News of Thursday, 11th September 2025
ગુજરાત કોંગ્રેસમાં કેમિકલ લોચા
જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરઃ દેશના બકવાસ મુદ્ા ગુજરાત પર ઠોકવા પ્રયાસઃ કોંગ્રેસ મોટી તક વેડફે છે
ગુજરાતમાં નેતાગીરી સમર્થ કે સક્ષમ નથી એ ફરી સાબિત થયું છે. રાજકોટમાં મોટા ઉપાડે હેલ્મેટ ફરજિયાત કર્યું, પણ નેતાઓ ૨૪ કલાક પણ લોકરોષ સહન કરી ન શકયા. રાજકોટના ધારાસભ્યોએ ગાંધીનગરમાં હીરોગીરી કરીને હેલ્મેટ મુદ્ો ટાઢો પાડયો. વાસ્તવમાં રાજકોટના નેતાઓનું ગાંધીનગરમાં કંઇ ઉપજતું હોય તો રાજકોટમાં દારૂ-ડ્રગ્સબંધીને કડક અમલ થાય તેવી વ્યવસ્થા કેમ ગૃહપ્રધાન સાથે નથી કરાવતા ?
હેલ્મેટ મુદ્ે પાણી આવી ગયા હતા તેથી પાછી પાની ફરજિયાત હતી. ગાંધીનગર તો જસ ખાટવા જ ગયા હતા. આ સમગ્ર મુદ્ાનો દૃષ્ટિકોણ બદલો તો એક બાબત ઉપસે કે લોકોનો રોષ વિપક્ષ માટે આશીર્વાદરૂપ ગણાય. પણ હેલ્મેટ મુદ્ામાં વિપક્ષ કોંગ્રેસની ભૂમિકા મહેમાન કલાકાર જેવી જ રહી.
લોકોની મુખ્ય સમસ્યાઓમાં કોંગ્રેસ નેતાગીરી કેમ નથી લેતી? લોકોના દિલ જીતવાની તક છે. પરંતુ કોંગ્રેસ પાસે નેતા-નીતિ અને તાકાતની અછત સ્પષ્ટ દેખાઇ રહી છે.
આ સ્થિતિમાં જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત કોંગ્રેસને શિક્ષણ આપવા આવશે. પ્રથમ દિને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિાકાર્જુન ખડગે આવ્યા. તેઓ ગાંધી-સરદારની વાત કરીને ગર્ભિત રીતે મોદી - શાહ પર નિશાન સાધીને બંધારણ તોડતા હોવાના આક્ષેપો કર્યા.
રાજકીય તટસ્થ રહીને ચિંતન કરો તો ગુજરાતમાં ભયાવહ સ્થિતિ છે. પરંતુ મોદિત્વ અને હિન્દુત્વના નામે હજુ પણ ભાજપને મત મળશે. મોદિત્વ સામે રોષ કરતા લાગણી વધારે છે. મોદીનો વિરોધ કરીને કોંગ્રેસ ખુદ પોતાના ટાંટિયા ભાંગી રહી છે. આ ઉપરાંત બંધારણ રક્ષાનું ગતકડું પણ ગુજરાતમાં ચાલે તેવું નથી. દેશમાં પણ આવા કૃત્રિમ મુદ્ાઓનો પ્રભાવ નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ધરાર રાષ્ટ્રીય મુદ્ાઓ ઠોકી દઇને કોંગ્રેસને નુકસાન કરે છે. ગુજરાતમાં વિપક્ષ માટે કુદરતી સ્ટ્રોંગ મુદ્ાઓનો પાર નથી. રાજયસ્તરના અનેક મુદ્ે ભાજપ બેન્ડવળી જાય તેમ છે. આવા મુદ્ે કોંગ્રેસ કંઇ ઉકાળી શકતી નથી. હેલ્મેટ જેવા રિયલ મુદ્ે પણ કોંગ્રેસ સામાન્ય કાર્યક્રમો આપે. કરવા ખાતર વિરોધ કરે એ ગજબ નથી?
વિપક્ષ કોંગ્રેસમાં કેમિકલ લોચા છે. ભાજપનો વિકલ્પ બનવા મોટી તક છે. પરંતુ વિપક્ષપદે પણ પક્ષ પર ખતરો મંડાયો છે. આમઆદમી પાર્ટી કોંગ્રેસને હંફાવવા લાગી છે. સ્થાનિક મુદ્ાઓ અને તાકાત જરૂરી છે. ખડગે રાહુલોએ નહિ, ગુજરાતના નેતાઓએ ક્ષમતા દેખાડવી પડશે.અફસોસ એ છે કે, પ્રશિક્ષણ આપવા આવનાર રાહુલોને ખુદને પ્રશિક્ષણની જરૂર છે. લોકોનો વિશ્વાસ જીતવા પરિણામલક્ષી લડત આપવી ફરજિયાત છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
