<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કાશ્‍મીરી નેતાઓને કરન્‍ટ લાગ્‍યો

ફારૂક અબ્‍દુલાઓ પોતાને ભારત ભકત સાબિત કરવા ઊંધા માથે

 કેન્‍દ્રિય પ્રધાન સી.આર.પાટીલજી પાસેથી ગુજરાતના પ્રધાનોએ પ્રેરણા લેવી જોઇએ. પાટીલજીએ સંકલ્‍પ કર્યો છે કે, ‘‘પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્‍યાં સુધી હું એક પણ સન્‍માન નહિ સ્‍વીકારું.''

ગુજરાતના ગૃહ પ્રધાને પણ પાટીલજીમાંથી પ્રેરણા લઇને સંકલ્‍પ કરવો જોઇએ કે, ગુજરાતમાં કૃર પ્રકારની ગુન્‍હાખોરી બંધ ન થાય ત્‍યાં સુધી ફિશિયારી મારતા નિવેદનો નહિ કરું.‘‘ મુખ્‍યમંત્રીએ પણ સંકલ્‍પ કરવો જોઇએ કે, ગુજરાતમાં ગેરકાયદે દારૂના-નશાના ધંધા બંધ ન થાય ત્‍યાં સુધી કોઇ મંદિરમાં નહિ જાઉ. અને કોઇ ઉદ્‌ધાટનો નહી કરું.'' પાટીલજી ગુજરાતના ધરખમ નેતા છે, તેની કાર્યશૈલીમાંથી પ્રેરણા લેવામાં ગુજરાતના પ્રધાનોને શરમ આવવી ન જોઇએ.

મોદીની પણ સ્‍ટાઇલ રહી છે કે, નેતાઓ સમજવા તૈયાર ન હોય તો તેને સમજદાર થવા ફરજ પાડવી. ભુતકાળ તપાસો. કાશ્‍મીર-જમ્‍મુના નેતાઓ ફારૂક અબ્‍દુલા, ઉજમર, મહેબુબા મુફી વગેરે કાયમ પાકિસ્‍તાન તરફી મુજરા કરતા હતા. વર્ષોથી સમજતા ન હતા. મોદી સરકારે નક્કર રણનીતિ લાગુ કરીને કાશ્‍મીરી નેતાઓને સમજદાર બનવા ફરજ પાડી છે.

પાકિસ્‍તાની આતંકીઓ દ્વારા પહેલગામમાં હુમલો થયા બાદ મુખ્‍યમંત્રી ઉમર અબ્‍દુલ્લાએ પાકિસ્‍તાનમાં સિંધુનું પાણી રોકવાના મોદી સરકારના નિર્ણયને આવકાર આપ્‍યો. તેમના પિતાશ્રી ફારૂક અબ્‍દુલ્લા પણ પોતાને પરિવારને ભારત ભકત દર્શાવવા ઊંધા માથે થઇને નિવેદનનો આપે છે.

આ પરિવર્તન સામાન્‍ય નથી. અબ્‍દુલ્લા કાયમ પાકિસ્‍તાન તરફી મુજરા કરતા હતા અને ભારત જીવ બાળતું હતું. કલમ ૩૭૦ અને અન્‍ય વિશેષાધિકારોના કારણે અબ્‍દુલ્લા અને મુફતી પરિવારો રાજવી જેવા બની ગયા હતા.

મોદી સરકારે પાંખો કાપી નાખી છે. હવે આતંકવાદીનો અને પાકિસ્‍તાનનો વિરોધ કરવા અબ્‍દુલ્લાઓને ફરજ પડી છે. આવું ન કરે તો તેમનું અસ્‍તિત્‍વ જોખમમાં આવી જાય તેમ છે. માર્કિંગ કરવા જેવી બાબત એ પણ છે કે પહેલગામ હુમલા બાદ ભારતમાં અનેક સ્‍થાને વિશેષ સમુદાયે પાકિસ્‍તાન સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ બાબત પરિવર્તિત પ્રવાહને દર્શાવે છે.

પરિવર્તન વિચારમાં જ નહિ, આચરણમાં પણ આવવું જોઇએ. કાશ્‍મીરી નેતાઓને પારિવારિક સ્‍વાર્થના કારણે ભારત ભકત બની રહયા છે. તેના મનમાં શું છે, તે બાબત વધારે મહત્‍વની છે.

કડક પગલાની અસર કાશ્‍મીરમાં અને દેશભરમાં જોવા મળે છે મોદીજીએ આગવી સ્‍ટાઇલથી નેતા-નેતીઓને સમજદાર બનવા ફરજ પાડી છે. ગુજરાતમાં પ્રધાનો સમજદાર બનવા તૈયાર ન હોય તો લોકો પણ આગવી સ્‍ટાઇલથી નેતાઓને સમજદાર તથા જવાબદાર બનવા ફરજ પાડી શકે છે. લોકોએ યાદ રાખવું જોઇએ કે- ફાલતુઓને સહન કર્યે રાખવા જરૂરી હોતા નથી. (૩.૨)

(11:58 AM IST)