હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મામા બનો, મોજ કરો
પેટ્રોલ પમ્પ પર દરોડાઃ લાખોની ગેરરીતિ, હજારોનો દંડઃ ગોલમાલિયા અને તંત્ર બંને નફામાં, મરો લોકોનો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૪૦ની સાલમાં થયો હતો. એક સમયે બાપુનું નેતૃત્વ આક્રમક અને તેમની ભૂમિકા ચાવીરૂપ હતી. હવે ચૂંટણી સમયે બાપુ કટાયેલી તલવાર સાથે રાજનીતિના મેદાનમાં આવે છે. જયારે મેદાનમાં આવે ત્યારે બાપુ એક મુદ્્ો વારંવાર દોહરાવે છે, ગુજરાતને દારૂબંધીમાંથી મુકત કરી દો...
ગુજરાતમાં વિપક્ષ માટે મુદ્્ાઓની અછત નથી. ગુજરાતનો વિપક્ષ લડત આપવાનું જ ભૂલી ગયો છે. તેથી નબળા શાસકોને મોજે દરિયા થઇ ગયા છે. ગુજરાતમાં લોકો ખુલ્લેઆમ-બેફામ છેતરાઇ રહ્યા છે, પણ શાસક - વિપક્ષને કંઇ પડી નથી.
ગઇકાલે ગુજરાતભરમાં ર૦૦ જેટલાં સ્થાનો પર પેટ્રોલ-પમ્પોમાં તોલમાપ ખાતાના દરોડા પડયા. આ સમાચાર આવ્યા ત્યારે ઘણાંને આヘર્ય થયું કે, તોલમાપ જેવું ખાતુ પણ ગુજરાતમાં છે. આ ખાતાની વર્ષો બાદ ઊંઘ ઉડી હશે. અને પેટ્રોલ પમ્પ પણ પોતાના ક્ષેત્રમાં આવે તેનું યાદ આવ્યું હશે. આ કારણે સામુહિક દરોડા પડયા.
અહેવાલમાં જણાવ્યું છે કે, ઘણાં પેટ્રોલ પમ્પોમાં ગેરરીતિ જોવા મળી. ગેરરીતિ અંગે દંડ ફટકારવામાં આવ્યો. પેટ્રોલ પમ્પોમાં વ્યાપક ગેરરીતિ થતી હોવાની ચર્ચા મીડિયા-સોશિયલ મીડિયામાં થતી રહે છે. ગેરરીતિ દ્વારા લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હશે. તંત્રએ પેટ્રોલ પમ્પોને હજારો રૂપિયાનો દંડ ફટકારીને વીરતાનું પરાક્રમ કરી દેખાડયું હોય તેવી પ્રસિધ્ધિ લીધી.
દરોડા બાદ તંત્ર એવી ગેરન્ટી આપી શકે છે કે, હવે ગુજરાતમાં એકપણ પેટ્રોલ પમ્પમાં ગેરરીતિ થતી નથી. આવી ગેરન્ટી માગો તો તોલમાપ ખાતાના અધિકારીઓનું બેલેન્સ બગડી જાય. કાર્યવાહી બાદ પણ પ્રશ્ન લટકતો જ રહે તેનો કોઇ મતલબ ખરો...?
લાખો રૂા. ઉસેડીને હજારો રૂપિયાનો દંડ ભરીને છટકી જવું વ્યાપારી માટે તો નફો જ ગણાય. આ નફામાંથી દંડ રૂપે થોડા રૂપિયા પડાવીને સરકાર પણ નફો કરી લે છે. આમાં નંદવાઇ જાય છે, લોકો બંને બાજુથી લૂંટાય છે. શાસક પક્ષના નેતાઓ દેકારા ખૂબ કરે છે, પરંતુ દરોડાના નામે ચાલતા નાટક સામે કંઇ બોલતા નથી.
માત્ર પેટ્રોલ પમ્પ મુદ્્ે જ નહિ. ખોરાકમાં ભેળસેળ હોય, કે અન્ય જીવલેણ ગુન્હા હોય, સરકાર દંડ ફટકારીને પ્રકરણ પૂરું કરી દે છે. લાખો રૂા. ઉસેડો, હજારોના દંડ ભરીને છટકી જાવ તેવી સ્કીમ ચાલતી હોય તેમ લાગે છે.
વિપક્ષ માટે આવા મુદ્્ા સટિક ગણાય. સરકારને ક્ષણવારમાં ઉઘાડી પાડી શકાય છે, પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને રિયલ મુદ્્ામાં રસ જ નથી. શંકરસિંહ જેવા નેતાઓ કટાઇ ગયેલી તલવાર લઇને ગુજરાતમાં દારુ પ્રતિબંધ દૂર કરવા ખેલ નાખતા રહે છે.
લોકોએ મામા બનીને મોજમાં રહે તેવી સ્થિતિ ગુજરાતમાં છે. લોકોને પણ સહન કરવાનું ફાવી ગયું છે. મામા બનો, સહન કરો, મોજમાં રહો...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
