News of Wednesday, 10th September 2025
લોક પ્રશ્ને પણ કયારેક મેદાનમાં આવજો
ભાજપને હવે રાજકોટની અવદશા યાદ આવે તો સારું ...
રાષ્ટ્રીય જનતા દળના એક કાર્યકરે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વર્ગસ્થ માતુશ્રી સામે સભામાં અપશબ્દો ઉચાર્યા હતા. આવી નાલાયકી દુઃ ખદ જ ગણાય. આડેધડ બકવાસ કરનારા તત્વોને યાદગાર સજા પણ થવી જોઇએ.
ભાજપે અપશબ્દનો મુદ્ો ઢાલ તરીકે વાપરવો શરૂ કરી દીધો છે. રાહુલ ગાંધીનો વોટ ચોરી મુદો શાસકોને ભારે પડી રહયો છે. ચૂંટણી પંચ પણ આ મુદ્ે ગેંગેફેફે છે. વોટચોરી સામે ભાજપે અપશબ્દનો ભાવનાત્મક મુદ્ો દેશભરમાં ઉછાળીને વિરોધ-ધરણા આદર્યા છે.
આખું રાજકોટ હેલ્મેટ મુદ્ે હેરાન હતું. ત્યારે ભાજપે અપશબ્દ મુદ્ે રાજકોટમાં ધરણા યોજયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના અનેક નેતાઓ ટુ-વ્હીલર ઉપર હેલ્મેટ વગર પહોચ્યા હતા. લોકો તોતીંગ દંડ ચુકવતા હતા ત્યારે ભાજપના નેતાઓના નિયમ ભંગ સામે પોલીસ લાચાર હતી.
આ બધું છોડો, પણ મુખ્ય બાબત એ છે કે અપશબ્દ મુદ્ે ધરણા કરનાર શાસક ભાજપને રાજકોટના અતિ ગંભીર લોકપ્રશ્ને ધરણા કરવાનું મન કેમ નથી થતું ? રાજકીય તટસ્થ રહીને સ્થિતિ પર નજર કરો તો ખ્યાલ આવશે કે રંગીલુ રાજકોટ ભયાવહ બની ગયું છે. ચારેબાજુ ગંદકી- રોગચાળાએ જમાવટ કરી છે. આ ઉપરાંત દેશી- વિદેશી દારૂથી માંડીને ગુન્હાખોરીના તાંડવ ચાલે છે. આવી અસંખ્ય સમસ્યાઓથી રાજકોટના સામાન્ય અને સંસ્કારી નાગરિકો ત્રાહીમામ છે.
છેલ્લા ૧૦ વર્ષમાં એકપણ લોક સમસ્યાનો કાયમી અને સચોટ ઉકેલ આવ્યો નથી. આ બધી જવાબદારી કોની છે ? અધિકારીઓ મનમાની કરે છે. ચુંટાયેલા નેતાઓ લોકોનો અવાજ બનતા નથી. લોકો કેટલો સમય સહન કરશે ?
ભાજપે કયારેક રાજકોટની અવદશા સામે પણ મેદાનમાં આવવું જોઇએ. રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસ વગેરે રાજકોટવાસીઓ માટે સમસ્યાગ્રસ્ત નથી. આવા મુદે રાજકોટ ભાજપે બિહાર જઇને ધરણા કરવા જોઇએ. રાજકોટમાં શહેરની સમસ્યાઓનો પાર નથી. આવા મામલે શાસકે તાકાતનો પરચો દેખાડવો જોઇએ.
લોકશાહીમાં ચુંટાયેલા નેતાઓ લોકોની સુખાકારી માટે સક્રિય રહેવા જોઇએ. શાસક પક્ષ તેને સહયોગ કરે તે વ્યવસ્થાનો જ ભાગ છે. શાસક પક્ષ અને ચૂંટાયેલા નેતાઓ લોકોના પ્રશ્નોને બદલે અન્ય પ્રાન્તોના પ્રશ્નો મામલે જ દેખાવો કરતા રહે એ યોગ્ય છે ?
લોકોએ લોક સમસ્યાઓ પ્રશ્ને નેતાઓ અને શાસક પક્ષને સક્રિય થવા મજબૂર કરવા જોઇએ. લોકો મહાશકિત છે. નેપાળમાં લોકશકિતએ તાજેતરમાં જ પરચો દેખાડયો છે. (૩.૨)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
