News of Friday, 18th April 2025
તાકાતનો પરચો દેખાડો તો સલામત રહેશો
સૌરાષ્ટ્રમાં નેતા-નેતીના બહિષ્કાર કરોઃ વિવિધ કાંડોના હિસાબ માંગોઃ સેટિંગબાજ નેતા- અધિકારીઓ ને ધ્રુજાવોઃ લોકો નહી જાગે તો કમોતે મરતા રહેશે
રાજકોટમાં બે અગ્નિકાંડ થયા, મોરબીમાં પુલ દુર્ઘટના થઇ, હોસ્પિટલોમાં જીવલેણ કાંડો થયા, દરરોજ અકસ્માતો સર્જાય છે, ગુન્હાખોરી બેફામ છે. ભેળસેળિયા તત્વો અટ્ટહાસ્ય કરે છે, દરેક ઍરીયામાં દારૂડિયા બેફામ છે. સામાન્ય લોકો ત્રાસ સહન કરવાથી માંડીને કમોતે મરી રહ્ના છે, ઍકપણ નેતા -નેતીના જીવ બળતા નથી. અધિકારીઓ રાજવી હોય તેમ રોફ જમાવે છે. રાજકોટની તાજેતરની બસ દુર્ઘટનામાં અતિ ગંભીર બેદરકારી હોવાનું જાહેર થઇ રહ્નાં છે. ડ્રાઇવર સિવાય કોઇ સામે આકરાં પગલાં તત્કાળ ભરાયા નથી. અન્ય પ્રકરણોની જેમ આ કાંડનું પણ ફિંડલું વળી જશે ઍવું લોકો માનતા થઇ ગયા છે.
સૌરાષ્ટ્રમાં આવું લાંબાગળાથી ચાલે છે. નેતા-નેતી-અધિકારીઓ મોટાભા બનીને મહાલે છે. સામાન્ય લોકો લાચાર બનીને ગુજરી રહ્ના છે. લોકોની સમજ શકિત ઘટી ગઇ હોવાથી આ લાચારી આવી છે. લોકશાહીમાં સામાન્ય લોકો જ શકિતશાળી હોય છે. ગમે તે નેતું હોય, ઍ લોકોના મતના આધારે જ જીવતું હોય છે. કોઇપણ અધિકારી પણ લોકોની સેવા માટે જ છે.
લોકો માત્ર માનસિકતા બદલે તો સ્થિતિને બદલાતા વાર ન લાગે. સૌરાષ્ટ્રભરમાં આવા નેતા-નેતીઓ ના બહિષ્કારનું ઍલાન થવું જાઇઍ. નાત-જાત ધર્મ - સેટિંગ-સંબંધ બધું પડતું મૂકીને લોકો થોડો સમય મેદાનમાં આવે તો મોટાભા બની બેઠેલા નેતા-નેતીઓ ને ધ્રુજી જતા વાર ન લાગે. નેતાઓ પાસે મતનો અને કાંડોનો હિસાબ માંગો માન-પાન આપવાના બંધ કરો. ઍ જે કાર્યક્રમમાં ઉપસ્થિત હોય તે કાર્યક્રમનો પણ વ્યાપક બહિષ્કાર થવો જાઇઍ તેવું નથી લાગતું?
અધિકારીઓ સેવા માટે છે, તેના રોફના તાબે થવા ને બદલે તેને લોકો માટે દોડતા રહેવા ફરજ પાડો. નેતાઓ -અધિકારીઓ ધ્રુજી જવા જાઇઍ. આ માટે કોઇ મોટો જંગ ખેલવાની જરૂર પણ નથી. માત્ર સામૂહિક માનસિકતામાં વ્યાપક બદલાવ આવે તો ઐતિહાસિક ક્રાંતિ થઇ શકે તેમ છે. નેતા-નેતી-અધિકારીથી ડરવાનું બંધ કરો અને ખુશામતિયા મુજરા બંધ કરો.
નેતાગીરી મનોબળ વગરની છે. છોકરડા જેવો યુવક નેતુ બની ગયો, ૫૦૦ -૧૦૦૦ નું ટોળુ લઇને નીકળ્યો હતો અને આખો ભાજપ બેન્ડ વળી ગયો હતો. હાલ લોકોઍ સાચા મુદ્ે લડત આપવાની છે, ભલભલા બેન્ડ વળી જાય.
યાદ ઍ રાખવાનું છે કે, રાજનીતિનો બહિષ્કાર નહિ, નેતા-નેતીનો બહિષ્કાર કરવાનો છે. શાસક - વિપક્ષ બંને આવી જાય. રાજકોટની સિટીબસ કાંડનો કોîગ્રેસે આવેદન આપીને તથા રસ્તા રોકીને વિરોધ કર્યો. આ વિરોધ સાવ ફાલતુ છે. માર્ગો રોકવાથી સામાન્ય લોકો જ પરેશાન થાય છે. કોîગ્રેસમાં ત્રેવડ હોય તો કાંડના જવાબદારોને હંફાવવા જાઇઍ. ફાલતુ વિરોધના કારણે કોîગ્રેસનો પણ બહિષ્કાર જરૂરી છે. વિપક્ષ લોકો માટે મરણિયો કેમ બનતો નથી? આપના ગોપાલ ઇટાલિયાને પણ કહેવું જાઇઍ કે વિસાવદરમાં મત જાઇતા હોય તો... લોક પ્રશ્નોના નિર્ણાયક જંગ માટે મેદાનમાં આવો, નહિ તો સુરત જ રહેજા.
લોકો ઍ સલામત રહેવું હોય તો તાકાતનો પરચો દેખાડવો જ પડશે. (પ-ર)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
