<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

બ્રેક મારો ટોલટેકસ ને

જે તે માર્ગ પરના ટોલ ટેકસનો ટાર્ગેટ નક્કી કરીને તે વસુલાય ગયા બાદ રોડ ટેકસ ફ્રી થવા જોઇએ

કેન્‍દ્રિય પ્રધાનોમાં નીતિન ગડકરી  સોશિયલ મીડિયા થકી સોૈથી વધારે બ્રાન્‍ડિંગ કરી રહયા છે. તેઓ ખુદને બોૈધ્‍ધિક-સ્‍માર્ટ અને લોકહિત કરતા નેતા સાબિત કરવા ઊંધા માથે થાય છે. બે-પાંચ રોડ બનાવીને પોતાની જાત ને મહાન સાબિત કરી રહયા છે.

 સમગ્ર ભારતના રાષ્‍ટ્રીય ધોરીમાર્ગના ટોલટેકસનું તંત્ર નીતિન ગડકરીની અંડરમાં  આવે છે. ટોલટેકસ વસુલવા દર બે-ચાર મહિને નવી સ્‍કીમ- નવી સિસ્‍ટમ્‍સ અમલમાં મૂકે છે. વારંવાર નીતિ વિષયક પરિવર્તન થાય છે. એ દર્શાવે છે કે, નીતિન ગડકરીમાં દીર્ધદૃષ્‍ટિનો અભાવ છે. ખુદની દશા જ વીવરિંગ જેવી છે.

ગડકરીએ ગઇકાલે ટોલટેકસ અંગે વર્ષે રૂા.૩૦૦૦ (૨૦૦ ટ્રીપ) ની સ્‍કીમ રજૂ કરી. આ ઘોષણાને ગડકરી ખુદ ક્રાંતિકારી છે કે ભાંતિક્રારી એ તો અમલ થાય ત્‍યારે જ ખબર પડશે.

જો કે દૃષ્‍ટિકોણ બદલીને ભારતીયોએ વિચાર કરવો જોઇએ માર્ગોના નિર્માણ કરવા એ સરકારનો લોકો પર ઉપકાર નથી. આ તેમની ફરજ છે. માર્ગો બનાવવાનો ખર્ચ લોકોએ ભરેલા ટેકસમાંથી કાઢવાનો હોય છે. આશ્‍ચર્ય છે કે, લોકો ના ખર્ચે બનતા માર્ગોનો ખર્ચ પણ ફરીથી લોકો પાસેથી જ વસુલવામાં આવે છે. ટોલટેકસની સિસ્‍ટમ્‍સ કેવી બની ગઇ? સરકાર એકવાર માર્ગ બનાવે છે અને આજીવન વસુલાત કરે છે. આ બાબત હળાહળ અન્‍યાય છે. એક રોડ બનાવવા રૂા. ૧૦૦ કરોડ ખર્ચાયા હોય તો વ્‍યાજ સાથે રૂા. ૧.૫૦ કરોડ વસુલીને એ રોડ ને ટેકસ ફ્રી જાહેર કેમ નથી કરાતો?

જે તે માર્ગના ટોલટેકસના ઉઘરાણાના ટાર્ગેટ કેમ નક્કી નથી થતા? સરકાર ટોલટેકસના નામે લોકોને ખુલ્લેઆમ મુરખ બનાવે છે. માર્ગો ભાંગેલા-તૂટલા હોય તો પણ ટોલટેકસના તોતીંગ ઉઘરાણા દેશભરમાં ચાલુ જ રહે છે.

સરકાર રોડ બનાવવાની સેવા કરે છે કે, માર્ગો નિર્માણના ધીકતા ધંધા શરૂ કર્યા છે? આશ્‍ચર્ય છે કે, સવા અબજની વસ્‍તીમાંથી કોઇ સરકાર સામે અવાજ ઉઠાવતા નથી. ગડકરીનું તંત્ર ખુલ્લેઆમ લૂંટફાટ કરે છે. છતા સોશિયલ મીડિયાના બબૂચકો તેના ફેન બનીને તેમને ચગાવતા રહે છે.

રૂા. ૩૦૦૦ ની સ્‍ક્રીમ લોન્‍ચ કરી તે ભારતીયો પર ઉપકાર કરતા હોય તેવો ભાવ ગડકરીના ચહેરા પર તરવરતા હતા. આ જીવન ઉઘરાણા ફરજિયાત બનાવવા નીતિ ન ગણાય?

ભારતીયો સહન કરતા રહેશે ત્‍યાં સુધી ગડકરી જેવા તેમને લૂટીને પોતાને મહાન સાબિત કરતા રહેશે. આવા નેતાઓ સામે દેશભરમાંથી તીવ્ર લડત ઉઠવી જોઇએ. દરેક માર્ગો પર ટોલટેકસનો ટાર્ગેટ નક્કી થવો જોઇએ અને માર્ગ તૂટેલો હોય તો ટેકસ પણ કેન્‍સલ થવો જોઇએ.

(11:14 AM IST)