તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th July 2025
છાંગુરઃ ચશ્મા ઉતારો, ફિર દેખો યારો...
ખુલ્લેઆમ કપટી મિશનઃ હિન્દુઓ, જાગતે રહો...
તાજેતરમાં બિનસાંપ્રદાયિક શબ્દ પર કોંગ્રેસે રાષ્ટ્રીય વિવાદ સર્જયો હતો. ભારતમાં સવા અબજની વસ્તીમાં એકાદ અબજ હિન્દુઓ છે. કોઇ પણ દેશમાં બહુમતીનું જ વર્ચસ્વ હોય, એ પ્રાકૃત નિયમ છે. અન્યોએ બહુમતીને અનુકુળ રહેવું પડે એ પણ સામાન્ય બાબત છે. ભારતમાં વિચિત્ર હાલત છે. બહુમતી લઘુમતીથી ફફડતી રહે છે.
મોદી-યોગી યુગમાં થોડી હવા બદલી છે, પરંતુ ફફડાટ કે ત્રાસ ઓછો નથી થયો. ધર્માંતરણથી માંડીને લવ જેહાદ-ગુંડાગીરી બેફામ ચાલે છે. તાજેતરમાં છાંગુરબાબા કાંડ રાષ્ટ્રીયસ્તરે ચર્ચાસ્પદ બન્યો છે.
લઘુમતી સમુદાયના છાંગુરબાબાએ અકલ્પનીય આર્થિક સામ્રાજય બનાવીને ધર્માંતરણ-બહુમતી સમાજની દીકરીઓને ફસાવવાના મોટાપાયે ખેલ આદર્યા હતા. યોગી શાસનમાં છાંગુરના મહાકાય અડ્ડા ઘ્વસ્ત કરવામાં આવ્યા છે. છાંગુરબાબાના કાંડ પણ ઉઘાડા પડી રહ્યા છે.
અહેવાલો પ્રમાણે છાંગુરની ટોળકીએ હિન્દુ સમાજની લાચાર ૧પ૦૦ જેટલી મહિલાઓનું બ્રેઇનવોસ કરીને ધર્માંતરણ કરાવ્યું હતું. વિદેશી ફંડિંગથી તાગડધિન્ના ચાલતા હતા. ધર્મના નામે દુબઇથી મહારાષ્ટ્ર અને અન્ય રાજયોમાં નેટવર્ક ફેલાવ્યુ હતું. દરરોજ સનસનાટી ભરી વિગતો જાહેર થઇ રહી છે.
હાલ ભારતમાં આદિત્યનાથ યોગીજીનું શાસન સૌથી આક્રમક ગણાય છે. કોઇની સાડા બાર શખ્યા વગર યોગીજી નિર્ણાયક બનીને ત્રાટકે છે. આવા શાસનમાં પણ છાંગુર હિંમત કરે છે, એ ગજબ નથી ? અહીં વિચાર જુદો કરવાનો છે. આક્રમક યોગીજીના યુપીમાં પણ છાંગુરો ખેલ નાખતા હોય તો સાવ લોલમલોલ જેવા ગુજરાતમાં છાંગુર જેવા તત્વો શું નહિ કરતા હોય ?
તટસ્થ રહીને ગંભીરતાપૂર્વક માર્કિંગ કરજો. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષોમાં ગામે-ગામ વિધર્મી વસ્તી ફેલાઇ ગઇ છે. લવ જેહાદની ઘટનાઓ પણ વધી ગઇ છે. ક્રુર પ્રકારના ગુન્હાઓ બને છે, તેમાં આરોપીના નામો પર નજર નાખજો, વિધર્મી પરપ્રાંતીય વધારો હશે. રાજયમાં વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લગાવવો પડે છે, એ સાબિતી છે કે, ગુજરાતમાં જોખમ વધી રહયું છે.
આ સામે ગુજરાત સરકારની કોઇ રણનીતિ નથી. ગંભીરતા પણ દેખાતી નથી. આ આヘર્ય એ છે કે, આર.એસ.એસ. અને હિન્દુ સંગઠન મે પણ નિષ્ક્રીય સમાન ભાસે છે. એવું કહી શકાય કે, યુપીમાં એક છાંગુરબાબા હતો, ગુજરાતમાં નાના-મોટા છાંગુરો કદાચ ગામે ગામ હશે.
હિન્દુત્વના નામે મત લેનારા સત્તાની મોજમાં છે, જવાબદારીનું ભાન લાગતું નથી. ત્રેવડ પણ ન હોય તેમ લાગે છે. હિન્દુ પરિવારોની દશા બિચારા જેવી છે. ભાજપના ચશ્મામાંથી આવી દશા દેખાતી નથી. બહુમતી સમાજે એલર્ટ થવું પડે તેવી સ્થિતી છે. ભાજપીઓને જવાબદારીનું ભાન પણ કરાવવું પડશે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
