<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

આર્થિક બહિષ્‍કારઃ બ્રહમાસ્‍ત્ર સમાન

કટ્ટરતામાં સુધારો ન જ આવે તો અનિવાર્ય કદમ બની શકે

 

 ભૂતકાળમાં યુધ્‍ધની સ્‍થિતિમાં પણ ભારતે પાકિસ્‍તાન તરફ જતું પાણી અટકાવ્‍યું ન હતું. આ નીતિનું મુખ્‍ય કારણ માનવતા છે. પાકિસ્‍તાનના લોકો બધા જ ખરાબ ન હોય. નાલાયક નેતાઓ-સૈન્‍યઅને કટ્ટરવાદીઓના પાપે નિર્દોષ પાકિસ્‍તાની પરેશાન ન થાય તેવા ઉદ્‌ેશથી પાણી બંધ કરાતું ન હતું.

ભારતમાંથી જતા પાણીથી પાકિસ્‍તાનની ૬૦ ટકા ધરતી ખેતી શકય બને છે. અને લોકોને પીવાનું પાણી મળે છે. ભારતની માનવતાને નાલાયક પાકિસ્‍તાન લાચારી સમજવા લાગ્‍યું.

મોદી સરકારે માત્ર પાણી બંધ કરવાની ઘોષણા કરી તો પણ પાસ્‍કિતાન ધ્રુજી ગયું અને વિશ્વસામે ફરિયાદ કરવા લાગ્‍યું જો કે હજુ પણ યુઘ્‍ધની વાતો કર્યા કરે છે. ભારતે તમામ પ્રકારના વ્‍યવસાય- સેવા બંધની ઘોષણા પણ કરી છે. પાક.નું અર્થતંત્ર આમ પણ બરબાદ છે. ભારતમાં વ્‍યવસાય બંધ થશે તો તેનું પતન ઝડપથી થશે. આર્થિક બહિષ્‍કાર અને પાણી બંધ બંને મુદ્‌ા બ્રહમાસ્‍ત્ર જેવા બની શકે છે.

પાકિસ્‍તાન સામે ભારતે આર્થિક બહિષ્‍કારના ઉઠાવેલા શસ્‍ત્રનો ભારતમાં આંતરિક રૂપે પ્રયોગ કરવા પણ ઘણા મહાનુભાવો આગ્રહ કરે છે.

ગુજરાત સહિતના રાજયોમાં વિધર્મી કટ્ટરતા અને ગુન્‍હાહિત તાંડવ વધી ગયા છે. કટ્ટરવાદીઓ અને નકારાત્‍મક પરિબળોના કારણે સમગ્ર સમુદાય પ્રત્‍યે રોષની લાગણી બનવા લાગી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ શાસન છે, છતાં વિધર્મી ત્રાસ વધી રહયા છે. એક પણ ભાજપી કંળ બોલી શકતો નથી. બાજી બાજુ લોકોની સહનશકિતની પણ હદ આવી ગઇ છે.

આ સ્‍થિતિમાં સોશિયલ મીડિયાના પ્રવાહો પર નજર કરો તો ખ્‍યાલ આવશે કે અસંખ્‍ય પોસ્‍ટ એવી છે, જે બહુમતીને આગ્રહ કરે છે કે- લઘુમતીઓનો માત્ર આર્થિક બહિષ્‍કાર કરો તો પણ બ્રહમાસ્‍ત્ર જેવું કામ થશે.

આ મુદ્‌ો સામાન્‍ય નથી. ભાજપ સરકાર બહુમતીઓના મત મેળવીને બહુમતીને સ્‍વમાન-સલામતી આપવાની ત્રેવડ ધરાવતા નથી. બહુમતીનો મોટો સમુદાય લોહિયાળ સંઘર્ષ ઇચ્‍છતો નથી, પણ સલામતી-સુરક્ષા સ્‍વમાન તો જોઇએ જ છે.

આ સ્‍થિતિમાં ના છૂટકે આર્થિક બહિષ્‍કારનું પગલું ઉઠાવવા મજબૂર થવું જ પડે તેમ છે. મોરબી સહિત અનેક ગામો-શહેરોમાં બહુમતીઓની દુકાનો પર સ્‍ટીકર લાગવા માંડયા છે. આવા પગલા બહુમતી વર્ગ માટે અનિવાર્ય બનવા લાગ્‍યા છે.

ખ્‍યાલ છે જ કે, આખો સમુદાય ખરાબ ન હોય, પરંતુ આવી દયા-સમજ કયા સુધી રાખવી? કટ્ટરતા જીવલેણ બનવા લાગી છે. સરહદ આર્થિક બહિષ્‍કાર સોૈથી મોટું શસ્‍ત્ર બની શકે છે. સહજ સ્‍વરૂપે બ્રહમાસ્‍ત્રનો ઉપયોગ થવા લાગ્‍યો છે. (૩.૨)

(10:30 AM IST)