હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રેવડ હોય તો કરાવો અમલ
હાઇકોર્ટના આદેશના નામે હેલ્મેટનો ખેલ : હવે હાઇકોર્ટે નવરાત્રીમાં ઘોંઘાટિયા આયોજનો સામે આક્રમક થવા કહયું : અમલ થશે ?
ઉર્જાવાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિન છે. નરેન્દ્રભાઇએ રાજનીતિ અને સત્તાનીતિના ઇતિહાસ રચ્યા છે. ગુજરાતીઓ માટે આ વ્યકિતત્વ ગોૈરવની બાબત છે. મોદીજી દેશ- દુનિયા માટે પ્રેરક છે. ત્યારે ગુજરાત ભાજપના નેતાઓ પ્રેરણા લેવાને બદલે મોદીજીની આભા ખરડાય તેવું શાસન આપી રહયા છે. આવી નેતાગીરીના કારણે ગુજરાત અરાજક બની રહ્યાનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. રાજયમાં અધિકારી વર્ગ બેકાબૂ છે. મનસ્વી નિર્ણયો કરે છે. આ સામે નેતાગીરી મુજરાબાજ બની ગયાનું પ્રજા અનુભવી રહી છે.
ગુજરાતમાં ટ્રાફિક તંત્રના ઠેકાણા નથી. આ અંગે હાઇકોર્ટે અનેક વખત અધિકારીઓને ખખડાવી નાખ્યા છે. ટ્રાફિક અને માર્ગ સલામતી માટે અદાલતે ગાઇડલાઇન આપીને અનેક કાર્યો માટે આદેશો કર્યા છે.
આ દેશમાં એકમાત્ર હેલ્મેટના નિયમનો અમલ કરાવીને તંત્ર વારંવાર તગડા દંડ ખંખેરે છે. લોકોનો આક્રોશ ફાટે ત્યારે રાજકારણીઓ હીરોગીરી કરીને આદેશનો અમલ ઢીલો કરાવે છે. જો કે આમ છતાં સીસીટીવી માધ્યમથી તગડી રકમના મેમા લોકો પર ઝીંકાતા રહે છે. તે અલગ વાત છે.
ગણતરીના દિવસોમાં નવરાત્રી ઉત્સવ આવે છે. શકિતની સાધનાના આ દિવ્યપર્વને ધંધાદારીઓએ ઘોંઘાટિયું કરી મૂકયું છે. પ્રાચીન- અર્વાચીન ગરબી- રાસોત્સવના નામે ભયાવહ ઘોંઘાટ સર્જીને આયોજકો નિયમોના ધજાગરા ઉડાવે છે. ધંધાદારી અર્વાચીન રાસોત્સવના આયોજકો તો અન્ય ગ્રહમાંથી પ્રગટ થયા હોય તેમ બેફામ બને છે. આ સામે તંત્ર અને શાસકો મુજરા કરતા કરે છે. આથી પણ વિશેષ અન્ય ધર્મના તહેવારમાં પણ ઘોંઘાટ લોકો અનુભવી રહયા છે.
સમાચારો પ્રમાણે હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર આયોજનો સામે તંત્ર કડક કાર્યવાહી કરે. આ અંગે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તેનો કડક અમલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
ડી.જે. નો ઉપયોગ કરતા પહેલા તેની પરવાનગી લેવી ફરજિયાત કરીને વોલ્યુમ નિયમ પ્રમાણે રાખવા અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે સવાલ એ થાય છે કે, આઆદેશનો અમલ થશે ?
હાઇકોર્ટના નામે ટુ-વ્હીલર ચાલકો સમક્ષ બહાદુરી કરીને બેફામ બનનારું તંત્ર નવરાત્રીના આયોજનમાં કોર્ટના આદેશનો અમલ કરાવે છે કે નહિ તે રહસ્યમય છે. આવા આયોજનના આયોજકો મોટાભાગે કેવા હોય છે તે સહુ જાણે છે. આયોજનોમાં રાજકીયહિત પણ રંધાતા હોય છે. મોટાભાગે પોલીસતંત્ર અને અન્ય તંત્ર આયોજકો સામે આંખ આડા કાન કરતા રહયાનું પણ લોકો અનુભવે છે.
નવરાત્રીમાં ઘોંઘાટ સ્પર્ધા જેવો માહોલ શામાટે બને છે? ડીજે, મ્યુજિક સિસ્ટમ્સબોકાસા નાખતા દેશી ભૂંગળા શા માટે રખાય છે. ? કિલોમીટરો સુધી તીવ્ર ઘોંઘાટ રાતભર ચાલતો રહે છે. લોકો ત્રાહીમામ બની જાય છે. આવું બધું ધર્મના નામે ચાલે છે. હેલ્મેટ મામલે તાંડવ કરનાર તંત્રએ અન્ય પ્રસંગોએ પણ વિવેકપૂર્ણ અમલ કરાવવો ન જોઇએ ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
