<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

કાશ્‍મીરી ગાણા છોડો, POKની પોક મૂકો!

કાશ્‍મીર લેવા નીકળેલું પાકિસ્‍તાન હવે પોક બચાવવા ઊજાગરા કરે છે..

ઓપરેશન સિંદૂરે અનેક સમીકરણો ઉથલપાથલ કરી દીધા છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પના મગજના રસાયણો પણ ગોટે ચઢાવી દીધા છે. જગત જમાદાર દરરોજ વિચિત્ર નિવેદનો કરીને હાસ્‍યાસ્‍પદ બની રહયા છે. એશિયા ખંડમાં ભારત ચીન સામે મજબૂત બનીને ઉભર્યુ છે.

મહત્‍વનું પરિવર્તન એ પણ આવ્‍યું છે કે, પાકિસ્‍તાન વર્ષોથી જમ્‍મુ-કાશ્‍મીર પર કબજો જમાવવાના સપના જુએ છે. વર્ષોથી આંતરાષ્‍ટ્રીય મંચ પર કાશ્‍મીરનો મુદ્‌ો ઉઠાવીને ભારતને પરેશાન કરતું રહયું છે. કાશ્‍મીરમાં આતંકવાદથી માંડીને રાજકીય-સામાજિક સળી કરવામાં પણ પાકિસ્‍તાન અગ્રેસર રહયું છે.

કાશ્‍મીર મામલે પાકિસ્‍તાને મોટી માત્રામાં રકત વહાવ્‍યું છે. પાકિસ્‍તાનની આવી હરકતો ભારત માટે માથાનો દુઃખાવો બની ગઇ હતી. ભારત આ સામે નિવેદનો કરતું હતું, પણ આંતરરાષ્‍ટ્રીય મંચ પર પાકિસ્‍તાને કાશ્‍મીરને ભારતની દુઃખતી નસ બનાવી દીધું હતું. કાશ્‍મીર મામલે ઇસ્‍લામિક રાષ્‍ટ્રો પાસેથી સહાય મેળવીને પાકિસ્‍તાન આતંકી પ્રવૃતિઓ પાછળ ખર્ચ કરતું હતું.

કાશ્‍મીર પડાવી લેવાના સપના જોતું પાકિસ્‍તાન ઓપરેશન સિંદૂર બાદ ખૂબ પરેશાન જોવા મળે છે. ભારતે સ્‍પષ્‍ટ વલણ રજૂ કર્યુ છે કે, POK   એટલે કે, પાકિસ્‍તાનના કબ્‍જામાં રહેલું કાશ્‍મીર પરત આપો. મંત્રણામાં આ મુદે જ વાત થશે.

ભારતીય મિસાઇલોએ કરેલા તાંડવમાં પાકિસ્‍તાનની શકિત મપાઇ ગઇ છે. બીજી તરફ ભારતે સિંધુનું પાણી અટકાવીને પાકિસ્‍તાનનું ગળું રૂં઼ધી દીધું છે. રોજબરોજના વ્‍યાપાર સંબંધ પણ સ્‍થગિત થઇ ગયો છે. આ સ્‍થિતિમાં ભારત પીઓકેની માંગણી કરીને પાકિસ્‍તાનની ઊંઘહરામ કરી દીધી છે.

પાકિસ્‍તાનની શરીફ સરકાર કઠપૂતળી માત્ર છે. પાકિસ્‍તાની સૈન્‍ય અને ખાસ કરીને મુનિર મહત્‍વની ભૂમિકા ભજવે છે. આ મુનિર પાસે ભારતીય મિસાઇલ અને ડ્રોન મારાને રોકવાની કઇ રણનીતિ કે શકિત ન હતી. હવે ભારતે રાજદ્વારી રણનીતિ ઓપન કરી છે. આવી રણનીતિમાં મોદી સરકારની મહારત છે. સમગ્ર મુદ્‌ો રોમાંચક બની ગયો છે. નોંધવા જેવી એક બાબત એ પણ છે કે, ઓપરેશન સિંદૂરમાં આતંકીઓના ફૂરચા ઉડયા બાદ આઘાતમાં  સરી પડેલા ત્રાસવાદી સંગઠનો હવે મુનિર પાસે આકરા પગલાની અપેક્ષા રાખે છે.

પાકિસ્‍તાનમાં આંતરિક ગુંચવણ એટલી બધી વધી ગઇ છે કે, અંદરો અંદર યુધ્‍ધ ફાટી નીકળે તેવી સંભાવના પણ છે. શકયતા એવી પણ છે કે, મુનિર ખુદ સરકારની ખુરશી પર ચઢી જાય તેવું પણ બને. પાકિસ્‍તાન માટે આ નવું નથી. નવું એ છે કે, ભારત હવે પીઓકે પર ફોકસ કરી રહયું છે. સ્‍થિતિ એવી છે કે, ભારત ધારે ત્‍યારે પીઓકે પર કબજો કરી શકે છે.

માહોલ ગજબનો રચાયો છે. મોદી સરકારે નિર્ણાયક પ્રહાર કરીને ઇતિહાસ સર્જી દેવો જોઇએ.

(10:58 AM IST)