<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

GSTના રાસડા રંગે ચઢ્‍યા !

તહેવારોમાં સસ્‍તાઇનો પ્રવાહ અને પ્રચાર : માર્કેટમાં તેજી કે...

 ાા ૐ ક્‌ીં  કાલીકાયૈ નમઃ ાા

આજે આસો નવરાત્રીની બીજી રાત્રી છે. દૈવીશકિતના આધારે બ્રહમાંડ સક્રિય છે. ભારતની વાત કરીએ તો આ દેશ ચમત્‍કારિક તો છે જ ભારતને આર્થિક રીતે પાડી દેવા વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકાએ ટેરિફનું આક્રમણ કર્યું. ટ્રમ્‍પ તંત્રને એવી આશા હતી કે, ભારતના આર્થિક શ્વાસ રૂંધાશે અને આજીજી કરીને સમાધાન કરવા આવશે. ભારતે આજીજી કરવાને બદલે અન્‍ય કીમિયા કર્યા. ભારતમાં સસ્‍તાઇનો પ્રવાહ અને પ્રચાર થયો. માર્કેટમાં નવો ઉત્‍સાહ આવી ગયો.

ટ્રમ્‍પ માટે તો આ ચમત્‍કાર જ ગણાય. ગઇકાલથી દેશમાં GST ઘટાડાનો અમલ થયો. આ અંગે વડાપ્રધાન રાષ્‍ટ્રજોગ સંબોધન કર્યું. અસંખ્‍ય કંપનીઓએ સસ્‍તાઇનો પ્રચાર કર્યો ગજબનો માહોલ બન્‍યો છે. જોકે આ પ્રયાસોની અસર  નજીકના ભવિષ્‍યમાં જાણવા મળશે.

પ્રયાસ અને માહોલ ગજબનો બન્‍યો છે. નવરાત્રી અને દિપાવલી જેવા દિવસોમાં આ માહોલ સર્જવો એ મોદી સરકારની કમાલ ગણાય. ટેરિફ  આક્રમક અને આર્થિક મહાસત્તા સામે આર્થિક યુધ્‍ધ એ સંકટનો કઠીન સમય ગણાય, પણ આ સમયે ભારતમાં આર્થિક તેજીનો ઉત્‍સવ યોજાય એ સામાન્‍ય ન ગણાય.

એક શકયતા જાણકારો એવી વ્‍યકત કરી રહયા છે કે, ઘણાં ઉત્‍પાદકો- વ્‍યાપારીઓ ઘટેલા GST નો  લાભ લોકો સુધી પહોંચવા નહી દે. જોકે GST  ઘટ્‍યાનો પ્રચાર ધમધોકાર થયો છે અને માર્કેટમાં સસ્‍તાઇની સ્‍પર્ધા જામવા  લાગી છે. આ જોતા GST નો લાભ સામાન્‍ય માણસ સુધી પહોંચાડવો વ્‍યાપારી-ઉદ્યોગકાર માટે ફરજિયાત બની ગયો હોય તેમ લાગે છે.

આર્થિક દૃષ્‍ટિએ ભારતનો વર્તમાન શ્રેષ્‍ઠ બનતો દેખાઇ રહયો છે. રાષ્‍ટ્રજોગ પ્રવચનમાં મોદીજીએ સ્‍વદેશીનો પણ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. સ્‍વદેશી નવો વિચાર નથી. પણ નવેસરથી થયેલો વિચાર છે. વડાપ્રધાન ખુદ ઝુંબેશ છેડે  એ સામાન્‍ય બાબત નથી. મોદીજીએ લોકોને સ્‍વદેશી વસ્‍તુઓ ખરીદવા આગ્રહથી જણાવ્‍યું છે. સ્‍વદેશીની તેઓએ નવી વ્‍યાખ્‍યા પણ સ્‍થાપિત કરી દીધી છે. ભારતમાં ઉત્‍પાદિત વસ્‍તુ એટલે સ્‍વદેશી, એ ભલે વિદેશી કંપનીએ ઉત્‍પાદિત કરી હોય.

(11:16 AM IST)