News of Tuesday, 1st July 2025
હોટલો શંકાસ્પદઃ ધર્મના નામે અધર્મ
સનાતની નામ, વિધર્મી સંચાલનઃ યુપી જેવી ઝૂંબેશ ગુજરાતમાં પણ જરૂરી
હોટલનું નામ- ‘‘ પંડિતજી વૈષ્ણો ઢાબા'' તેના માલિક નીકળ્યા અનવર ! ઉત્તર પ્રદેશમાં હિન્દુના નામે છેતરપીંડી કરીને વ્યવસાય કરનારાના પર્દાફાસની ઝૂંબેશ ચાલી રહી છે. કાવડયાત્રાના રૂટ પર અનેક વિધર્મીઓ સનાતની નામ રાખીને હોટલ ધમધમાવી રહયા છે. યોગી સરકારે હોટલ માલિકો અને કર્મચારીઓના નામ બરાહથી જ દેખાય તે રીતે લખવા નિયમ બનાવ્યો છે. આ નિયમ સામે કોંગ્રેસ-સમાજવાદી પક્ષે બખેડો આદર્યો છે.
સમગ્ર બાબતમાં સ્વામી યશવીર મહારાજની એન્ટ્રી થઇ અને ૫૦૦ લોકોની ટીમ બનાવીને હોટલોની અસલીયતનો પર્દાફાસ કરી રહી છે. આ જબ્બર અભિયાન ચાલી રહયું છે. સનાતનની નામ રાખીને વિધર્મીઓ હોટલ વ્યવસાયમાં હિન્દુ સમાજને રીતસર મુરખ બનાવે છે. આ કૃત્ય અધમ ગણાય. ઘણાં વિધર્મીઓ તો હોટલમાં દેવી-દેવતાઓના ફોટા પણ લગાવે છે. આ સમગ્ર પ્રકરણ દેવી અપમાન જેવું ન ગણાય?
યુપીમાં યોગીજી યુગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો નિર્ણાયક જંગ ચાલે છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું મજબૂત શાસન છે. હિન્દુત્વના નામે મત ખંખેરાય છે. હિન્દુ સમાજ મુરખ બની રહયો છે. હાઇવેથી માંડીને ગામો તથા શહેરોમાં સનાતન નામે અનેક શંકાસ્પદ હોટેલ્સ ધમધમે છે. ભાજપ-સંઘ કે હિન્દુઓના નામે હાલી નીકળેલી સંસ્થાઓના જીવ કેમ બળતા નથી?
ગુજરાતમાં હિન્દુ ભાજપનો ગુલામ બની ગયો હોય તેવી દશા થઇ ગઇ છે. માત્ર હોટલો જ નહિ, છેતરપીંડીથી ખુલ્લેઆમ લવજેહાદ ચાલે છે. ગામે-ગામ વિધર્મી ગુંડાગીરીથી માંડીને શંકાસ્પદ પ્રવતિઓ ચાલે છે. સરકાર ને માત્ર ચુંટણી વખતે જ હિન્દુત્વ યાદ આવે છે. બાદમાં હર્ષભાઇઓ વિધર્મીઓ સામે મુજરા કરવા લાગે છે.
વંદે માતરમનો વિરોધ કરનારા વિધર્મીઓ નવરાત્રી આયોજનોમાં ઘુસી જઇને ખેલ નાખે છે. છતાં ગુજરાતના ભાજપી નેતાઓ કંઇ બોલતા નથી.
ગુજરાતમાં વિધર્મીઓ કરતા ભાજપીઓ અને હિન્દુવાદીઓ હિન્દુ સમાજ ને વધારે મૂરખ બનાવતા હોય તેમ નથી લાગતું?
યુપીમાં યશવીર મહારાજ પર્દાફાસ કરવા નીકળી પડયા. ગુજરાતમાં સાધુ-મહાત્મા-બાપુઓ કથા કારોની અછત નથી. ભાષણો બેફામ આપતા હોય છે. સનાતનના નામે પદ પર ગોઠવાઇ જઇને જલ્સા કરતા હોય છે. સનાતન નામે વિધર્મીઓ મૂરખ બનાવે છે. તેની સામે કોઇ મહાત્મા કેમ જંગ છેડતા નથી? યુપીની જેમ ગુજરાતમાં પણ યોગીજી સર્જાઇ શકે છે. મહાત્માઓએ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવું જરૂરી છે. ગુજરાત બરબાદ થાય છે. જાગો...
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
