<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સોૈરાષ્‍ટ્રના નેતા-નેતીઓ કરે છે શું?

અમદાવાદમાં લલ્લુઓ પર તાંડવઃસોૈરાષ્‍ટ્રમાં? હર્ષભાઇને યાદ કરાવો, સોૈરાષ્‍ટ્ર પણ ગુજરાતનો જ હિસ્‍સો છે

 ‘‘અમદાવાદમાં બાંગ્‍લાદેશીઓના કબ્‍જામાંથી એક-એક ઇંચ જમીન ખાલી કરાવાશે.'' આ શબ્‍દો ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના છે. બની બેઠેલો ગુંડો મેહમુદ પઠાણ ઉર્ફે લલ્લો બિહારી ભાગ્‍યો છે. ઘણાં વર્ષ બાદ ગુજરાત સરકાર આક્રમક મુડમાં જણાઇ રહી છે. દશ વર્ષમાં લગભગ પહેલી વખત એવું બન્‍યું છે કે, ગૃહપ્રધાન બોલ્‍યા તેવું ચંડોળા વિસ્‍તારમાં થયું છે. બાંગ્‍લાદેશીઓ અને તેનો અડ્ડો સાફ થયો છે. આ કાર્યવાહી બિરદાવવા લાયક છે.

જો કે સવાલો પણ ઓછા થતા નથી. આટલી હદે ઘુસણખોરો ગુજરાતમાં વર્ષો સુધી તાંડવો કરતા રહે તે રાજય માટે શરમજનક ગણાય. ઘુસણખોરો કોઇની કૃપા વગર આટલું સામ્રાજય જમાવી ન શકે. કૃપા કરનારા ગુજરાતના જ નહિ, દેશના ગદ્‌ાર કહેવાય. તેને પણ ઉઘાડા પાડીને સળિયા ગણતા કરવા જોઇએ.

અહીં જુદો મુદ્‌ો પણ ઉઠે છે. શંકાસ્‍પદ તત્‍વો માત્ર અમદાવાદમાં જ ફેલાયા ન હતા. ગુજરાતભરમાં ભેદી પ્રવૃતિઓ ધમધમી રહી હોવાનું જણાય છે. સોૈરાષ્‍ટ્રમાં જોખમ ઓછું નથી. ગૃહપ્રધાનની જવાબદારી માત્ર અમદાવાદ પુરતી જ ન હોય સોૈરાષ્‍ટ્ર પણ ગુજરાતનો ભાગ છે અને ગૃહપ્રધાને ગુજરાત આખાની સલામતીની ચિંતા કરવાની છે. ખૂણે-ખૂણેથી અડ્ડા અને લલ્લુઓ સાફ થવા જોઇએ.

મહત્‍વનો પ્રશ્ન એ પણ ઉઠે છે કે, સોૈરાષ્‍ટ્રના નેતાઓ-નેતીઓ શું કરે છે? પોતાના વિસ્‍તારની અવદશા જોઇને કેમ લોહી ઉકળતું નથી? અમદાવાદમાં અસામાજિકો સામે તાંડવ ચાલે છે, તો સોૈરાષ્‍ટ્રમાં નેતા-નેતીઓ મોૈન શા માટે ે છે.?

સોૈરાષ્‍ટ્રના ઘણા નેતાઓ પાડી દેવાના બકવાસ ખૂબ કરે છે, પણ પોતાના વિસ્‍તારમાં પાંગરી રહેલા લલ્લુઓ સામે બોલતી બંધ થઇ જાય છે. સવાલ એવો પણ ઉઠે છે કે, અસામાજિકો સાથે સેટિંગ થયા હશે? લોકહિતના ભોગે નેતા-નેતી માલામાલ બની રહયા છે કે, ત્રેવડ વગરના નેતા-નેતીઓને આપણે ગાંધીનગર - દિલ્‍હી મોકલી દીધા છે? સોૈરાષ્‍ટ્રનો અવાજ ઉઠતો જ નથી. નેતાઓ પક્ષ સામે મુજરા કરે છે અને ફિલ્‍ડમાં અસામાજિકો સામે પણ એ જ દશા છે.?  દશેક વર્ષથી સોૈરાષ્‍ટ્રની નેતાગીરી જાણે ચારેબાજુ મુજરા કરીને મુજરા નિષ્‍ણાત બની ગઇ છે.

સોૈરાષ્‍ટ્રને સલામત રાખવું હોય તો લલ્લુઓને વીણી-વીણીને સાફ કરવા પડશે. નેતાઓ- અધિકારીઓ આવું ન કરે તો લોકોએ સક્રિય થઇને નેતાઓને જવાબદારીનું ભાન કરાવવું પડશે. ફાલતું- સેટિંગબાજ નેતાઓથી લોક સુરક્ષા જોખમમાં મૂકાઇ ગઇ છે. ‘‘ગુજરાતની એક- એક ઇંચ જમીનમાંથી ઘુસણખોરો તથા અસામાજિકોને સાફ કરીશું... આવું નિવેદન હર્ષભાઇ કરે તેવી અપેક્ષા છે.

(11:11 AM IST)