<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

તુર્કીને દોઢું થવું ભારે પડશે...

પાકિસ્‍તાનને હવા ભરનાર તુર્કીની ખુદની હવા નીકળવા લાગીઃ ભારતની તાકાત ઓછી ન આંકો

પોતે કંઇ ઉકાળી ન શકે  અને મોટી- મોટી વાતો કરીને જસ મેળવવો એ ગુજરાતના વર્તમાન ભાજપી નેતાઓની ખાસીયત છે. મોદી સરકારે પાકિસ્‍તાન પર પ્રચંડ પ્રહારો કર્યા, આ અંગે ગુજરાતના મુખ્‍યમંત્રી તથા પ્રધાનો વીરરસની વાતો કરે છે. મોદી સરકારે પાકિસ્‍તાનમાં ખૂણે-ખૂણે હુમલા કરીને પરાક્રમ કર્યુ છે. ગુજરાત સરકાર ગુજરાતના ખૂણે-ખૂણેથી અસામાજિકોને પણ સાફ કરી શકતા નથી. આવા નેતાઓ વીરરસની વાતો કરે એ કોમેડી ફિલ્‍મ જેવું ગણાય.

એક સમાચાર એવા પણ આવ્‍યા કે સુરતના લોકોએ કાશ્‍મીરના લાલચોકમાં શકિત પ્રદર્શન કરીને ભગવો લહેરાવ્‍યો છે.

કાશ્‍મીરમાં મોદી સરકાર અને સૈન્‍ય તાકાતનું પ્રદર્શન કરે જ છે. ગુજરાતીઓએ તો ગુજરાતમાં શકિત ્‌પ્રદર્શનની જરૂર છે. રાજયમાં બાંગ્‍લાદેશો- પાકિસ્‍તાનો સર્જાઇ ગયા છે, ત્‍યાં ભગવા ફરકવા જરૂરી છે.

ભારતીયોની તાકાત ઓછી નથી, પણ સ્‍થાનિક નેતાગીરી ડલ હોવાથી તાકાત વેડફાય છે. મોદીજી જેવી નેતાગીરીથી રાષ્‍ટ્રવાદ ઉજાગર થયો છે અને ભારતીય નાગરિકો પણ દુશ્‍મન દેશોની પથારી ફેરવી દે છે.

પાકિસ્‍તાન પર ભારતીય સૈન્‍યનું તાંડવ ચાલતું હતું ત્‍યારે તુર્કી દોઢું થયું હતું. પાકિસ્‍તાનને મદદના નામે તુર્કીએ હવા ભરી હતી. જો કે તુર્કીના ડ્રોન કે અન્‍ય શસ્‍ત્રો ભારતની તાકાત સામે ભંગાર સાબિત થયા હતા. આમ છતા તુર્કી  ટૈળ બનીને પાકિસ્‍તાનને હવા ભરતું હતું.

ભારતીયોએ જ સ્‍વયંભૂ તુર્કીને પાઠ ભણાવવા શરૂ કર્યો હતો. ભારતમાંથી તુર્કીના પ્રવાસો ઘડાધડ રદ્‌ થવા લાગ્‍યા. તુર્કીની વસ્‍તુના પણ બહિષ્‍કાર થવા લાગ્‍યા. વ્‍યાપાર જગતે પણ તુર્કી સાથેના સોદા રદ્‌ કર્યા. આ બધું સ્‍વયંભૂ હતું બાદમાં ભારત સરકારે પણ તુર્કીનો વિરોધ કર્યો.

વગર લડાઇએ તુર્કી બેન્‍ડ વળવા લાગ્‍યું.ં ૨૦૨૪માં સાડા ત્રણ લાખ ભારતીયોએ તુર્કીનો પ્રવાસ કર્યો હતો. તુર્કીના અર્થતંત્રમાં ભારત મહત્‍વની ભૂમિકા ભજવે છે.

તુર્કી પ્રવાસો રદ્‌ થવા લાગતા તુર્કીના પર્યટન મંત્રાલયે સત્તાવાર પોસ્‍ટ રજૂ કરી કે અમે ભારતીય પ્રવાસીઓનું સ્‍વાગત કરવા આતુર છીએ. ભારતીઓની સલામતી અને તેને આરામ - આનંદ મળે તે માટે વિશેષ વ્‍યવસ્‍થા કરી છે. આ પોસ્‍ટ સ્‍પષ્‍ટ દર્શાવે છે કે, તુર્કીને દોઢું થવું ભારે પડયું છે.

થોડો ભુતકાળ યાદ કરો માલદીવ ભારત સામે દોઢું થયું ત્‍યારે ભારતીયોએ સ્‍વયંભૂ જ માલદીવ ને બેન્‍ડ લાવી દીધું હતું. આ ભારતીય નાગરિકોની તાકાત છે. શસ્‍ત્ર કે સર્જિકલ સ્‍ટ્રાઇક વગર પણ દેશના દુશ્‍મનોને પાડી દે છે.

જો કે ગુજરાત જેવા રાજયોમાં દમ વગરની નેતાગીરીના કારણે લોકોનું નાગરિકત્‍વ  જાગૃત થતું નથી. ગુજરાતીઓ શ્રીનગરમાં શકિત દેખાડે છે, પણ ગુજરાતમાં જ તેમનું કંઇ ઉપજતું નથી. (૩.૨)

(11:32 AM IST)