પ્રચંડ પ્રહારઃ કાળનું તાંડવ
ભારતીય સૈન્યનું રોૈદ્ર સ્વરૂપઃ પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ, ટેકનોલોજી દેવો નમઃ!! નિર્ણાયક સ્થિતિ
પાકિસ્તાન પર રાતભર કાળનું તાંડવ ચાલતું રહયું. ભારતના પ્રચંડ પ્રહારોથી પાકિસ્તાનના અનેક સ્થાનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા. પાક. વડાપ્રધાન, નેતાઓ અને લશ્કરી અધિકારીઓ ડરના માર્યા ઘરમાં છૂપાઇ ગયા હતા.
ગુરુવારે દિવસના જ ભારતની તાકાતનો પરચો જોવા મળ્યો હતો. લાહોરની એરડિફેન્સ ફૂંકાઇ ગઇ હતી.આ પરચા પછી પણ પાકિસ્તાન સુધર્યુ નહિ અને રાત્રે ડ્રોન-મિસાઇલ થી હુમલા કરવા પ્રયાસ કર્યો. આ તમામ હુમલા ભારતે નાકામ કર્યા બાદ ભારતે સેનાની ત્રણેય પાંખોના સંકલનથી પ્રચંડ પ્રહારો શરૂ કર્યા. પાકિસ્તાનના લગભગ તમામ શહેરો અને મહત્વના સ્થાનો પર રાતભર કાળનું બિહામણું તાંડવ ચાલ્યું.
સતત બકવાસ કરતા પાકિસ્તાની નેતાઓ અને સૈન્ય માટે શરમજનક બાબત એ છે કે પાકિસ્તાનનો એક પણ હુમલો સફળ ન થયો અને ભારતનો એક પણ પ્રહાર રોકવા સક્ષમ ન રહયું ભારતને સળી કરવી પાકિસ્તાનને ભારે પડી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, ભારતના પ્રહારો ચાલુ હતા ત્યારે પાકિસ્તાન દુનિયા પાસે શસ્ત્રોની ભિખ માંગવા નીકળ્યું હતું. એક તુર્કી સિવાય દુનિયાભરમાંથી અપમાનીત જાકારો મળ્યો હતો.
પાકિસ્તાન તરફથી ભારતને ધ્વસ્ત કરવાના પ્રયાસો ઓછા થયા ન હતા. ડ્રોન-મિસાઇલમારા રાતભર કર્યા હતા. ભારતની એક ડિફેન્સ સિસ્ટમ્સે આ તમામ હુમલા નિષ્ફળ બનાવીને ભારતની રક્ષા કરી હતી. ટેકનોલોજીનો આ ચમત્કાર જ ગણાય. ભારત માટે રક્ષા કવચ બનનાર આ ટેકનોલોજીને દેવ સ્વરૂપ માની ને નમસ્કાર...
પાકિસ્તાનનું તકલાદીપણુ ઊજાગર થઇ ગયું છ.ે પ્રહારો કરવાની કે પ્રહારો રોકવાની ત્રેવડ ન હતી અને તોડી-ફોડી નાખવાની વાતો કરતા રહયા. ભારતના પ્રહારો ચાલુ હતા ત્યારે વીરતાથી સામનો કરવાને બદલે મધ્યરાત્રીએ આતંકીઓને ઘુસાડવાના પ્રયાસ કર્યો હતો. જો કે બીએસએફે આતંકીઓને સરહદે જ ફૂંકી માર્યા હતા.
ભારતની વિશેષતા એ રહી કે તમામ મોરચે સટીક રણનીતિ અમલમાં હતી. રાત્રે પાકિસ્તાન પર કાળનું તાંડવ ચાલતું હતું ત્યારે ભારતે અનેક દેશો સાથે વાતચીત કરીને ભારતનું વલણ જાહેર કર્યુ હતું. એવા પણ સમાચાર મળે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાત્રી આખી સ્થિતિ પર નજર રાખી હતી.
પાકિસ્તાનના ભયાનક રાક્ષસો ગણાતા આતંકી સરદારો ભારતના પ્રહારોનો સામનો કરવાને બદલે મિયાની મીંદડી બનીને બંકરોમાં છુપાઇ ગયા હતા. આજે સવારે ભારતે જાહેર કરેલી રણનીતિ પ્રમાણે ઓપરેશન સિંદૂર ચાલું રહેશે અને નિર્ણાયક પરિણામો લાવશે.
પાકિસ્તાનમાં બલુસ્તિાનમાં રીતસર બળવો થઇ ગયો છે. બલુઓએ ચોકીઓ પર કબજો કરી લીધો છે. પાકિસ્તાનના ત્રણ-ચાર કટકા કરી નાખવાની રણનીતિ ભારતની હોવી જોઇએ. પાકિસ્તાનના મોટાભાગના લોકો પણ ઇચ્છે છે કે, ભારત નિર્ણાયક બને. મુનીરને તો જીવતો ઝડપવો જોઇએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
