<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

પાત્ર ઐતિહાસિક, દુખાવો વર્તમાન!

ઝીણાની જીદના તાબે થવું ભારતને હજ પણ ભારે પડી રહયું છે

ઇતિહાસની દૃષ્‍ટિએ આજે વિશેષ દિન છે. લોકસભાના પ્રભાવશાળી સભ્‍ય ફિરોજ ગાંધીનો આજે જન્‍મદિન છે. તેઓનો જન્‍મ ૧૨ સપ્‍ટે.૧૯૧૨ના દિને થયો હતો. ફિરોજ ગાંધી ખૂબ અભ્‍યાસુ, પ્રભાવશાળી અને સ્‍વાતંત્ર સેનાની તથા સ્‍વમાની હતા. તેઓની વિશેષ ઓળખ એ છે કે, ફિરોજ ગાંધી સોનિયાજીના સસરા અને રાહુલ ગાંધીના દાદા હતા. આ ઐતિહાસિક પાત્રની કમનસીબી એ છે કે, પોતાના પરિવારે જ ફિરોજ ગાંધીનું નામ ભૂલાવી દીધું છે. ફિરોજભાઇના સસરા, પત્‍ની, પુત્રવધુ, પોૈત્રની વાહવાહી થાય છે. પણ ફિરોજભાઇને યાદ કરનાર કોઇ નથી...

જો કે આજે આ પાત્રની વાત નથી કરવી આજે મુહમ્‍મદ અલી ઝીણાની  વાત કરવાની છે. ૧૨ સપ્‍ટેમ્‍બર ૧૯૪૮ના દિને ઝીણાનું નિધન થયું હતું. આઝાદી કાળમાં ગુજરાતી  નેતાઓની ભૂમિકા ચાવીરૂપ હતી. મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને મુહમ્‍મદ અલી ઝીણા ત્રણેય ગુજરાતી હતા. ગાંધીજી પાસે નિર્ણાયક પાવર હતો. ઝીણા જીદે ચઢયા હતા. ગાંધીજી અને કોંગ્રેસે તેની જીદ સામે નમતું જોખીને ભારત ભૂમિના ટૂકડાં કર્યા અને પાકિસ્‍તાનની રચના થઇ. ઝીણા પાકિસ્‍તાનના મોભી-સ્‍થાપક  બન્‍યા, પણ આ જીદ ખુદને જ ભારે પડી. પાકિસ્‍તાનમાં તેની આબરું-સ્‍વમાન જળવાયા નહિ. ઝીણાનો અંતિમ સમય હતો ત્‍યારે તેમને પૂરતી સારવાર કે હોસ્‍પિટલ પણ મળી ન હતી. ઝીણાની પુત્રી ફાતિમાએ પુસ્‍તકમાં લખ્‍યું છે કે, પિતાશ્રીનું નિધન અંતરિયાળ રોડ પર અવાવરૂ સ્‍થાને થયું હતું.

પાકિસ્‍તાનની સ્‍થાપના કરીને શું લોચો લઇ લીધો ? તેમની જીદ સામે ઝૂકી જવાનો નિર્ણય આજે સાત દાયકા બાદ પણ ભારતને ભારે પડી રહયો છે. નકારાત્‍મક ઉર્જાથી સર્જાયેલું પાકિસ્‍તાન ખુદ ભૂખે મરી રહયું છે. પરંતુ ભારતને પાડી દેવા માટે નિરંતર ઉંબાડિયા કરતું રહે છે. ચીન- અમેરિકા જેવા દેશો સામે મુજરા કરીને સહાયરૂપી ભીખ માંગીને ભારતમાં નકારાત્‍મક પ્રવૃતિ પાછળ ખર્ચ કરે છે.

ઝીણાનું અવદશામાં મોત, પાકિસ્‍તાન ખુદ ભૂખ ભેગું થઇ ગયું છે. નજર સામે પતન હોવા છતાં આヘર્ય એ છે કે, પાકિસ્‍તાનના ઇશારે નાચનારી મહાકાય જમાત ભારતમાં ધબકે છે. પાકિસ્‍તાનને આદર્શ માનીને તેના માટે જીવ બાળનાર ભારતીયો ભારત માટે માથાના દુખાવા જેવા બની ગયા છે. આઝાદીના સમયથી ચાલી આવતી આ સમસ્‍યા આજે પણ ભારત સહન કરે છે.

ઝીણા નામનું ઐતિહાસિક પાત્ર વર્તમાન સમયમાં પણ ભારતને કળતર કરાવી રહયું છે. અહીં સવાલ એ થાય છે કે, આજના બે ઐતિહાસિક પાત્રોમાં સોૈથી વધારે કમનસીબ પાત્ર કયું ગણાય? મુહમ્‍મદ અલી કે ફિરોજ ગાંધી ? ‘‘જનેઉધારી'' રાહુલને યાદ કરાવો કે, શ્રાધ્‍ધના દિવસો ચાલે છે.  કમસેકમ  દાદાને યાદ તો કરો.

(11:44 AM IST)