<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

અણનમ મોદિત્વ રાજનીતિનો જાદુ

સોૈથી વધારે શાસન કરનાર નેતા બન્યા

રાજનિતિમાં સ્થાન પ્રાપ્ત કરવું કપરું છે, સ્થાન પ્રાપ્ત થયા બાદ જાળવી રાખવું અતિ કપરું છે. જાળવી રાખ્યા બાદ પણ લોકપ્રિય રહેવું લગભગ અશકય છે. કપરા,અતિ કપરા અને અશકય કાર્યો મોદીજીઍ કરી દેખાડયા છે. મોદીજીની નેતાગીરીથી સહમત હો કે ન હો, પરંતુ ઍક વાત સ્વીકારવી જ પડે કે મોદીજી શાસનના બાર વર્ષ બાદ પણ પ્રભાવી છે અને તેની આસપાસના હરીફ પણ કોઇ નથી.

આઝાદી બાદ ઇન્દિરાજી સોથી વધારે શાસન કરનાર નેતા હતા.મોદીજી સતત ૪૦૭૮ દિવસો સુધી વડાપ્રધાનપદે રહી ને અનોખુ ગોરવ સ્થાપ્યું છે. ઇન્દિરાજીને સત્તા વારસામાં મળી હતી. મોદીજીઍ સ્વતાકાતથી સત્તા મેળવી છે.

મોદીજી વિરલ વ્યકિત છે. ગુજરાતમાં ધારાસભ્ય બન્યા ઍ પૂર્વે મુખ્યમંત્રી બની ગયા હતા અને સોથી વધારે સમય મુખ્યમંત્રીપદે રહયા હતા. બાદમાં લોકસભાની ચુંટણી લડ્યા. પ્રથમ વખત સાંસદ બન્યા અને વડાપ્રધાન શપથ લીધા હતા. હજુ વડાપ્રધાનપદે છે અને કોઇ હરીફ પણ નથી.

આ તમામ ઘટનાઅો રાજકીય ચમત્કારોથી ભરપૂર ગણાય. વારસામાં સત્તા મેળવવાની પરંપરા છે. નાત-જાતના પ્રભાવમાં હોય તેવા નેતા જ આગળ વધી શકે છે. મોદીજી નાત- જાતના નેતા પણ નથી. આ સિધ્ધિઅો સામાન્ય ગણી ન શકાય.

મોદીજી માત્ર સત્તા પર જ ચીટકી નથી રહયા અસંભવ લાગતા કાર્યો કરી દેખાડયા છે. રામમંદિર, ત્રણ તલાક, કલમ-૩૭૦ વગેરે મુદ્ાને છેડવાથી પણ દેશ ભડકે બળી જતો હતો. મોદીજીઍ વટથી અને શાંતિથી સમસ્યાઅો ઉકેલી નાખી છે. આ ઉપરાંત આતંકવાદ મામલે અકલ્પનીય પરાક્રમો કરી દેખાડયા છે.

 

ભારતમાં આતંકી હુમલા થતા ત્યારે કોîગ્રેસના વડાપ્રધાનો કંઇ કરી શકતા ન હતા. પાકિસ્તાન સાથે દોસ્તી રાખવા લાચાર હતા. મોદી યુગમાં ઍરસ્ટ્રાઇક  થઇ, પહેલગામ હુમલા બાદ તો પાકિસ્તાનમાં મિસાઇલમારા કરીને હાહાકાર મચાવ્યો હતો.

આવી આક્રમક નીતિ આઝાદી બાદ પ્રથમ વખત જાવા મળી હતી. સામાન્ય રીતે નેતાનો પ્રભાવ અોસરતો હોય છે. મોદીજીનો પ્રભાવ દેશ- વિદેશમાં વધી રહયો છે. કમાલ ઍ છે કે, દેશભરના વિપક્ષો પાસે મોદીજીનો કોઇ તોડ નથી. પ્રભાવ કોને કહેવાય? દોઢ દાયકા બાદ પણ ગુજરાતમાં મોદીજીના નામે ભાજપને મત મળી રહયા છે.

મોદિત્વ સામે દેશભરમાં નારાજગી જરૂર હશે. પરંતુ લોકઆક્રોશ જેવો કોઇ માહોલ દેખાતો નથી. આ માહોલ પણ સામાન્ય ન ગણાય. મોદિત્વ ખુદ સંશોધકો માટે રિસર્ચનો વિષય બની ગયું છે.

મોદીજી ગુજરાતનું ગોરવ છે. ગુજરાતે દેશને ઐતિહાસિક નેતૃત્વ પ્રદાન કયુ* છે. જા કે ઍ બાબત સમજાતી નથી કે મજબૂત મોદીજીઍ ગુજરાતને શા માટે ફાલતુઅોના હવાલે કરી દીધું ?

(1:12 PM IST)