<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

શ્યામ તેરી બંસી પુકારે..

જન્માષ્ટમીની શુભેચ્છા: સંભવામિ યુગે-યુગેનું વચન યાદ છે ને ?

  વાસળી અને મોરપીંછ.. આ બંને પ્રતિકોઍ ૫૦૦૦ વર્ષથી લોકોને ઘેલા કર્યા છે. શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ જ આકર્ષણ થાય છે. હજારો વર્ષો બાદ પણ આકર્ષણ તીવ્ર હોય તો કલ્પના કરો કે તેનું રૂપ કેટલું મોહનીય હશે? તેની આભા કેવી આકર્ષણીય હશે? તેની ઉર્જા કેવી પાવરફૂલ હશે ? પરમતત્વનું મોહનીય શ્યામલરૂપ ઍટલે શ્રી કૃષ્ણ બ્રહ્માંડની તીવ્ર આકર્ષણ જમાવતી જાડી છે. જે ન ભૂતો ન ભવિષ્યતિ છે.
આવા પરમ મોહનીય તત્વનો પ્રાગટ્યોત્સવ ધામધુમથી ઉજવાઇ રહ્ના છે. દેવાલયોથી માંડીને લોકમેળામાં કૃષ્ણતત્વ છવાઇ ગયું છે. જન્માષ્ટમીના મંગલ અવસરે દેશ- વિદેશમાં પથરાયેલા વાચક મિત્રોને ‘અકિલા’ના ખૂબ-ખૂબ અભિનંદન. પરમાત્માની પ્રસન્નતા અને અનુભૂતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
સંભવામિ યુગે-યુગે નું વચન તેમણે આપ્યું છે. ઘણાં ભકતો કલ્કિ અવતારની રાહ જુઍ છે. ઘણાં માને છે કે, કલ્કિ અવતાર થઇ ચુકયો છે. આ મામલે તર્ક- વિતર્ક ખૂબ થઇ શકે, પરંતુ હકીકત ઍ છે કે, ક્રિષ્નતત્વ પોતાના ભકતોને ખૂબ પોકારે છે. ભકતો તેને મંદિરોમાં, હવેલીઅોમાં તથા સીરિયલોથી માંડીને સ્ટેટસમાં શોધે છે. અંદર બેસેલો શ્યામ વાસળીના મધુરસ્વર છેડીને પોકારે છે. તેની પોકાર સાંભળવાનો ભકતોને સમય કે સમજ નથી. 
ભારતને ધાર્મિકતાનો નશો ચઢ્યો છે. ધાર્મિક હોવું ખરાબ બાબત નથી. પરંતુ મગજના દરવાજા બંધ કરીને નકરું ધરમ-ધરમ કર્યે રાખીને કથાકારો- બાબાઅો- પુજારીઅો પાછળ ભાગતું રહેવું ઍ વર્તમાન ધાર્મિક પ્રવાહની મર્યાદા  છે. ક્રિષ્નતત્વ વ્યાપક છે, વિરાટ છે, વિકસે છે અને પોકારે છે. આ પોકાર માત્ર સંભળાઇ જાય તો પણ બેડો પાર થઇ જાય.
મંદિરો- હવેલીઅોમાં કે કથાકારોમાં ભાગાભાગી કરવાની અતિ પ્રવૃતિના કારણે પોકાર સંભળાતો નથી. મોટાભાગના ભકતોના ધ્યેય અલગ- અલગ હોય છે. પરમાત્માની પ્રાપ્તિનો ધ્યેય કેટલા ભકતોનો છે. ?
અંદર પ્રાપ્તિની ભૂખ જાગે તો શ્યામ ખુદ ભકતને છપ્પનભોગ પીરસવા  આતુર છે, પણ ભૂખનો જ અભાવ છે. આ કારણે શ્યામની બંસી રાધાને અને મીરાને જ સંભળાય છે. શ્યામની પ્રાપ્તિ માટે ધણી બનેલી મીરાઍ ઝેરનો કટોરો પણ ગટગટાવી લીધો હતો. આટલી દૃઢ શ્રધ્ધા ભકતમાં છે ? શ્રધ્ધા દૃઢ થાય તો ઍમની બંસીના સૂર અચુક સંભળાય. કલ્કિ અવતાર ન થયો હોય તો થાય અને થઇ ગયો હોય તો પ્રગટ થાય તેવી પ્રાર્થના સિવાય કંઇ કરવાની લાયકાત આપણી નથી. 

(10:40 AM IST)