<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

AI : કોંગ્રેસ 'ઢ'સાબિત

આ શ્ચર્ય છે કે, વિપક્ષ ખુદ શાસકને અનુકુળ મુદ પૂરા પાડે છે

 બિહારમાં ચૂંટણી ગાજવા લાગી છે. કોંગ્રેસ મોરચો મહાગઠબંધન સેટ થવા લાગ્યો છે. કોંગ્રેસે તેજસ્વી યાદવને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવવા મન બનાવી લીધું છે. આ ઉપરાંત ઓવૈસીને મહાગઠબંધનમાં નહિ જોડવા પણ નિર્ણય કરી લીધો છે. મહાગઠબંધનની વ્યુહરચના લગભગ ગોઠવાઇ ગઇ છે.

બિહારમાં વિપક્ષને તક છે. નીતિશ શાસન પ્રભાવહીન છે. ભાજપ નીતિશના પૂછડે લટકી રહયા છે. રાજયસ્તરથી માંડીને લોકલ સમસ્યાઓ જડબું ફાડીને ઉભી છે. NDA ને શાસનમાં પરત ફરવું સરળ નથી.

આ સમયે વિપક્ષે ખાસ કરીને વિપક્ષ મોભી કોંગ્રેસે નક્કર નીતિ ગંભીરતાથી ઘડવી જરૃરી છે. પણ ચૂંટણી પ્રચારના પ્રારંભે જ કોંગ્રેસના અવિચારી ખેલ શરૃ થઇ ગયા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પક્ષ કરે છે. પરંતુ કોંગ્રેસ માટે બુમરેંગ સાબિત થાય છે.

આટિફિશિયલ ઇન્ટેલીજન્સ AI નો યુગ છે. આ યુગમાં કોંગ્રેસ પ્રવેશી ગઇ છે. પરંતુ ઢ સાબિત થઇ રહી છે. આવા માધ્યમોનો હીન પ્રયોગ કરીને કોંગ્રેસ ખુદના પગ પર કુહાડા મારે છે.

બિહાર કોંગ્રેસે તાજેતરમાં AIનો ઉપયોગ કરીને મોદીજીના માતુશ્રીનો વીડીયો બનાવ્યો હતો. આ વીડીયો ખૂબ વિવાદી બન્યા બાદ પણ કોંગ્રેસે પોતાની ભૂલ કબૂલી નહી. પટણા હાઇકોર્ટે આ વીડિયો દુર કરવા આદેશ આપ્યો હતો.

ચૂંટણીઓમાં ભાજપની રણનીતિ ભાવનાત્મક મુદઓ છેડવાની હોય છે. જે જગજાહેર છે. વિપક્ષે રિયલ મુદઓ પર જ ફોકસ કરવાનું હોય. બિહારમાં કોંગ્રેસે મોદીજીના માતૃશ્રીનો વીડિયો બનાવીને મોટી ભૂલ કરી હતી. ભાજપને ભાવનાત્મક ટ્રેક કોંગ્રેસે જ આપી દીધો હતો.

આવા વીડિયા કોઇને પસંદ ન પડે. રાજકીય દૃષ્ટિએ પણ કોંગ્રેસ હાસ્યાસ્પદ સાબિત થાય. જોકે ખુદ રાહુલ ગાંધીએ પણ સાબિત કર્યું હતું કે તેમની રાજકીય સમજશકિત ઓછી છે.

કોંગ્રેસ પાસે રિયલ મુદઓની અછત નથી. સમગ્ર ભારતમાં સોૈથી ખરાબ દશા બિહારની છે. આ અતિ સ્ટ્રોંગ મુદે ગણાય. આવા મુદ્ે જ શાસક પર પ્રચારનું આક્રમણ કરવાનું હોય. આવું કરવાને બદલે વગર વિચાર્યે પ્રચારના મુદ છેડીને કોંગ્રેસ ખુદને અને સાથી પક્ષોને નુકસાન કરે છે. મોદીજીના સ્વર્ગસ્થ માતૃશ્રીને ચુંટણી પ્રચારમાં લાવીને કોંગ્રેસે પહાડ કરતા પણ મોટી ભૂલ કરી છે.

આવા મુદનો પ્રચંડ લાભ ભાજપ માત્ર બિહારમાં જ નહિ દેશભરમાં લેવા લાગ્યો છે. દરેક ચુંટણીઓમાં કોંગ્રેસ એક મોટી ભૂલ કરીને ખુદની પથારી ફેરવે છે. હવે તો એવું લાગવા માંડયું છે કે, ભારતભરમાં કોંગ્રેસ જ ભાજપની બી-ટીમ બની ગઇ હશે! 

(11:50 AM IST)