હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઊંડા ઉતરો ઘુસણખોરીમાં
ગુજરાતમાં બાંગ્લાદેશીઓના ટોળા ઘુસ્યા તે માટે કોણ જવાબદાર?: તેને કામ આપનારા કોણ હતા?: ફિશિયારી મારનારા નેતાઓના કારણે ગુજરાત ધરમશાળા બન્યું: જવાબદારોને અંદર કરો
અમદાવાદ-સુરત માંથી ૧૦૦૦ બાંગ્લાદેશીઓ ઝડપાયા... આ સમાચાર બાદ રાજયના ગૃહ પ્રધાનને બાંગ્લાદેશ જીતી લીધું હોય તેવા નિવેદનો ફટકાર્યા જો કે પકડાયેલા ઘણાતો યુપી- બિહારના ભૈયા હતા. ભગા કરવામાં ગુજરાત સૌથી આગળ છે.
સમગ્ર રાજયમાંથી બાંગ્લાદેશીઓ પકડાઇ રહયા છે. રાજય સરકાર માટે આ બાબત ગોૈરવની નથી, શરમની છે. બાંગ્લાદેશીઓના ટોળે ટોળા ગુજરાતમાં ઘુસીને ફેલાઇ જાય, પોતાના ઇલાકા બનાવી લે છતાં સરકાર અંધારામાં રહે એ સારી બાબત ગણાય? આવી સરકારના હાથમાં ગુજરાત સલામત ગણાય?
ટોળા પકડાયા બાદ પણ ગૃહ પ્રધાન ફિશિયારી મારતા રહે એ ભાજપને શોભે તેવી બાબત છે? આને બ્રેક મારનાર કોઇ નથી? આટલા ઘુસણખોરો ઝડપાયા એ પ્રકરણ સામાન્ય ન ગણાય. આ પ્રકરણથી અનેક સવાલો ઉઠી રહયા છે.
બાંગ્લાદેશીઓ મોટા પાયે ગુજરાતમાં ઘુસી ગયા છતાં સરકાર કેમ અંધારામાં હતી? ગુજરાતના ગુપ્તચરો શું કરે છે? સરકાર અંધારામાં હતી કે સેટિંગમાં? બાંગ્લાદેશીઓને ગુજરાતમાં ઘુસાડનારા કોણ છે? આ અંગે તપાસ કેમ થતી નથી? ઘુસણખોરો ઘુસી ગયા બાદ તેની ઓળખ કર્યા વગર કામ અને આશરો આપનારા કોણ છે? આ ગુન્હા અંગે કેમ સજા થતી નથી? હવે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં ઘુસે નહિ તે માટે કઇ રણનીતિ ઘડાઇ?
આ સવાલો અસામાન્ય નથી. ગુજરાતની ચિંતા હોય તેને આવા સવાલો સહજ રીતે જાગે ગુજરાતના બહાદુર પ્રધાનોને આવા સવાલો જાગતા નથી, તેનો મતલબ આપણે સમજી જવો જોઇએ.
મહત્વની બાબત એ છે કે, શરમજનક સ્થિતિ બાદ પણ ફિશિયારી મારતા નિવેદનો કરનાર ગૃહપ્રધાનને પૂછવું જોઇએ કે, આ અભિયાન ચલાવ્યા બાદ તમે છાતી ઠોકીને કહી શકોછો કે- હવે રાજયના એકપણ ગામમાં એક પણ બાંગ્લાદેશી નથી અને ભવિષ્યમાં પણ ઘુસી નહિ શકે...
આ મુદ્ા સાથે એક અન્ય પણ ગંભીર મુદ્ો જોડાયેલો છે. બાંગ્લાદેશી આસાનીથી ગુજરાતમાં ઘુસે છે, તેમ પરપ્રાંતીય ગુન્હાખોરો માટે પણ ગુજરાત રેઢા પડ જેવું બની ગયું હશે. ગુજરાતમાં ગુન્હાખોરી બેફામ બની છે તેનું કારણ આ પણ હોઇ શકે છે.
રાજકોટના ઘડિયાળના શોરૂમમાં લાખોની ચોરીમાં ગઇકાલે જ બિહારની ગેંગનો પર્દાફાશ થયો છે. અતિ નબળી નેતાગીરીને કારણે ગુજરાત લૂટાઇ રહયું છે. પરપ્રાંતીય અધિકારીઓ જવાબદારી વગરનો પાવર ભોગવે છે. ગૃહ મંત્રાલય ફિશિયારીમાંથી ઊંચું આવતું નથી મુખ્યમંત્રી તો...
ગુજરાતીઓ અસલામત બન્યા છે, કમોતે મરે છે, કારણ વગર લૂટાય છે... સરકાર સામે સવાલો ઉઠાવવામાં કરકસર ન કરો, નેતાઓ-અધિકારીઓને જવાબદારીનું ભાન કરાવવું લોકોની ફરજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
