હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક તાંડવોત્સવઃ તાકાતના પારખા
ઈરાન પર અમેરિકા ત્રાટકયું: રશિયા-ચીન સક્રિય બનશે તો ભારત માટે અલિપ્ત રહેવું કઠીન બનશેઃ સિંદુરનો રંગ નીખારવાની તક..
હિંસા શ્રેષ્ઠ વિકલ્પ નથી, યુદ્ધ પણ ટળે ત્યાં સુધી ટાળવું જોઈએ.સનાતન પરંપરા પ્રમાણે સમસ્ત માનવજાત અને વૈશ્વિક કલ્યાણ માટે યુદ્ધ ખેલવું એ પાપ નહિ, પુણ્ય છે.ગઈકાલે અમેરિકા ઈરાન પર ત્રાટકયું, ઈરાનને ખેદાન-મેદાન કર્યું, તેમાં વૈશ્વિક કલ્યાણનો ભાવ હતો કે નહિ એ સંશોધનનો વિષય છે.
ઈરાન-ઈઝરાઈલ યુદ્ધ સપ્તાહથી ચાલે છે.જેમાં અમેરિકા અચાનક સામેલ થયું. હવે વર્ચસ્વનો ટકરાવ શરૂ થવાની સંભાવના વધી ગઈ છે.અમેરિકાએ આક્રમણ કરતા વિશ્વભરમાંથી પડઘા પડ્યા છે.રશિયા-ચીનના પણ હિતો જોખમાયા છે.શકયતા એવી છે કે વિશ્વયુદ્ધ શરુ થઈ શકે છે.વૈશ્વિક તાંડવોત્સવ મંડાઈ શકે છે.
આ સ્થિતિમાં ભારત માટે અલિપ્ત રહેવું કે તટસ્થ રહેવું મુશ્કેલ બનશે.યુદ્ધ થોપી દેવામાં આવે તો લડી લેવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. તૈયારી હોય કે ન હોય, લડવું અનિવાર્ય બને છે. જો કે તાજેતરમાં મોદીજીએ સ્પષ્ટ કરી દીધું હતું કે ઓપરેશન સિંદુર ચાલું જ છે.આનો અર્થ એ થાય કે કાંકરીચાળાનો જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર-એલર્ટ છે.
ઈરાન પર હુમલા પહેલા અમેરિકાએ પાકિસ્તાનને પોતાનું પ્યાદુ બનાવી દીધું હતું.પાક.ના લશ્કરી વડા મુનીરને અમેરિકા બોલાવીને મુજરા કરાવ્યા હતા.અમેરિકાએ પાકિસ્તાનને પટાવી લઈને વૈશ્વિક ઈસ્લામિક તાકાતને કમજોર કરી દીઘી હતી. અમેરિકા માટે આ રણનીતિ જરુરી હતી.પાકિસ્તાનનો કોઈ ભાવ પૂછતું ન હતું, તેમના માટે જે મળ્યું તે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
આ સમીકરણો ભારત માટે પ્રતિકુળ બની શકે છે. વિશ્વમાં અછૂત જેવા બની ગયેલા પાકિસ્તાનને માનપાન મળતા તે હવામાં ઉડવા લાગશે. મુનીર સામે પાકિસ્તાનમાં અને ઇસ્લામિક જગતમાં આક્રોશ ફેલાયો છે.આ કારણે મુનીર ભારતને સળી કરીને માહોલને પોતાની તરફ કરવા પ્રયાસ કરી શકે છે.
ભારતે પણ તકનો લાભ લેવો જોઈએ.ઓપરેશન સિંદુર ચાલું જ છે, દુનિયા ઈઝરાઈલ-ઈરાન-અમેરિકા-રશિયા-ચીનમાં ઉલજી છે.દરેક દેશ ખુદના વલણ-સેટિંગમાં વ્યસ્ત છે.દુનિયાભરમાં અશાંતિનો માહોલ છે.આ સમયે ભારતે પાકિસ્તાન નામના દુખાવાનો નિર્ણાયક ઇલાજ કરીને સિંદુરનો કલર નીખારવો જોઈએ.
આ કાર્ય સરળ નથી,પણ સરળતાથી ઈતિહાસ રચાતો નથી.ભારતે પોતાના શસ્ત્રોની પરખ તાજેતરમાં જ પાકિસ્તાન સામે કરી લીધી છે.રણનીતિપૂર્વક સિંદુર ગૌરવને પરિણામ સુધી લઈ જવું જોઈએ. વૈશ્વિક તનાવમાં દરેક દેશ પોતાને ઓછું નુક્સાન થાય અને ફાયદો વધારે થાય તે તરફ કદમ માંડે છે.ભારતે પણ આ દ્રષ્ટિકોણથી આગળ જવું જરુરી છે.
મોદી સરકાર રણનીતિમાં સટિક ગણાય છે.વિશ્વ તનાવ તરફ આગળ ધપી રહ્યું છે.ભારત વિશ્વની ચોથી મહા સૈન્ય શક્તિ છે.દુનિયાભરમાં નિર્ણાયક પ્રભાવ પાથરવાની ભારતને તક છે.યુદ્ધનું વૈશ્વિક તાંડવ થાય તો ભારત માટે અલિપ્ત રહેવું મુશ્કેલ છે.યુદ્ધમાં ઢસડાવવાને બદલે સટિક રણનીતિ સાથે નિર્ણાયક બનવું ફાયદામાં રહેશે.ભારતની શાંતિ દેશની મજબૂરી નથી, ભારત ધારે તો દુનિયાને ધ્રુજાવી શકે છે, તેવું સાબિત કરી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
