News of Tuesday, 6th May 2025
લીંબુ મરચા ભારે પડશે
કોંગ્રેસના નેતાઓમાં સમજ ઓછી છે કે, ફૂટી ગયેલા છે?: સતત બકવાસ
પહેલગામ હુમલા બાદ ભારતમાં આક્રોશ વ્યાપેલો છે. પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવા તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાન ફફડી રહયું છે. સરહદે તનાવ થઇ રહયા છે. ભારત ગમે ત્યારે મોટી નવી જૂની કરે તેવી સંભાવના છે.
આ સ્થિતિ સંવેદનશીલ ગણાય. આ મુદ્ો પણ સંવેદનશીલ ગણાય. આવા મામલાની લાંબા ગાળા સુધી અસર થતી હોય છે. રાજકીય અસરો પણ તીવ્રતમ હોય છે રાજકીય પક્ષોએ છાસ પણ ફૂંકી-ફૂંકીને પીવી જોઇએ, તેવો આ મુદ્ો છે.
મુખ્ય વિપક્ષ કોંગ્રેસના મુખ્ય નેતા રાહુલ ગાંધીએ આ વખતે ખૂબ સમજ દાખવી છે. પહેલગામ હુમલા બાદ રાહુલ સતત નિવેદન આપે છે કે, અમે સરકાર સાથે છીએ, પાકિસ્તાન સામે નિર્ણાયક પગલા ભરો.
સંવેદનશીલ મુદ્ે વિપક્ષની આ લાઇન જ હોવી જોઇએ. મુદ્ો રાષ્ટ્રીય સુરક્ષાનો છે. રાહુલે રાજકીય સમજ દાખવી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ આડેધડ બકબક કરીને પક્ષને ધરાર વિલન બનાવી રહયા છે. ઉત્તરપ્રદેશના નેતા અજય રાયે ગઇકાલે નિવેદન કર્યુ કે, પાકિસ્તાન સામે કયારે બદલો લેશો? રાફેલ માંથી લીંબુ મરચા દુર કરો. આ કટાક્ષ છે.
પાકિસ્તાન સામે બદલો લેવા દેશ આખો આતુર છે. મોદી સરકારે સૈન્ય ને પૂરેપૂરી છૂટ આપી દીધી છે. તક જોઇને રણનીતિ પૂર્વક બદલો લેવાશે. દુશ્મન દેશ પર હુમલો કરવો એ ખાઇ લેવાના ખેલ નથી. બદલો ચોકકસ લેવાશે.
અજય રાયના નિવેદન બાદ સ્માર્ટ ભાજપે દોષનો ટોપલો આખી કોંગ્રેસ પર નાખીને કોંગ્રેસને પાકિસ્તાન તરફી દર્શાવવા કાગારોળ આદરી દીધી છે. ભાજપનું પ્રચાર તંત્ર સ્ટ્રોંગ છે, તકનો લાભ લઇને વિપક્ષને ભારત વિરોધી દર્શાવે છે. સવાલ એ થાય છે કે, વિપક્ષ શા માટે ભાજપને તક આપે છે? વિપક્ષ હાથે કરીને શા માટે વિલન બને છે?
પહેલગામ હુમલા બાદની સ્થિતિ યાદ કરો. રાહુલના બનેવી રોબર્ટ વાઢરાએ ઇસ્લામ તરફી બેધડક નિવેદન આપીને કોંગ્રેસની પથારી ફેરવી હતી. બે દિવસ પહેલા પંજાબ કોંગ્રેસના નેતા ચેન્નીએ સરકાર પાસે કાર્યવાહીની સાબિતી માંગી હતી. હવે અજય રાયે લીંબુ મરચા લટકાવ્યા છે.
અત્યાર સુધી રાહુલ ગાંધી પ્રવાહથી વિરૂધ્ધ નિવેદન કરીને વિલન બનતા હતા. તેનામાં સમજ આવી, પણ કોંગીજનો હજુ પક્ષ ને વિલન સાબિત કરવા દોડી રહયા છે. સામાન્ય માણસને પણ સમજ હોય છે, સંવેદનશીલ મુદ્ામાં સમજ અને સંયમ બંને જરૂરી હોય છે. આ સામાન્ય બાબત કોંગીજનોને સમજાતી નથી કે કોંગ્રેસ ફૂટી ગયેલી છે સ્થિતિ પર નજર કરો, ભાજપને અનુકુળ આવે તેવા મુદ્ા કોંગીજનો જ છેડી રહયા છે.
રાહુલ ગાંધીએ પક્ષના દરવાજે લીંબુ-મરચા બાંધવા પડશે. કોંગ્રેસના નેતા ઓને સંયમ-સમજ શીખવવા પડશે. કોંગ્રેસના શાસનમાં અધધ હુમલા થયા, કેટલા હુમલાના બદલા લેવાયા હતા?ᅠ
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
