે. ઇદના દિને સલમાન ની સિકંદર ફિલ્‍મ રજૂ થઇ હતી. આ ફિલ્‍મની ઓવર પબ્‍લિસિટી  કરવામાં આવી હતી. સલમાન ટેવ પ્રમાણે હવામાં ઉડતો હતો, પરંતુ પ્રથમ દિને જ પછડાટ અનુભવ્‍યો. બે દિવસમાં ફિલ્‍મ હાંફી ગઇ અને ઘણાં સિનેમા ઘરોમાંથી ગુમ થઇ ગઇ સિકંદરની  દશા છૂમંતર જેવી થઇ ગઇ.

ઇદનો દિવસ યાદ કરો. ફિલ્‍મ રીલીઝ થઇ એ દિવસે સલમાને અયોધ્‍યાના રામ મંદિરની ઘડિયાળ પહેરી હતી. આ અંગે મોૈલાનાઓએ સેટિંગ પ્રમાણે વિવાદ પણ કર્યો હતો. આવા ખેલ કરીને સલમાન હિન્‍દુ દર્શકોને આકર્ષવા પ્રયત્‍ન કરતો હતો. ઇદના દિને લઘુમતીઓ અને ઘડિયાળના કારણે બહુમતીઓ આકર્ષાય અને ફિલ્‍મ કરોડોનો ધંધો કરી લે તેવા ઓરતા હતા. જો કે સિકંદરના શોમાં કાગડા જ ઉડતા રહયા... ફિલ્‍મ ફલોપ જતા સલમાન  હીરો જોકર સાબિત થયો. સલમાન વટ મારતો હતો, પરંતુ હાસ્‍યાસ્‍પદ બની ગયો.

સલમાન સ્‍થાપિતહિતોનું મોહરુ માત્ર છે. સતત ફિલ્‍મો ફલોપ જતા કેટલાયના ટાંટિયા ધ્રુજી ગયા છે. ભાઇજાનના બ્રાન્‍ડિંગમાં હવે ભાઇપણુ કે જાન રહી નથી. સમીકરણો મહાપરિવર્તન તરફ જઇ રહયા છે. શાહરૂખ-આમીરની બ્રાન્‍ડ પણ ડલ થઇ ગઇ છે.

આ બાબત બહુમતી સમાજની જાગૃતિ દર્શાવે છે. લોક જાગૃતિના કારણે વર્ષોના ભયાવહ સમીકરણો તૂટી રહયા છે. વકફ ખરડો લોકસભામાંપસાર  થયા બાદ ઘણાં લઘુમતીઓ પણ સરકારના સમર્થનમાં મેદાનમાં આવ્‍યા હતા. આ બાબત દર્શાવે છે કે, લઘુમતી સમાજના જાગૃત લોકો પણ રાષ્‍ટ્રહિતને પ્રાધાન્‍ય આપવા લાગ્‍યા છે.

સિકંદરને છછૂંદરની જેમ છૂમંતર થવું પડે એ સામાન્‍ય પરિવર્તન નથી.

(1:08 PM IST)