તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
લોકોએ કોંગ્રેસના પ્રશ્નો ઉકેલવાના નથી..
કોંગ્રેસ ખુદ ફસાય ત્યારે લોકો પાસે ફરિયાદ કરવા આવે છે, વાસ્તવમાં વિપક્ષે લોકોની સમસ્યામાં રસ લેવો જોઇએ....
ગાડરિયો પ્રવાહ... આ વાકય રચનાનો અર્થ એ થાય કે ખુદની બુધ્ધિ તડકે મૂકીને આગળનાએ કર્યું તેમ કરવું. સમગ્ર ગુજરાતી મીડિયા અમુક મુદ્્ે ન્યુઝસેન્સ તડકે મૂકીને ગાડરિયા પ્રવાહની જેમ દોડતું રહે છે. અમુક જાતિમાં મહિલાઓને માન આપવા ‘બા' કહેવામાં આવે છે. રાત્રી સન્માનની આ શ્રેષ્ઠ-પ્રેરક પરંપરા છે. જો કે એ વર્ગની મહિલા હનીટ્રેપ જેવા શરમજનક ગુન્હામાં ઝડપાય, જામીન પર છૂટે આ છતાં મીડિયા તેને માન આપવા બા-બા લખ્યા કરે છે યોગ્ય છે ? નાના-મોટા લગભગ દરેક મીડિયા ગંભીર ગુન્હાના આરોપીને માનથી બા કહીને પોતાની બુધ્ધિનું દેવાળું ફુંકતા નથી? મીડિયા જગતે ગાડરિયા પ્રવાહથી થોડા દૂર રહીને આ પ્રશ્ને વિચાર કરવો જોઇએ.
સામાન્ય સમજનો અભાવ ઘણી વખત મોટી સમસ્યાઓ સર્જી શકે છે. રાજનીતિમાં પણ આ નિયમ લાગુ પડે છે. કોંગ્રેસ મોટી-મોટી વાતો કરે છે પણ દરરોજ પતન તરફ ધકેલાઇ રહી છે. એ હકિકત છે. પતનના અનેક કારણો હોય છે, એક મહત્વનું કારણ સામાન્ય સમજનો અભાવ છે.
સામાન્ય રીતે રાજકીય પક્ષોએ લોકોના પ્રશ્ને જંગ ખેલીને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનો હોય છે. આ વિશ્વાસના આધારે મત મળે અને એ મતથી સત્તા પ્રાપ્ત થતી હોય છે. આ ખૂબ જ સામાન્ય બાબત છે. કોંગ્રેસને આ સામાન્ય વાત સમજાતી નથી. લોકોના પ્રશ્નોમાં રસ લેવાને બદલે કોંગ્રેસ પોતાના પ્રશ્નો લોકોના માથા પર ઠોકીને બુધ્ધિનું દેવાળું ફુંકે છે.
છેલ્લા દશ વર્ષથી ગુજરાત આખું તીવ્ર સમસ્યાગ્રસ્ત છે. લોકો ત્રાહીમામ છે. ગુજરાત બરબાદ થઇ રહ્યું છે. કોંગ્રેસ માટે આ મોટી તક ગણાય, પણ એકેય નેતુ લોકો વચ્ચે જઇને મરણિયું બનતું નથી. અગ્નિકાંડ જેવા ભયાવહ કાંડ બને ત્યારે પણ કોંગ્રેસ પરિણામલક્ષી લડત આપતી નથી. મોટાભાગે નિવેદનિયો પક્ષ બની ગયો છે.
મોદી સરકારે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયાજી-રાહુલ-રોબર્ટ વાઢરા પર ગળે ગાળિયો કસતા કોંગ્રેસ દેશભરમાં મેદાનમાં આવી ગઇ. કોંગ્રેસના પ્રવકતાઓને તથા નેતાઓને દેશભરમાં ફરી વળીને સમગ્ર કેસ અંગે લોકોને ફરિયાદ કરવા લાગ્યા છે. પક્ષના આદેશથી આ અભિયાન ગુજરાતમાં પણ શરૂ થઇ ગયું છે. પ્રવકતા કહે છે કે, રાહુલથી ડરીને મોદી સરકાર ખોટા કેસ કરે છે.
રાહુલ ગાંધી કે નેહરુ ખાનદાન પર કોંગ્રેસને ભકિત ભાવ હોઇ શકે, પણ ખાનદાન પર આફત આવે તે લોકો પર શા માટે ઠોકવામાં આવે છે ? લોકોએ કોંગ્રેસના પ્રશ્નો ઉકેલવાનો ઠેકો લીધો છે ? કોંગ્રેસ લોકોના પ્રશ્નોમાં રસ લેતી નથી અને પોતાના પ્રશ્નો લોકો સમક્ષ મૂકે છે.
આ વિચિત્ર રણનીતિ નથી ? કોંગ્રેસમાં રાષ્ટ્રીયસ્તરથી જ સામાન્ય સમજનો અભાવ છે. બંધારણ, વકફ જેવા ગતકડાં ચલાવ્યે રાખે છે, લોકો જીવલેણ સમસ્યામાંથી પસાર થાય છે, તેવા મુદ્્ે કોંગ્રેસ સાવ નિષ્ક્રીય છે. આ રીતે લોકોનો પ્રેમ કે મત નહિ મળે.
કોંગ્રેસે પણ ગુજરાતી મીડિયા જગતની જેમ સામાન્ય સમજ કેળવવાની જરૂર છે. હાથે કરીને હાસ્યાસ્પદ ન બનાય. (પ-ર)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
