<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

સેના સાથે તુલના ન હોય

ક્રિકેટ જીતને ઓપરેશન સિંદૂર સાથે સરખાવી ન શકાયઃ પ્રચારના નાટકે હદ વટાવી

સુર્યકુમાર યાદવે સલમાન આગા સાથે હાથ ન મીલાવ્‍યા.. આ અતિ   સામાન્‍ય ઘટનાનો એટલો પ્રચાર કરાયો કે લોકોમાં એવું સ્‍થાપિત થઇ જાય કે ક્રિકેટરો દેશભકત છે!

દુશ્‍મન દેશ સામે મેચ ખેલવો એ જ સર ઝુકાવવા સમાન હતું. હાથ ન મીલાવીને વટ મારવો એ નર્યું નાટક ગણાય. દેશહિત સર્વોપરી માની ને ક્રિકેટરોએ મેચ રમવાની ના પાડી દીધી હોત તો રાષ્‍ટ્રહિતનો વટ નીખરી જાત. બહાદુર ક્રિકેટરોમાં બોર્ડ સામે ચુ કે ચા કરવાની હિંમત ન હતી. ક્રિકેટ મેચ રીતસર મુજરા જેવો હતો. મુજરા કયારેય વટથી ન થાય.

મેચ જીતી ગયા બાદ પણ રાષ્‍ટ્રભકિતના નાટક થયા. સુર્યકુમાર યાદવે આ જીત સુરક્ષાદળો ને અર્પણ કરી હતી. ભારતીય સૈન્‍ય શકિતમાં અને વિનમ્રતામાં વિશ્વનું શ્રેષ્‍ઠતમ છે. તેમને મુજરાબાજોની ગિફટની જરૂર હોતી નથી.

પાકિસ્‍તાન સામેના મેચ પૂર્વે પહેલગામ હુમલામાં મૃત્‍યુ પામનારાના સ્‍વજનોએ પીડા વ્‍યકત કરી હતી. ઘણાંએ સવાલો ઉઠાવીને મેચ સ્‍થગિત કરવા અપીલ પણ કરી હતી. આ કમનસીબની લાગણીની નોંધ લીધા વગર મેચ ખેલાયો અને હદ તો ત્‍યારે થઇ કે જીત બાદ સુર્યકુમાર યાદવે પહેલગામ પીડિત પરીવારોને વિજય સમર્પિત કર્યો. ઝખમ પર મચ્‍ચું ભભરાવવા જેવું આ કાર્ય ન ગણાય?

ક્રિકેટ મેચ દરમિયાન ઘણી ન્‍યૂઝ ચેનલો પણ મુજરામાં સામેલ થઇ ગઇ હતી. અમુક ચેનલોએ તો ક્રિકેટની જીતની ઓપરેશન સિંદુર સાથે સરખામણી કરીને ક્રિકેટરોને સૈનિક સમાન ગણાવી દીધા હતા.

ભારતીયોની સહન શકિત ગજબ કહેવાય. સૈન્‍યએ પાકિસ્‍તાનમાં ઘુસીને જીવના જોખમે પરાક્રમો કરી દેખાડયા છે. અત્‍યાર સુધીમાં અસંખ્‍ય જવાનોએ બલીદાનો આપીને ત્રિરંગાને અડીખમ રાખ્‍યો છે. દેશ માટે મરી ફીટવા તૈયાર રહેતા જવાનોના જીવન ધોરણ અતિ સામાન્‍ય સ્‍તરના હોય છે. તેમના પરિવારને પૂરતી સુવિધાનો પણ અભાવ હોય છે. જવાનો-સૈન્‍ય જ રાષ્‍ટ્રની મુખ્‍ય તાકાત છે.

ક્રિકેટમાં ᅠપાકિસ્‍તાનને પાડી દેવાનો ઢઢ્ઢો હોય તો ભારતીય ટીમે પાકિસ્‍તાનની ધરતી પર જઇને તેને પરાજિત  કરવા જોઇએ. આવું કરવા કેટલા ક્રિકેટરો તૈયાર થાય ? બોમ્‍બ ધડાકામાં ફૂંકાઇ જવાની બીકે બીસીસીઆઇ-કે સરકાર કે ક્રિકેટરો કોઇ પાકિસ્‍તાનમાં મેચ રમવા તૈયાર નથી.

આવા તત્‍વોને સેના સાથે સરખાવવા એ નાલાયકી નથી? ક્રિકેટ માત્ર વ્‍યવસાય છે. ક્રિકેટરો જ નહિ. તેના પરિવારજનો પણ કરોડોમાં આળોટે છે. આ બધા વિશેષ નાગરિક જેવા દરજજા ધરાવે છે. રાજકારણીઓના આર્થિક હિત પણ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. આ કારણે રાષ્‍ટ્રહિતને કોરાણે મૂકીને ક્રિકેટને મહત્‍વ અપાય છે. મેચ બાદ નાટકિયા તત્‍વો પોતે મહાન રાષ્‍ટ્રભકત હોવાના નાટક  કરે છે. આવા તત્‍વોને તો...  

(11:48 AM IST)