<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ભાષા વિવાદ : રાજનીતિ બેફામ

રાજકારણીઓ લોકોને ઉશ્કેરીને મજબૂત થવા પ્રયાસ કરે છે : આ દિશા વેરઝેર સર્જશે


 

 વિરાટ  ભારત, વૈવિધ્યથી ભરપૂર ભારત આ આપણી  અનન્ય વિશેષતા છે. બાર ગાવે બોલી બદલાય. આ કહેવત આપણી વૈવિધ્યતાને ઉજાગર કરે છે. માત્ર બોલી જ નહિ, સંસ્કૃતિથી માંડીને જીવનશૈલી બધું જ બદલાઇ જાય છે. ભારત જેટલું ભાષાઓનું વૈવિધ્ય અન્ય દેશોમાં જોવા મળતું નથી. આ આપણું ગોૈરવ છે. તેને ભાષા સમૃધ્ધિ કહેવાય.

જો કે ગોૈરવને આફતમાં પલટાવવામાં ભારતની રાજનીતિ મશહુર છે. ભાષા વૈવિધ્ય ગોૈરવ છે તેને આફત બનાવીને રાજકીય નેતાઓ પક્ષો મજબૂત બનવા પ્રયાસ કરી રહયા છે. ભુતકાળમાં પણ આવા પ્રયાસો થયા હતા અને દુઃ ખદ એ છે કે, સફળ પણ રહયા હતા. યુગ બદલાઇ ગયો છે. પણ હજુ તામીલનાડુથી મહારાષ્ટ્ર સુધી ભાષા વિવાદથી પોષણ મેળવવા નેતા-નેતીઓ પ્રયાસ કરે છે. આવા નેતાઓને લોકોએ ફગાવી દેવાના હોય, પરંતુ આ શ્ચર્ય છે કે, લોકો પણ નેતાઓની પાછળ ઢસડાવા લાગે છે.

અંગ્રેજી ભાષા ને પ્રેમથી અપનાવનાર તામીલનાડુ હન્દીને અપનાવી શકતું નથી આ ભાષાવાદનું ઝેર અને મુરખાઇ ગણાય. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદનો ભડકો ચાલી રહયો છે.  પ્રાંતવાદ-ભાષાવાદના આધારે લોકોને ઉશ્કેરીને પોતાની રાજકીય દુકાન ો ચલાવતા રહે છે. મરાઠી ભાષા ન આવડે તેને મારમારવાની ઘટના સામે આવી છે.

ભારતમાં માતૃભાષા પ્રાંતભાષા, રાષ્ટ્રભાષા વગેરે વૈવિધ્ય છે. આ વૈવિધ્ધ સંસ્કૃતિની અમુલ્ય દેન છે. સંસ્કૃતિની અમુલ્ય દેન છે. દરેક પ્રકારની ભાષામાં ભરપૂર સાહિત્યિક ખેડાણ થયેલું હોય છે. ભાષા આપોઆપ વિકસતી નથી. લોકો તેનો પ્રયોગ કરે, ભાષા સાધના થાય ત્યારે દરેક ભાષામાં ખુદની વેૈવિધ્યતાની સુંગધ હોય છે. ધ્વનિ વિજ્ઞાનની દૃષ્ટિએ ભાષાઓ અને તેના શબ્દો અમુલ્ય ગણાય. આ કારણે ભાષાસમૃધ્ધિ જેવા શબ્દો વપરાય છે.

રાજકીય જમાત ભાષા સમૃધ્ધિને વિવાદી બનાવીને મહાપાપ કરી રહયા છે. આવા તત્વો સામે આક્રમક પગલા લેવા જોઇએ. અન્ય પ્રાંતોની જેમ ગુજરાતમાં પણ ભાષા વિવાદ આસાનીથી થઇ શકે છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા આવડવી ફરજિયાત બનાવીને અન્ય ભાષાઓ પર ત્રાસ ગુજારી શકાય છે. પણ ગુજરાત કયારેય આવા બકવાસ વિવાદમાં પડતું નથી. આ કારણે પણ રાજય સમૃધ્ધ હોઇ શકે છે.

મોદી યુગમાં રાષ્ટ્રીય રાજનીતિના સમીકરણો બદલાઇ રહયા છે. રાજનીતિમાં કર્મની વેલ્યુ તરફ ગતિ થાય છે. ભાષા વિવાદ સામે મોદીજીએ રાજકીય લાભ- નુકસાનીનો હીસાબ કર્યા વગર આક્રમક બનીને નેતાઓ પક્ષો પર ત્રાટકવું જોઇએ. ભાષા વિવાદો દેશનું કલંક ગણાય

(12:47 PM IST)