હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકીય આક્રમણઃ સોૈરાષ્ટ્ર સાવધાન
સહુને મતમાં જ રસ, સોૈરાષ્ટ્રના પ્રશ્નો કોણ ઉકેલશે?
સ્વાગતમ મોદીજી... આ લખાય છે ત્યારે સમર્થ વડાપ્રધાન સોૈરાષ્ટ્રની ધરતી પર આવી રહયા છે. આજે ભાવનગરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. મોદીજીની તાકાત અને લોકપ્રિયતા અખંડ છે. જગત જમાદાર ટ્રમ્પે પણ ઝૂકવું પડે છે. આવા નેતા ગુજરાતનું ગોૈરવ ગણાય. મોદીજીનું સ્વાગત કરવામાં પણ હૈયાના આનંદની અનુભૂતિ થાય છે.
સોૈરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. મોદીજી તથા અમિતભાઇ શાહ ઉપરાંત રાહુલગાંધી- ખડગે સોૈરાષ્ટ્રમાં વારંવાર આવવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ પણ સોૈરાષ્ટ્રમાં ધક્કા ખાવા લાગ્યા છે. આપના સાંસદ સંજયસિંહ પણ રાજકોટઆવી રહયાના વાવડ છે.
સોૈરાષ્ટ્રની ભૂમિ પર રાજકીય આક્રમણ થતું હોય તેમ નથી લાગતું ? ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ત્રણ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન છે. ભાજપ પાસે મોદીજી જેવી સ્ટ્રોંગ બ્રાન્ડ છે. અમિતભાઇ જેવા રણનીતિ કાર છે. ભાજપનું નેટવર્ક પણ ઘર-ઘર સુધી વિસ્તરેલુ છે. આ ઉપરાંત ગુજરાતમાં વિપક્ષમાં દમ નથી.
ભાજપની મજબૂતી સામે સવાલ જ પેદા નથી થતો. સવાલ એ થાય છે કે, આટલી મજબૂતી છતા ભાજપની મહાકાય નેતાગીરીએ સોૈરાષ્ટ્રમાં શા માટે વારંવાર આવવું પડે છે.
મોદીજી લોકપ્રિય-સમર્થ છે. પણ તેમના નામે ચૂટાયેલા લોકો કંઇ ઉકાળી શકતા નથી. લોકો મોદીજીથી પ્રભાવિત જ છે. પરંતુ ગુજરાતની રાજયસ્તરની અને સ્થાનિક નેતાગીરીથી ત્રાહીમામ છે. ગુજરાતમાં બે-પાંચ ભાજપીઓને બાદ કરતા કોઇ નેતા ખુદના પ્રભાવથી જીતવા સક્ષમ નથી. લોકોના કામ કર્યા હોય તો મત મળે. આ સામાન્ય નિયમ છે. મોટા ભાગના ભાજપીઓ ન કરવાના કામોમાં વ્યસ્ત છે.
ગુજરાત લગભગ રેઢિયાળ જેવું બની ગયું છે. આ સ્થિતિનો લાભ લેવાની વિપક્ષ ને તક મળી ગઇ . આજેય મોદિત્વને ગુજરાતમાં ઝાટકો આપવા વિપક્ષે મહેનત આદરી છે. કોંગ્રેસ- આપ અલગ-અલગ લડે છે. બંને એક બીજાના મત તોડશે. ભાજપને ફાયદો થશે. આ સ્થિતિ છતા ભાજપની ઊંઘ હરામ છે તે દર્શાવે છે કે ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે.
આ બધી રાજકીય પક્ષોને લાભ- નુકસાનની વાત છે. લોકોએ ખુદનું હિત કેન્દ્રમા઼ રાખવાનું છે. સોૈરાષ્ટ્રમાં બેફામ ગુન્હાખોરી- દારૂ- ડ્રગ્સના બેરોકટોક નશા, ભ્રષ્ટતંત્ર, નબળા વિકાસ કાર્યો, આવા મુદ્ે માત્ર ભાજપને જ નહિ-કોંગ્રેસ અને આપને પણ ભીડવવા જોઇએ. ભાજપ ઉપર પ્રશ્નો ઉકેલવા દબાણ લાવો અને વિપક્ષો પર પ્રશ્નો સામે લડવા દબાણ લાવો. રાજકીય આક્રમણમાં સોૈરાષ્ટ્રે સાવધાન રહેવું પડશે. લાગણીમાં તણાશે તો મત વેડફાશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
