<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સડકથી સંસદ... Gen-2 જમાત

નેપાળમાં વિસ્‍ફોટક સ્‍થિતિઃ સોશિયલ મીડિયા માટે ગુજરી જવા તૈયાર

ગ્રહણ નેપાળને ભારે પડી રહયું હોય તેમ લાગે છે. યુવા પેઢી સરકાર સામે મેદાનમાં આવી ગઇ છે. સડક પર દેખાવા પર સરકારે ધ્‍યાન ન આપતા ટોળાએ નેપાળની સંસદ પર હુમલો કરીને લોકસભામાં આગજની કરવા પ્રયાસ કર્યો હતો. સંસદને બચાવવા ગોળીબારોના આદેશો  અપાયા હતા. જેમાં ૧૮ યુવાનો ફૂંકાઇ ગયા હતા.

નેપાળમાં સોશિયલ મીડિયા બેકાબૂ- બે જવાબદાર હતા. અફવા તથા ખોટી વાતો વ્‍યાપકરૂપે ફેલાતી હતી. સરકારે બેકાબૂ સોશિયલ મીડિયા રજિસ્‍ટ્રેશન ફરજિયાત કર્યું છે. રજિસ્‍ટ્રેશન ન થાય ત્‍યાં સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે. સરકારનું આ કદમ આકરું ગણાય, પણ બિનજરૂરી ન હતું. સોશિયલ મીડિયાને જવાબદાર બનાવવાનો પ્રયાસ છે.

આ પ્રયાસ સામે નેપાળની યુવા પેઢીનો આક્રોશ ફાટ્‍યો અને સંસદ પર હુમલો કરીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. હજુ સમગ્ર નેપાળમાં તનાવ છે. ચારેબાજુ ટોળા ફરી રહયા છે.

આ સમગ્ર લડત Gen-2 ગ્રૂપના નામે ચાલી રહી છે. જેન-જી  મસ્‍તીનું ગતકડું છે. ૧૯૯૭થી ૨૦૧૨ વચ્‍ચે જન્‍મેલી પેઢીનો સમાવેશ જેન-જીમાં થાય છે. આ પ્રકારની જમાત ડિજિટલ નેટિવ્‍સ  તરીકે ઓળખાવે છે. પોતાની જાતને આધુનિક અને વિધ્‍વાન માને છે જેન-જી નામાનું વૈચારિક ગતકડું પહેલા અમેરિકામાં સર્જાયું હતું. હાલ ભારત સહિત દુનિયાભરમાં છવાઇ ગયું છે.

પોતાને આધુનિક માનતા જેન-જી જમાત મોટાભાગે સોશિયલ મીડિયાની ગુલામ છે. આ પ્રકારના મીડિયામાં બે જવાબદારીથી અતિ સક્રિય છે. નેપાળમાં અસંખ્‍ય સમસ્‍યાઓ છે  જેન-જીને કંઇ પડી નથી, સોશિયલ મીડિયા બેન થતા જેન-જીનો આક્રોશ ફાટ્‍યો અને સંસદ સળગાવી દેવા સુધીના પ્રયત્‍નો થયા. ગુલામી એટલી હદે મગજ પર હાવી છે કે, ગોળીબારમાં ગુજરી જવામાં વાંધો નથી. પણ સોશિયલ મીડિયા વગર આ જમાત જીવી શકવા સક્ષમ નથી.

વર્તમાન યુગમાં સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ છે. તેનું મહત્‍વ અપાર છે. તેના આધારિત જીવન ઘડાઇ ગયું છે. પરંતુ સોશિયલ મીડિયાનો દુરુપયોગ, બેજવાબદારીથી ઉપયોગ ભરપુર છે. માત્ર નેપાળમાં નહી, દુનિયાભરમાં સોશિયલ મીડિયા ગુલામોની જમાત ફેલાયેલી છે. જે જીવ ને દાવ પર મૂકી દેવા તૈયાર છે.

ભારતમાં પણ આ જમાતનું વાવાઝોડું ગોરંભાયેલું છે. સોશિયલ મીડિયાનો નશો ચઢેલો છે. તેમને અન્‍ય દુનિયાદારીનું ભાન નથી સંસદ દેશનું નાક ગણાય, દેશની ધરોહર ગણાય. સંસદને પણ સળગાવી દેવા મથતી જમાત પાસે રાષ્‍ટ્રભાવ- પરિવારભાવની આશા રાખી શકાય નીહ. ભારતની સંસ્‍કૃતિમાં જેન- જી ને રસ પડે તેવું પુષ્‍કળ છે. પણ રાજનીતિના કારણે સનાતન ખુદ બદનામી ભોગવે છે. એકપણ વિષય એવો નથી કે સનાતતી શાસ્‍ત્રમાં નથી. પરંતુ શાસ્‍ત્ર ખોલે કોણ? જેન- જી જમાત જ મુખ્‍ય તાકાત છે. તેને શ્રેષ્‍ઠ દિશા મળે તો...

(11:05 AM IST)