તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કૃષ્ણ - સુદર્શન સામ-સામે ! ઉપરાષ્ટ્રપતિપદની
ચૂંટણીમાં અજીબ સંયોગઃ પરિણામ નક્કી, છતાં જંગ
અમેરિકાના જોરે ઉછળકુદ કરી રહેલા યુક્રેનની દશા કફોડી બની છે. લાંબો સમય યુધ્ધ ખેલ્યા બાદ ટ્રમ્પને નોબેલ મળે તે માટે યુધ્ધ અટકાવવું પડશે. જમીન અને આબરૂ ગુમાવવા પડશે. યુક્રેનના લોકોએ એક ટીવી કલાકારથી અંજાઇને કલાકારને પ્રેસીડેન્ટ બનાવી દીધા હતા. ઝેલેન્સ્કીએ યુધ્ધમાં પરાજિત થયા બાદ પણ તમાચો મારીને ગાલ રાતો રાખવો પડશે.
દેશ માટે નેતાગીરી ખૂબ મહત્વની સાબિત થાય છે. પાકિસ્તાનમાં નબળા નેતાના કારણે લશ્કરી વડા મુનીર દેશના સર્વેસર્વા બનીને ટ્રમ્પ સામે મુજરા કરવા લાગ્યા છે. ભારતનું નેતૃત્વ સ્ટ્રોંગ છે. ટ્રમ્પ સામે બાથ ભીડે છે. મોદીજીએ લાંબાગાળા સુધી રાજકીય મજબૂતી અને પ્રભાવ જાળવી રાખ્યો છે. આ કારણે ભાજપી ઉમેદવારોના વિજય આસાન બને છે.
હાલ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીનો ગરમાવો ચાલે છે. સંખ્યાની સ્થિતિ જોતા એન.ડી.એના કોઇપણ ઉમેદવાર આસાનીથી જીતી શકે તેમ છે. ભાજપે સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું છે.
ધારણા એવી હતી કે વિપક્ષ જંગ ટાળશે. પરંતુ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. અજીબ સંયોગ બંને ઉમેદવારોના નામમાં થયો છે. કૃષ્ણ અને સુદર્શન સામ-સામા લડવાના છે! ભગવાન શ્રી કૃષ્ણની તાકાત સુદર્શન ચક્ર છે. આ ચક્રથી અનેક પરાક્રમો થયા છે. કૃષ્ણ અને સુદર્શન સામ-સામે આવી જાય તો શું થાય?
આ માત્ર શાબ્દિક સંયોગ છે. સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શનના જંગથી રાજકીય રોમાંચ ફેલાયો છે. પરિણામ નક્કી જ છે. પણ વિપક્ષને ખાસ કરીને કોંગ્રેસને એવી આશા છે કે, શાસક મોરચામાંથી મોટા પાયે ક્રોસ વોટિંગ થશે. સ્થિતિ થોડી અલગ છે. ભાજપના સેટિંગ બાજો સક્રિય થઇ ગયા છે. આસાન જીત છતાં વિપક્ષ મોરચામાંથી ક્રોસ વોટિંગ કરાવીને વિપક્ષી એકતાને હાસ્યાસ્પદ બનાવવા પ્રયાસ કરશે.
પરાજય નક્કી છે છતાં વિપક્ષ શા માટે ઉમેદવાર જાહેર કરે છે ? આવા સવાલના જવાબમાં રાજકીય સમીક્ષકો કહે છે કે, કોંગ્રેસ એવું સ્થાપિત કરવા માંગે છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ એક છે.
કોંગ્રેસના સતત પ્રયાસો છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં સમસ્ત વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર રાહુલ બને તેવી છે. ગઇકાલે લાલુપુત્ર તેજસ્વી યાદવે તો રાહુલને ભાવિ વડાપ્રધાન જાહેર કરી દીધા છે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના નેતાની આભા સુધારવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન કોને બનાવવા એ તો દેશ નક્કી કરશે. ભારતમાં ઝેલેન્સ્કી જેવું ન થાય તો સારૂ
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
