News of Thursday, 17th July 2025
વિચિત્ર વિકૃતિઃ નોનવેજ દૂધ!
દૂધાળા પશુને માંસાહાર આપીને દૂધનું ઉત્પાદનઃ કેમિકલિયા દૂધમાંથી છૂટકારો નથી મળ્યો ત્યાં નવું આક્રમણ
ગુજરાતમાં શ્વેત ક્રાંતિ થઇ છે, પણ ગુજરાતનું દૂધ દૂધે ધોયેલું નથી. સહકારી ડેરીથી માંડીને નાના-મોટા પશુપાલકો દ્વારા વહેતી દૂધધારામાં ભેળસેળની ફરિયાદો લગભગ દરરોજ ઉઠે છે. શાકાહારી સમુદાયના મુખ્ય આહારમાં દૂધનો સમાવેશ થાય છે, પરંતુ એ દૂધ ઝેરનો પર્યાય હોવાનું લાગ્યું છે.
આ સ્થિતિ માણસના વિકૃત મગજની ઉપજ છે. ભેળસેળ સામે નિયમો છે, મહાકાય તંત્ર છે. પણ નીચેથી ઉપર સુધી વિકૃત માનસિકતા ગોઠવાઇ ગઇ છે, તેથી કેમિકલિયા-ઝેરી દૂધનો પ્રવાહ ઓછો થતો નથી.
કેમિકલિયા દૂધમાંથી હજુ છૂટકારો નથી મળ્યો ત્યાં વિચિત્ર વિકૃતિ નજર સામે આવી. કોઇ દિવસ કલ્પના પણ ન કરી હોય તેવો શબ્દ સામે આવ્યો... નોન-વેજ દૂધ! નોનવેજથી તદ્્ન વીપરિત શબ્દ દૂધ છે, પરંતુ આ બંને શબ્દોનું ગઠબંધન થઇ જતા મહા ગડમથલ સર્જાઇ છે.
ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરારોની ચર્ચા ચાલે છે. આ ચર્ચામાં દૂધ આયાત કરવાનો મુદ્્ો જાગ્યો ત્યારે નોનવેજ મિલ્કનો પ્રશ્ન સર્જાયો. આ મામલે ભારતે અમેરિકા સામે આકરી શરતો મુકી છે. નોનવેજ દૂધની આયાત માટે ભારતે ઘસીને ના પાડી દીધી હોવાના અહેવાલો છે.
નોનવેજ દૂધ શું છે ? આ પ્રશ્નના જવાબમાં એવી વિગતો મળે છે કે, પヘમિી રાષ્ટ્રોએ ખાસ કરીને અમેરિકાએ માનસિક વિકૃતિનો વિકાસ કરીને દૂધના શાકાહારી પશુઓને ચારામાં ઘાસને બદલે નોનવેજ ચારો શરૂ કરી દીધો છે. કતલખાનામાં થતા વેસ્ટેજ-લોહીમાંથી દૂધાળા પશુઓનો આહાર બનાવ્યો છે અને એ આહાર અપાઇ રહ્યો છે. આવા પશુઓના દૂધ માટે નોનવેજ મિલ્કત શબ્દ પ્રયોગ થયો છે.
આવા દૂધની કલ્પના જ મનને ખિન્ન કરી નાખે છે. માણસની વિકૃતિનો વિકાસ વિચિત્ર સ્થિતિ સર્જી રહ્યો છે. પ્રકૃતિ સાથે ચેડા સામાન્ય બાબત નથી. શાકાહારી પશુઓને માસાહારી બનાવીને તેમાં જંગલી માનસિકતાનું સર્જન નથી થતું ? આહાર તેવો વિચાર અને વિહાર આ નિયમો માણસ સાથે દરેક જીવનને લાગુ પડે છે. નોનવેજ દૂધથી સમાજમાં જંગલી માનસિકતા પણ સર્જાઇ શકે છે.
સામાન્ય ભારતીય સામે અકલ્પનીય માહોલ બની રહ્યો છે, અત્યાર સુધી કેમિકલિયા, ઝેરી, ભેળસેળિયા દૂધની જ સમસ્યા સરકારની કૃપાથી હતી. હવે નોનવેજ દૂધ પણ સર્જાઇ ગયું છે. સનાતન પરંપરામાં ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જરસી પ્રકારની ગાયના દૂધનો ઉપયોગ કરવાની સલાહ શાષાો આપતા નથી. વિચાર તો કરો કે દેશી ગાય નોનવેજ ચારો ખાઇને દૂધ આપે તો એ દૂધ દિવ્ય-પવિત્ર ગણાય? માનવજાતની વિચિત્ર વિકૃતિએ ગજબની ગડમથલ સર્જી છે. આ સમયમાં પવિત્ર રહેવું એ જ સૌથી કઠીન સાધના બની ગઇ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
