હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે આખલાની બઘડાટી...
ચીન - અમેરિકા વચ્ચે વર્ચસ્વનો જંગઃ ભારતને ફાયદો, પણ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખેલ ન સમજાય તેવા છ.ે ટેરિફ લાગુ થયા બાદ વિશ્વભરના અર્થતંત્રોમાં ભયાવહ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. શેર માર્કેટ તૂટી પડયા હતા. આ સ્થિતિમાં ટ્રમ્પે ૯૦ દિવસ ટેરિફ બ્રેક લગાવી. ફરી અર્થતંત્રો જોશમાં આવી ગયા. ટ્રમ્પ અટ્ટહાસ્ય કરતા રહયા. જો કે ટ્રમ્પે ચીન સામે યુધ્ધ ૯૦ દિવસ અટકાવ્યું નહી.
અમેરિકા અને ચીન મહાસત્તાઓ છે. બંને આર્થિક રીતે સક્ષમ છે. ટ્રમ્પના ટેરિફ હુમલાનો ચીને પણ વળતો પ્રહાર કરીને આકરો ટેરિફ ઝીંકયો. વિશ્વસ્તરના બંને આર્થિક આખલા એક-બીજાને શિંગડે ચઢાવીને ઉલાળતા તત્પર બન્યા છે.
આ જંગ ખૂબ રસપ્રદ છે. બંને એ તાકાતનું પ્રદર્શન કરીને વર્ચસ્વ દેખાડવું અનિવાર્ય છે. આ લડાઇમાં એવા સમાચાર મળે છે કે, ભારત ને મોટો લાભ થશે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતનું શેરબજાર ભયાવહ રૂપે તૂટવા લાગ્યું હતું. જો કે બે દિવસ બાદ આપણા શેરબજારને કેળ વળી ગઇ છે.
આંતરાષ્ટ્રીય ન્યૂઝ ન્યૂઝ એજન્સીઓ તરફથી મળતા અહેવાલો પ્રમાણે ચીનની નિકાસ અમેરિકામાં લગભગ ઠપ્પ જેવી થઇ ગઇ છે. બલ્ક પ્રોડકશનમાં ચીન વિશ્વનું અગ્રેસર રાષ્ટ્ર છે.
અમેરિકા સાથે આર્થિક સંબંધો ખાટા થતા ચીનમાં માલના ભરાવા થવા લાગ્યા છે. ચીને પ્રોડકશન અટકાવ્યું નથી, હવે તે નવી માર્કેટ શોધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે ટીવી-ફોન-ફ્રિજ વગેરે ભારતને ખૂબ સસ્તાદરે આપવા ચીને ઓફર કરી દીધી છે. ભારતે આ ઓફર સ્વીકારવા તૈયારી પણ દર્શાવી છે.
ભારતીય મીડિયા ખુશ થઇ ને લખે છે કે, ભારતને જલ્સા થઇ ગયા, ચીની પ્રોડક્ટ્સ સસ્તા દરે પ્રાપ્ત થશે. આ બાબત પ્રથમ દૃષ્ટિએ સાચી છે, પરંતુ ગંભીરતાથી વિચારણા કરો તો ભારત પર ચીની પ્રોડક્્ટ્સના આક્રમણ જેવી દેખાશે.
ભારતીય ઉત્પાદકો સાથે ચીનની સ્પર્ધા સર્જશે અને તે માટે ભારત જ ભૂમિ તૈયાર કરી રહ્યું છે. અમેરિકાને બતાવી દેવા મરણિયુ બનેલું ચીન ભારતને પડતર કિંમત કરતા પણ ઓછા દરે વસ્તુઓ આપવા તૈયાર થઇ જશે. જો ભારત ચીની પ્રોડકટ માટે સહમત થઇ જશે તો ભારતના ખુદના ઉધોગો પર મોટું જોખમ ગણાશે.
ટેરિફ વોરનો લાભ લેવા માટે પણ ભારતે ફૂંકી-ફૂંકીને છાસ પીવી પડે તેવી સ્થિતિ છે. ભારતનું વિશાળ માર્કેટ માત્ર ચીનનેજ નહી, અન્ય દેશોને પણ આકર્ષે છે. અમેરિકા સાથે આર્થિક-વ્યવસાયિક સંબંધો વધારવા અનિવાર્ય છે.
એક વિચાર એવો પણ છે કે, ભારતે ટેરિફ યુધ્ધનો લાભ લેવાને બદલે ચીનથી બને તેટલી દુરી રાખીને ચીનને ઓકાત દેખાડવી જોઇએ ભારત જે વલણ રાખે તે, પરંતુ ટેરિફ વોર મજેદાર બની ગયું છે. આપણા આખલાને બચાવજા.ે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
