News of Tuesday, 29th July 2025
સિંદૂરઃ ચિદમ્બરમ ભેદભરમ...
પાકિસ્તાની ભાષા બોલીને ધરાર વિલન બનવાની હોડઃ વધુ ત્રણ સ્વાહા
ખુદ હી મર મીટને કી યે જીદ હૈ હમારી... આ ગીત ભારતના વિપક્ષી નેતાઓ ગાતા હોય તેમ લાગે છે. ઓપરેશન સિંદુર દેશનું પરાક્રમ જ છે. આતંકી હુમલાના પ્રતિકાર રૂપે ભારતે મિસાઇલ મારા કરીને આતંકીઓના ફુરચા ઉડાવીને પાકિસ્તાનમાં હાહાકાર મચાવ્યો હતો.
રાષ્ટ્રના ગૌરવ જેવા મામલામાં સવાલો ઉઠાવીને વિપક્ષ ધરાર વિલન બની રહ્યા છે. લોકસભામાં સિંદુર અંગે મેરેથોન ચર્ચા ચાલી. વિપક્ષના અમુક નેતાઓ તો પાકિસ્તાનના પ્રતિનિધિ હોય તેવા સવાલો ઉઠાવતા હતાં.
વિપક્ષ-કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચીદમ્બરમે તો હદ કરી નાખી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પહેલગામ હુમલો પાકિસ્તાને કરાવ્યો તેમ કેમ માની લેવું? દુનિયા આખીને ખ્યાલ છે કે, પાકિસ્તાન વર્ષોથી ભારતમાં ત્રાસવાદી હુમલા કરાવે છે.
યોગાનુંયોગ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલતી હતી ત્યારે જ કાશ્મીરમાં પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાની સુમરા સહિત ત્રણ આતંકીઓ હણાયા હતાં. શ્રાવણ મહિનામાં ઓપરેશન મહાદેવે તાંડવ કર્યું હતું. જવાનો પરાક્રમ કરતા હતા ત્યારે વિપક્ષો લોકસભામાં શંકા વ્યકત કરતા હતાં....
યાદ કરો, આતંકી હુમલાના બદલામાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક થઇ ત્યારે પણ વિપક્ષે સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા, જે વિપક્ષ માટે રાજકીય નુકસાન કરનારા બન્યા હતાં. આ અનુભવ પછી પણ ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાની ભાષા બોલવી એ રાજકીય આપઘાત જ ગણાય.
ચિદમ્બરમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, પણ ભેદભરમથી ભરેલા છે. કોંગ્રેસને નુકશાન કરવાની સોપારી કોંગી નેતાઓ જ ખાઇ ગયા. હોય તેમ લાગે છે. ચિદમ્બરમના નિવેદનો સાથે કોંગ્રેસ અને રાહુલ સહમત છે? આ નિવેદનો સાથે ઇન્ડિયા મોરચો સહમત છે? જો સહમત હોય તો એ રાજકીય આપઘાતનો માર્ગ છે.
ઓપરેશન સિંદૂર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની દશા ઊંદરડાએ દારૂ પીધી હોય તેવી છે. વારંવાર ચિત્ર-વિચિત્ર દાવા કરે છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ખુદ જ રદિયો આપે છે. ટ્રમ્પના કારણે અમેરિકાની દશા હાસ્યાસ્પદ બની ગઇ છે. ગજબ તો એ છે કે, વિપક્ષે ટ્રમ્પને ખખડાવવાને બદલે મોદી સરકાર પાસેથી જવાબ માંગે છે.
એક બાબત નિヘતિ છે કે, ઓપરેશન સિંદૂર પરાક્રમ છે જ અને એ પરાક્રમ મોદિત્વના નામે નોંધાયેલું છે. આ પરાક્રમનો રાજકીય લાભ પણ મળવો જ જોઇએ. ઇન્દિરા યુગમાં પાકિસ્તાનના કટકા થયા એ પણ પરાક્રમ જ હતું. તેનો રાજકીય લાભ કોંગ્રેસને મળ્યો જ હતો.
પરાક્રમોની ઇર્ષ્યા ન કરાય, પરાક્રમોને પ્રોત્સાહન મળવું જોઇએ. પરાક્રમોથી જ દેશ મજબૂત, સુરક્ષિત અને ગૌરવવંતો બને છે. પરાક્રમો સામે શંકા કરનારાને દેશના વિલન ગણીને તેને અંદર કરવા જોઇએ. ચિદમ્બરમો કોના ઇશારે નાચે છે, તેનો પર્દાફાસ કરીને ભેદભરમ ઉઘાડા પાડવા જોઇએ.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
