<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ટ્રમ્‍પે સુધાર્યુ સફરજન!

પાકિસ્‍તાનના પ્રાણાયામ પ્રયોગ!: ભારતની વધતી તાકાત બધાને ખટકી

માત્ર ૧૫ વર્ષ પહેલાનું  ભારત જુઓ. નબળું-બિમાર-ગરીબ-અશિક્ષિત ભારત હોવાની છાપ વિશ્વમાં હતી. સતત ત્રાસવાદી હુમલા થતા હતા. હુમલા બાદ ભારત સરકાર અમેરિકાને ફરિયાદ કરતી હતી. અમેરિકા મંત્રણા કરવાનો આદેશ આપતું હતું. ભારત મંત્રણા કરવા લાગતું હતું.

આજનું ભારત ત્રાસવાદી હુમલાના બદલામાં મિસાઇલમારો કરીને પાકિસ્‍તાનના ડુચ્‍ચા બોલાવી દે છે. ભારત સ્‍વમાની શકિતશાળી ભારત બધાને ખટકવા લાગ્‍યું છે. જગત જમાદાર ગણાતા અમેરિકાના રાષ્‍ટ્રપતિ પણ ભારત સામે સફરજન સુધારવા વ્‍યસ્‍ત બની ગયા છે.

અમેરિકા આર્થિક તાકાત ગણાય છે, પણ ભારતથી પરેશાન થઇને ધંધો કરવા ધમકી આપવા લાગ્‍યા છે. એપલ કંપનીને ધમકી આપી છે કે, એપલ ભારતમાં પ્રોડકશન કરશે તો અમેરિકામાં ટેરીફ લગાવવામાં આવશે.

અમેરિકા જેવા દેશ માટે ધંધો કરવા ધમકી આપવી પડે અને ભારત  સાથે ધંધો બંધ કરવા કરગરવું પડે એ સામાન્‍ય બાબત નથી. એપલ જેવી બ્રાન્‍ડ અમેરિકાને બદલે ભારત આવે તો અમેરિકાએ પોતાની વ્‍યવસાયી નીતિ અંગે ચિંતન કરવું જોઇએ.

અમેરિકાની ખરડાઇ રહેલી ઇમેજ અંગે વિચારણા કરવી જોઇએ. ધમકી આપીને ધંધો કરવો એ ગુંડાનું કામ ગણાય. જગત જમાદાર ટ્રમ્‍પે એપલનું સફરજન સુધારવા મજબૂર થવું પડે એ તેમના પતનની નિશાની છે.

વ્‍યવસાયમાં અમેરિકા ભારતની ઇર્ષ્‍યા કરે એ ભારતની તાકાતનો પરચો નથી? અમેરિકા તો ખૂબ દૂર છે. પડોશી પાકિસ્‍તાન પણ ભારતની તાકાત જોઇને વિચિત્ર હરકતો કરવા લાગ્‍યું છે. પ્રાણાયામ જેવા પ્રયોગો કરતું અને કરાવતું હોય તેમ લાગે છે.

પાકિસ્‍તાનના એક લશ્‍કરી અધિકારીએ ગઇકાલે કહયું કે, ભારત દ્વારા પાકિસ્‍તાન આવતું પાણી અટકાવવામાં આવશે તો ભારતના શ્વાસ રૂંધી દેવામાં આવશે. વાસ્‍તવિકતા એ છે કે, પાકિસ્‍તાનના ખુદના શ્વાસ રૂંધાઇ ગયા છે.

શ્વાસ અટકાવવો એ પ્રાણાયામના કુંભક-રેચનક પ્રયોગો છે. પાકિસ્‍તાન યોૈગિક ર્સંસ્‍કૃતિ તરફ ઢળી રહયું હોય તેમ નથી લાગતું? હકીકત એ છે કે, ઓપરેશન સિંદૂર પહેલા જ ભારતે પાકિસ્‍તાન તરફ જતું પાણી રોકી દીધું છે. શ્વાસ રૂંધવાની વાતો કરનાર પાકિસ્‍તાની સૈન્‍યના સિંદૂરમાં ડુચ્‍ચા બોલાવી દીધા છે. પાકિસ્‍તાન હજુ સુધી કંઇ ઉકાળી શકયું નથી.

ભારતની વધી રહેલી તાકાતથી પાકિસ્‍તાનથી માંડીને અમેરિકા સુધીના પરેશાન છે. આશ્‍ચર્ય એ છે કે , ભારતમાં જ વિપક્ષ આ અંગે સબૂત માંગી રહયો છે. પાકિસ્‍તાન- અમેરિકાની જેમ ભારતનો વિપક્ષ પણ ખુદની આબરુની બેલેન્‍સ ઓછી કરી રહયો છે.

વિપક્ષ સિંદુર જેવા મુદે હાથે કરીને વિલન બની રહયો છે. ભાજપ માટે આ શુભ સંકેત છે. મોદિત્‍વને મજબૂત કરવા માટે સૌથી વધારે મહેનત રાહુલ કરે છે.

(12:17 PM IST)