News of Thursday, 22nd May 2025
વિપક્ષની મિસાઇલ ગોટે ચઢી!
રાહુલે ટેવ મુજબ ઓપરેશન સિંદૂર પર સવાલો સર્જયા ખુદ કોંગ્રેસ અને વિપક્ષમાં રાહુલ વિરોધી સૂર
પાકિસ્તાનની વૃતિ-પ્રવૃતિને ઉઘાડી પાડવા ભારતે રાજદ્વારી મોરચો ખોલ્યો છે. સાત ડેલીગેશન વિશ્વભરમાં જઇને પાકિસ્તાન નાલાયક હોવાના પૂરાવા આપે છે. મોદી સરકારે તમામ મોરચે પાકિસ્તાનને પાડી દેવાની રણનીતિ ઘડી છે. આ રણનિતી પ્રમાણે તીવ્રતાથી સરકાર સક્રિય છે. નોંધવા જેવી બાબત એ પણ છે કે ભારતમાં ઓપરેશન સિંદૂર અંગે ધમધોકાર પ્રચાર ચાલી રહયો છે. પાકિસ્તાન પર હુમલા કરાયા તેની રસપ્રદ વિગતો દરરોજ જાહેર થઇ રહી છે.
ભારતે રીતસર પરાક્રમ જ કર્યુ છે. ઇતિહાસમાં પ્રથમ વખત એક ત્રાસવાદી હુમલાના બદલામાં ભારતે મિસાઇલ મારો કરીને પાકિસ્તાનમાં ખેદાન મેદાન કરી નાખ્યું છે. આ સામાન્ય બાબત નથી, ભારતના બદલાતા મિજાજની ઝલક છે.
ભારતે ટેકનોલોજી અને સૈન્ય શકિતનું પ્રદર્શન કર્યુ છે. આ બધું જ રાજકીય ઇચ્છાશકિતના કારણે શકય બન્યું છે. આ મુદો રાજકીય તટસ્થ બનીને ચિંતન કરવા જેવો છે. પરાક્રમી સતાધીશને પરાક્રમનું ગોૈરવ લેવાનો અધિકાર હોય જ. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરથી ભારતમાં લોકપ્રવાહ પણ રાષ્ટ્ર ગોૈરવ અનુભવે છે.
આ સમયે વિપક્ષની મિસાઇલ ગોટે ચઢી છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે, આ પક્ષનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધીે છે. રાહુલે ઓપરેશન સિંદૂર સામે સવાલો સર્જીને પક્ષ માટે ધર્મ સંકટ સર્જયુ છે. રાહુલને પ્રવાહથી વિપરિત ચાલીને વિલન બનવાની ટેવ છે, જે સિંદૂરમાં પણ જળવાઇ રહી છે. ભારતે કરેલા પરાક્રમોનું ગોૈરવ લેવાને બદલે પાકિસ્તાને ભારતને કરેલા નુકસાનની માહિતી રાહુલ માંગી રહયા છે.
રાજનેૈતિક વિરોધ બરાબર છે, પણ રાષ્ટ્રીય અને રાજકીય બાબતોનો તફાવત રાહુલને સમજાતો નથી. જો કે શશિ થરૂર, મનિષ તિવારી જેવા કોંગી નેતાઓએ રાહુલના વિરોધને ખંડન કરતા નિવેદનો આપ્યા છે. થરૂરે તો સરકાર તરફી પ્રચાર શરૂ કર્યો છે. આ બાબત દર્શાવે છે કે કોંગ્રેસ રાહુલના કાબૂમાં નથી આ ઉપરાંત શરદ પવારથી માંડીને અનેક વિપક્ષી નેતાઓએ રાહુલના દૃષ્ટિકોણનો વિરોધ કર્યો છે.
રામમંદિર, ત્રણ તલાક, કલમ-૩૭૦ વગેરે જેવા મુદાઓ દ્વારા રાષ્ટ્રીય પ્રવાહ સર્જાયો ત્યારે પણ રાહુલ વીપરિત દૃષ્ટિકોણથી કાર્યો કર્યા હતા. ઓપરેશન સિંદૂરમાં પણ સરકારને પાડી દેવાની લ્હાયમાં રાહુલ જાણ્યે-અજાણ્યે પાકિસ્તાન તરફી બની રહયા છે. આવા સંવેદનશીલ મુદ્ામાં વિપક્ષે સલુકાઇ દાખવીને મુદ્ો લોકમાનસમાંથી અલોપ કરવાની રણનીતિ અપનાવવી જોઇએ, પરંતુ રાહુલની મિસાઇલ કોંગ્રેસ અને વિપક્ષના અહિત કરનારી સાબિત થઇ રહી છે.
રાહુલની ઉમર વધે છે, પણ રાજકીય કે રાષ્ટ્રીય સમજ વધતી નથી, આ બાબત શાસક માટે વરદાન જેવી સાબિત થાય છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
