<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

કહતા હૈ જોકર સારા જમાના..

પાકિસ્‍તાની સૈન્‍ય વૈશ્‍વિક ડાગલોઃ સિંદૂરથી ભારતના ઓવૈસીઓની આભા સુધરી

 પાકિસ્‍તાની સૈન્‍યના વડા અને પોતાની જાતે જ ફિલ્‍ડમાર્શલ બની બેઠેલા અસીમ મુનિરને વેૈશ્વિક મજાક ચાલી રહી છે. ભારતના સાંસદ અસરુદીન ઓવૈસીએ મુનીરને જોકર કહયા છે.

અસરુદીન ઓવૈસી મોદી વિરોધી રાજકીય શકિત ગણાય છે. દેશભરમાં મોદી-ભાજપ-સંઘ વિરોધી ધમધોકાર પ્રચાર કરે છે. ઓવૈસી પર આરોપ છે કે, આ નેતા કોમવાદી રાજનીતિને ઉત્તેજન આપે છે. જો કે, ઘણા એવું પણ માને છે કે, ઓવૈસી પડદા પાછળ ભાજપને ફાયદો કરાવવાના ખેલ ખેલે છે.

જે હોય તે પરંતુ ઓવેૈસી લઘુમતી મતદારોને ફોકસ કરીને પોતાની રાજનીતિની દુકાની ચલાવે છે એ સ્‍પષ્‍ટ વાત છે. આ કારણે ઓવૈસીની આભા લીલારંગની બની ગઇ છે.  ઘણા લોકો ઓવૈસીને રાષ્‍ટ્રનું અહિત કરનારા નેતા માનતા હતા. પરોક્ષરૂપે ઓવૈસી પાકિસ્‍તાન તરફી હોવાનો પ્રચાર પણ થતો હતો.

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે અતિ આક્રમક વલણ દાખવી ને ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્‍તાનમાં ખાનાખરાબી સર્જી દીધી હતી. આ ઓપરેશન અંતર્ગત ભારતમાં જબ્‍બર માહોલ બન્‍યો છે. રાષ્‍ટ્રવાદની હવા ઉઠી છે. અનેક લોકો- નેતાઓએ રાષ્‍ટ્રવાદી બનવા મજબૂર થવું પડયું છે. આ નેતાઓમાં ઓવૈસી અગ્રેસર છે. મોદી- ભાજપ- સંઘની વિરૂધ્‍ધ સતત ભાષણો આપનારા ઓવૈસી પહેલગામ હુમલા બાદ સતત પાકિસ્‍તાન વિરૂધ્‍ધ ભાષણો આપી રહયા છે.

ઓપરેશન સિંદૂર કાર્યવાહી બાદ ભારત હાલ રાજદ્વારી જંગ ખેલે છે. ભારત સરકારે સાત ટીમોની રચના કરી છે, જે વિવિધ દેશોમાં જઇને પાકિસ્‍તાનની કરતૂતો ખુલ્લી કરે છે. આ ટીમમાં એક ટીમ અસરુદીન ઓવૈસીની પણ છે. ઓવૈસી વિદેશમાં પાકિસ્‍તાનને ઉઘાડું પાડે છે.

આ અભિયાન અંતર્ગત ઓવૈસીએ પાકિસ્‍તાની સૈન્‍યના વડા-ફિલ્‍ડ માર્શલ અસીમ મુનિરને જોકર ગણાવીને મજાક ઉડાવી છે. આ સામાન્‍ય બાબત નથી. હકીકત એ છે કે, ભારત- પાક. વચ્‍ચે તનાવ થાય ત્‍યારે પાકિસ્‍તાન ભારતની લઘુમતી વસ્‍તીને ઉશ્‍કેરીને ભારતમાં ગૃહયુધ્‍ધ થાય તેવા પ્રચારો કરે છે. અને આ પ્રયોગમાં ઘણીવાર સફળ પણ બન્‍યુ છે. હવે પરિસ્‍થિતિમાં ધરખમ પરિવર્તન આવ્‍યું છે.

ભારત સરકારના આક્રમક મિજાજનો પરચો માત્ર પાકિસ્‍તાનને જ નહિ, પાકિસ્‍તાન પ્રેમીઓને પણ મળી ગયો છે. મન થી કે કમનથી ભારત ભકત બનવા મજબૂર બન્‍યા છે. ભારતના આંતરિક માહોલનો આ બદલાવ પાકિસ્‍તાનની તાકાત ઓછી કરે છે.

ભારત પાક. તનાવની સ્‍થિતિમાં કાશ્‍મીરી અબ્‍દુલાઓ અને મુફતીઓ પાકિસ્‍તાન તરફી ગાણા ગાતા હતા. આ ઉપરાંત ભારતના અનેક રાજકીય- ધાર્મિક જીવડાઓ પાકિસ્‍તાન તરફી બની જતા હતા. આ બધા હવે પોતાને ભારત ભકત સાબિત કરવા ધંધે લાગ્‍યા છે. મુનીરને ઓવૈસી જોકર કહે એ પાકિસ્‍તાન માટે મોટો ઝટકો છે. આ છેલ્લા વાકય અંગે ચિંતન કરજો.

(10:58 AM IST)