તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
હવે તો એક જ ઉકેલ
પ્રવાસી નહિ, હિન્દુ જ ટાર્ગેટ હતાઃ ભારતનું બ્રહમાસ્ત્ર છૂટવું જ જોઇએ
આંતકવાદી હુમલો થયો તેના બે દિવસ પહેલાની ઘટના યાદ કરો. જમ્મુ કાશ્મીરમાં વાતાવરણ બગડયુ. ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા. કેન્દ્ર સરકાર તથા સ્થાનિક તંત્ર સેવામાં હતું જ, પરંતુ દેખાવ એવો કર્યો કે, સમગ્ર ગુજરાત સરકાર ગુજરાતી પ્રવાસીઓની સાથે જ છે... લાંબી-લાંબી પ્રેસનોટ્સ રીલીઝ કરીને ભરપુર પ્રસિધ્ધિ લીધી હતી. ગુજરાતમાં ટ્રાફિકમાં ફસાતા રહેતા ગુજરાતીઓને સુરક્ષા આપવાની ત્રેવડ નથી અને કાશ્મીરમાં વટ મારવાની વાતો કરે છે.
પહેલગામમાં હુમલો થયાના સમાચાર આવતા એક ગુજરાતી મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે ગુજરાતમાં પણ ગૃહ પ્રધાને હાઇલેવલની મીટિંગ કરી!
મુદ્ાની ગંભીરતા જાણ્યા વગર પ્રસિધ્ધિના શોખીનો ધરાર હીરોગીરીકરી રહયા છે. આતંકવાદી ઘટના સામાન્ય નથી. મીડિયામા ંમોટાભાગે એવું જાહેર થયું છે કે, પ્રવાસીઓ પર હુમલો થયો છે. આ અર્ધસત્ય છે. આતંકવાદીઓએ હિન્દુઓને જ ટાર્ગેટ કર્યા છે. એક પ્રવાસીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પુરુષોના કપડા ઉતરાવીને ગોળીબારો કર્યા હતા.
સ્પષ્ટ બાબત છે કે, આ હુમલો હિન્દુઓ પર છે. આતંકવાદીઓ એક મહિલાને એમ પણ કહયું હતું કે, હુમલા અંગે મોદીને જઇને કહેજો... આ હુમલો મોદીત્વને પણ પડકાર છે. ભુતકાળમાં મોદી સરકાર રાક્ષસોને જડબાતોડ જવાબ આપી જ ચુકી છે.
જડબુ તૂટવા છતાં રાક્ષસો સુધર્યા નથી. હવે એક માત્ર ઉકેલ દર્શાય છે, પાકિસ્તાનના કટકા. કાશ્મીરમાં મોદી સરકારના આક્રમક પગલા બાદ સ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગતું હતું, પરંતુ ફરીથી મનમોહનયુગ જેવા દૃશ્યો સર્જાઇ ગયા.
ભયાવહ આંતકી હુમલો રાક્ષસો આસાનીથી કરી શકયા અને હુમલા બાદ છટકવામાં પણ સફળ રહયા.આ બાબત દર્શાવે છે કે, પુરેપુરા આયોજન સાથે હિન્દુ પ્રવાસીને ટાર્ગેટ કરાયા છે. આ ષડયંત્ર એકાદ દિવસમાં પાર પડે તેવું પણ નથી. દિવસોથી હલચલ ચાલી હોય તેમ લાગે છે. મોટા હુમલાને અંજામ અપાઇ ગયો છતાં સ્થાનિક તંત્ર બાતમીમાં પણ નિષ્ફળ રહયું, તેનો અર્થ એ થાય કે, જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન ગોઠવણ થઇ છે. એ અતિશય નબળી છે. સિસ્ટમ્સમાં આમુલ પરિવર્તન પણ અનિવાર્ય છે.
આ હુમલો હિન્દુત્વ અને મોદિત્વ સામે પડકાર સર્જનારો છે. નાની-મોટી સર્જીકલ કે એરસ્ટ્રાઇકથી રાક્ષસો સુધરે તેમ નથી. હવે પાકિસ્તાનને અલગ થલગ પાડી દેવું જોઇએ, વિભાજન કરી દેવુ જોઇએ તેવી લાગણી પ્રવર્તે છે. ભાજપનું બ્રહમાસ્ત્ર છૂટવું જ જોઇએ. હિન્દુ સમાજે ઘણું સહન કર્યુ, હવે હદ વટી ગઇ છે.
જરૂર તો એવી પણ છે કે, ગુજરાતમાં ફિશિયારી મારતા ભાજપી નેતાઓને કાશ્મીર સરહદ પર તૈનાત કરી દેવા જોઇએ. એક કાંકરે અનેક પક્ષનો ઇલાજ થઇ જાય! (૩.૨)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
