News of Tuesday, 3rd June 2025
વગર પાણીએ તણાઇ ગયા!
સિંધુ જલ માટે લોહીની નદી વહાવવાની વાતો કરતું પાકિસ્તાન મંત્રણા માટે આજીજી કરવા લાગ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મગજના કેમિકલ ગોટે ચઢી ગયા હોય તેમ નથી લાગતું? તેઓના આડેધડ નિવેદનોના કારણે અમેરિકા હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ રહયું છે. ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેનને નિવેદનોમાં ગુજરાવી દઇને કહયું કે, બાઇડેનનું કલોન કામ કરે છે!
તીવ્ર ગરમીમાં મગજ કામ કરતું બંધ થઇ જાય, પણ ભારતમાં ગરમી પડે અને અમેરિકામાં ટ્રમ્પનું મગજ ગોટે ચઢી જાય તેવું કેમ બને? ટ્રમ્પના મુદે આવુ બન્યું છે!
ગરમીની તીવ્ર અસર અમેરિકા કરતા પાકિસ્તાનને વધારે લાગી રહી છે. ૪૫ ડીગ્રીથી વધારે તાપમાનમાં પાકિસ્તાન પાણી માટે તરફડિયા મારવા લાગ્યું છે. પહેલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારે આકરું પગલું ભરીને સિંધુ નદીના જલ પાકિસ્તાન જતા રોકવાનું એલાન કરી દીધું.ં
આ સમયે પાકિસ્તાને મુદ્ાની ગંભીરતા ન હતી જલ બંધ કર્યું ત્યારે પાકિસ્તાની નેતાઓ ભારતની મજાક ઉડાવતા હતા. ઘણાં તો ધમકી આપીને ભારતને કહી રહયા હતા કે, પાણી નહિ વહાવો તો લોહીની નદીઓ વહેશે. ખુદ પાકિસ્તાની વડાપ્રધાન અને સૈન્યના અધિકારીઓ પણ સતત ધમકી આપતા રહયા. હાલ શું સ્થિતિ છે? પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સિંધુ જલ મુદે મંત્રણા માટે આજીજી કરી રહયા છે.
શરીફે પાકિસ્તાનીઓને પણ વિનંતી કરી છે કે, પાણીનો જરાપણ બગાડ ન કરતા અછતના સંજોગો સર્જાયા છે. મુશ્કેલ સમયમાં સહયોગ આપજો. પાકિસ્તાનનો ૭૦ થી ૮૦ ટકા વિસ્તાર સિંધુજલ આધારિત છે. કૃષિ-ઉધોગો તથા પીવાના પાણી માટે ભારતથી વહેતું જલ જીવાદોરી જેવું હતું.
હાલ પાકિસ્તાન વગર પાણીએ તણાઇ ગયું છે પાણીના સોર્સ તૂટવા લાગ્યા છે. કૃષિ ક્ષેત્રે હાલ ખરીફ પાક વાવેતરનો સમય છે. સિંધુ જલના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારોની ખેતી સમૃધ્ધ હતી. પીવાના પાણીના ફાંફા પડી રહયા છે ત્યારે કૃષિ ક્ષેત્રે તો ધબાઇ નમઃ થઇ જશે. ભયાવહ સ્થિતિ પાકિસ્તાનને નજર સામે આવી ગઇ છે. આ કારણે શરીફ આજીજી કરવા લાગ્યા છે. ભારતે સ્પષ્ટ કહયું છે કે, મંત્રણા માત્ર POK માટે જ શકય છે.
પાકિસ્તાન બરાબરનું ફસાયુ છે હજુ એક ખતરાનો અંદાજ તેમને નથી. ભારતમાં અતિ ભારે વરસાદ શરૂ થશે ત્યારે વગર ચેતવણીએ પાકિસ્તાનમાં પાણી વહાવાનું શરૂ કરશે. આ સમયે તરસે મરતું પાકિસ્તાન ચોમાસામાં ઘોડાપુરમાં ગળાડુબ થશે.
પાકિસ્તાન માટે પાણી મુદ્ો સૌથી ઘાતક હથિયાર સાબિત થઇ રહયો છે. મોદી સરકારની જલ રણનીતિને સલામ.. બે જ વિકલ્પ છે, તરસે મરો અથવા ડુબી મરો!
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
