<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

હિંસા પણ રંગીનઃ વિચિત્ર ભારત

વકફ મુદ્દે ૫. બંગાળમાં બહુમતી પર હુમલાઃ ગુજરાતના રમખાણો સમયે ગોકીરા કરનારા મોન

 સાંસદ બનવું  અને સાંસદ પદ અંગેની  જવાબદારી નીભાવવી બંને અલગ બાબત છે. ગુજરાતના પૂર્વ ક્રિકેટર હાલ પ. બંગાળના સાંસદ છે. યુફુસ  પઠાણે ગઇકાલે પોતે સવારની ચા પીતો ફોટો સોશિયલ મીડિયામાં મૂકયો હતો. યુસુફને આ ઢઢ્ઢો ભારે પડયો છે. પ.બંગાળના અનેક વિસ્‍તારોમાં ચાર-પાંચ દિવસથી ભયાનક હિંસા ફાટી નીકળી છે, તેની ચિંતા કરવાને બદલે સાંસદ યુસુફ આરામ ફરમાવે છે અને  મોજ કરે છે. ભાજપે યુસુફની ઝાટકણી કાઢતા તુરત જ સોશિયલ મીડિયામાંથી ફોટો અલોપ થઇ ગયો હતો.

જો કે હિંસા મામલે માત્ર યુસુફ જ નહી, સમગ્ર પ.બંગાળ સરકાર આરામ ફરમાવતી હોય તેમ લાગે છે. હિંસક ટોળા બેકાબૂ બન્‍યા છે, પણ પોલીસ અને મમતા સરકાર માત્ર દર્શક બનીને નીહાળ્‍યા કરે છે.

વાત જાણે એમ બની હતી કે વકફ બોર્ડને લગતા કાયદામાં સાંસદીય પ્રક્રિયાથી ફેરફારો કરાતા દેશમાં અનેક લોકોને પેટમાં અસહય દુખાવો ઉપડયો છે. પ.બંગાળમાં ઘુસણખોર બાંગ્‍લાદેશીઓ અને લઘુમતીઓના ટોળા મમતા સરકારનો આધાર છે. માથે ધારાસભાની ચૂંટણી આવી રહી છે. વકફ મુદ્દે  મમતા દીદીના પાલતુ ટોળા બેફામ બની ગયા છે. બંધારણ ફાધરનું ગાર્ડન હોય તેમ મમતાએ જાહેર કરી દીધું કે, પ.બંગાળમાં વકફના ફેરફારો લાગુ નહી કરીએ. જો કે હિંસક ટોળા હજુ કાબુમાં આવી રહયા નથી. આગજની તથા હત્‍યા ઓનો સીલસીલો ખુલ્લેઆમ ચાલી રહયો છે.

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો થયા ત્‍યારે કોંગ્રેસના નેતાઓથી માંડીને દેશઆખાની બિનસંપ્રદાયિક જીવાતો વિરોધમાં બેફામ બની હતી. રાજકારણીઓ  જ નહી, શાહરૂખ- સલમાન- આમિર જેવા હીરાઓ અને કહેવાતા બોૈધ્‍ધિક સાહિત્‍યકારો પણ વિરોધ કરવા મેદાનમાં આવી ગયા હતા. સોનિયા ગાંધીએ તો ગુજરાત સરકારને મોતના સોદાગરોની સરકાર કહી દીધી હતી.

હિંસાનો વિરોધ થવો જ જોઇએ, પણ ભારતની વિચિત્રતા છે કે અહીં હિંસાનો પણ રંગ જોવા મળે છે. રંગ જોઇને વિરોધ કે તરફેણ થાય છે. પ. બંગાળ માં લઘુમતીઓ તોફાને ચઢ્‍યા છે તેથી કોંગ્રેસ કે તેના જેવા બિનસાંપ્રદાયિકતાનો દંભ કરતા પક્ષો વિરોધ કરતા નથી. આ બધાને લઘુમતીઓના મતો જોઇએ છે તેથી મુજરા કરે છે. આ ઉપરાંત શાહરૂખો-સલમાનોની પણ બોલતી બંધ છે, એ તેમની જમાતના ટોળા છે.

ભારતની આ વિચિત્રતા છે. આઝાદી બાદથી આવો માહોલ પ્રવર્તે છે. મોદી યુગમાં આવા ટોળા ઉઘાડા પડી રહ્યા છે. સંસદીય પ્રક્રિયાથી વકફ કાનૂનમાં ફેરફારો થયા છે. રાષ્‍ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ સામે અરજી થતા મુદો સુપ્રિમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેનો વિરોધ કરવો- રમખાણો કરવા એ જંગલીપણુ નથી? મોદી સરકારે રાજકીય લાભ-હાનીના દૃષ્‍ટિકોણ પડતા મૂકીને દવા કરવી જોઇએ.. વિદેશમાં આભા બગડે તેનો વિચાર કરવાની પણ જરૂર નથી. દેશમાં યોગી સ્‍ટાઇલની જરૂર છે.  (૩.૨)

(10:06 AM IST)