સત્તા ગિફ્ટમાં નહિ જ મળે
કાલથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનઃ રોતલ બનવાને બદલે મરણિયા બનો
ગઇકાલે અમદાવાદમાં અગ્નિકાંડ સર્જાયો. અહેવાલો પ્રમાણે રહેણાંક એરિયામાં કોમર્શિયલ બાંધકામ ખડકાઇ ગયું હતું. લોકોએ વિરોધ કર્યો હતો, પણ અધિકારીઓ અને નેતાઓ માન્યા નહિ. અગ્નિકાંડ થયા બાદ હવે મુખ્યમંત્રી તપાસના આદેશ આપવાનું પરાક્રમ કરી રહ્યા છે. ગુજરાતના દરેક કાંડોમાં પડદા પાછળ અધિકારીઓ - નેતાઓના સેટિંગ નજરે પડે છે, પણ કોઇ સામે નકકર પગલાં લેવાતા નથી. તપાસના નાટકના નામે કેસના ફિંડલા વાળી દેવાય છે. લોકો ત્રાહીમામ છે, પણ આヘર્ય છે કે, વિપક્ષ ત્રણ દાયકાથી સાવ નિષ્ક્રિય છે.
છ દાયકા બાદ આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઇ રહ્યું છે. રાહુલ ગાંધી આદુ ખાઇને મોદીજીનો વિરોધ કરે છે, પણ સૂરસૂરિયા થઇ જાય છે. વિરોધની પધ્ધતિમાં દમ નથી. વિરોધના મુદ્્ામાં પણ દમ નથી. વાસ્તવિક મુદ્્ાઓને યોગ્ય પધ્ધતિથી ઉઠાવવા જરૂરી છે.
રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપ-મોદી સામે આક્ષેપો થશે. રોતલવેળા કરવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ સંપૂર્ણપણે ફેઇલ છે. લોકોમાં વિશ્વાસ પેદા કરી શકયા નથી. હકિકત એ પણ છે કે, કોંગ્રેસ ખુદના નેતાઓને સાચવી શકતી નથી. આ સ્થિતિમાં સત્તા મળે તો સત્તાને કેમ સાચવી રાખશો? કોંગ્રેસ પોતાના નેતાને દિશા આપી શકતી નથી. આ પક્ષ રાજય કે દેશને કેમ દિશા આપી શકે?
કોંગ્રેસ એવું માને છે કે, લોકો ભાજપથી કંટાળીને કોંગ્રેસને મત આપશે, સત્તા મળી જશે. વાસ્તવમાં સત્તા કયારેય નકકર અને મરણિયા પ્રયાસો કરવા જ પડશે. સૌપ્રથમ બાબત એ છે કે, રાહુલ સાવ ફેઇલ છે, તેને પડતા મૂકી જ દેવા જોઇએ.
રાહુલનું નેતૃત્વ અનિવાર્ય જ હોય તો તેમને ફાલતુ મુદ્્ાને બદલે વાસ્તવિક મુદ્્ાઓ ઉઠાવવા મજબૂર કરવા જોઇએ. માત્ર નિવેદનિયા વિરોધ કર્યે રાખવાને બદલે નકકર અને પરિણામલક્ષી વિરોધ કરવા મજબૂર કરવા પડશે.
આવા પ્રયોગો કરવા હોય તો ગુજરાતની ભૂમિ શ્રેષ્ઠ છે. હાલ રાષ્ટ્રીય રાજનીતિમાં મોદી - શાહનો તીવ્ર પ્રભાવ છે. ભાજપ મોદી શાહના ગૃહ રાજય ગુજરાતને આદર્શ ગણાવીને આગળ વધે છે. વાસ્તવમાં ગુજરાતની અવદશા છે. કોંગ્રેસે ખાસ કરીને રાહુલ-પ્રિયંકાએ ગુજરાતના ગામે-ગામ, ગલીએ-ગલીએ આકસ્મિક પ્રવાસો કરીને ગુજરાતની ભયાવહ અવદશાના વીડિયો દેશ સામે રજૂ કરવા જોઇએ.
ગુજરાત નશામાં બરબાદ થાય છે. ગુન્હાખોરીમાં હોમાઇ રહયું છે. આવા વીડિયો રાહુલે ખુદે ગુજરાતમાં આકસ્મિક પ્રવાસો કરીને તૈયાર કરવા જોઇએ. કોંગીજનોએ પણ ગામે-ગામ ઘુમીવળીને વીડિયા બનાવવા જોઇએ. ગુજરાતની અવદશા સાબિત થાય તો ભાજપ-મોદીજીએ બનાવેલી આભાની હવા નીકળી જશે.
કોંગ્રેસે નકકર કામ કરી દેખાડવું જરૂરી છે. અધિવેશનો પ્રવચનો-આક્ષેપો કરવાથી કે રોતલ બનવાથી સત્તા મળવાની નથી. મરણિયા બનીને વટથી મત લેતા આવવું પડશે. (પ-ર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
