News of Thursday, 25th September 2025
cwc: સાથી-વિરોધી વચ્ચે સેન્ડવીચ !
કોંગ્રેસ માટે નિર્ણાયક સમય : સાથી પક્ષોની રણનીતિ સ્ટ્રોંગ અને વિરોધીનું પ્રચારતંત્ર સ્ટ્રોંગ
ભાજપ પાસે લોકસભામાં પૂરતી બેઠકો નથી છતાં મોદી સરકાર ત્રીજી ટર્મમાં પણ ટનાટન ચાલે છે. મજબૂતી પણ જોરદાર છે. સરકારનો આત્મવિશ્વાસ પણ ગજબનો છે. આ બધુ રાજકીય દૃષ્ટિએ આશ્ચર્યજનક અને ઐતિહાસિક છે. જો કે થોડો ઊંડો વિચાર કરો તો મુખ્ય વિપક્ષની નબળાઇ સરકારી મજબૂતીનું સ્ટ્રોંગ કારણ છે.
મુખ્ય વિપક્ષ એટલે કોંગ્રેસ. ભારતમાં સોૈથી વધારે શાસન કરનાર અને સોૈથી જુનો પક્ષ કોંગ્રેસ છે. બિહારમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બેઠક ચાલી રહી છે. આ કમિટીમાં રાહુલે જાહેરમાં છેડેલા મુદ્ાઓ જ ઉછળી રહયા છે. આ મુદ્ા સ્ટ્રોંગ હશે. પરંતુ લોકમાનસમાં નિર્ણાયક બનતા નથી તે હકીકત છે.
લાંબાગાળાથી પ્રભાવહીન બની ગયેલી કોંગ્રેસ માટે આ સમય નિર્ણાયક છે. બિહારમાં ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસે આ રાજય પર ફોકસ પણ કર્યું છે. નીતિશ શાસન નબળું છે. કોંગ્રેસ-સાથી પક્ષો પાસે મુદ્ાઓ પણ સ્ટ્રોંગ છે. મોટી તક છે. પણ સ્થિતિ થોડી વિચિત્ર છે.
કોંગ્રેસ પાસે રણનીતિ નિર્ણાયક નથી. તેના રાજદ જેવા સાથી પક્ષો પાસે નીતિ સ્ટ્રોંગ છે. બીજી બાજુ વિરોધી ભાજપનું પ્રચાર તંત્ર સ્ટ્રોંગ છે. સાથી પક્ષો અને વિરોધી વચ્ચે કોંગ્રેસની દશા સેન્ડવીચ જેવી બની ગઇ છે. તક મોટી છે. પણ ઝડપવી અઘરી છે.
મોરચામાં કોંગ્રેસ મુખ્ય પક્ષ છે. આ નાતે કોંગ્રેસ જ મોટો ભાઇ બને એ સ્વાભાવિક છે. પરંતુ સાથી પક્ષો કોંગ્રેસને નાનોભાઇ પણ બનવા દેતા નથી. cwc ના પ્રારંભ પૂર્વે જ કોંગી મોરચાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર અંગે રાજદે રણનીતિપૂર્વક વિવાદ છેડી દીધો છે. રાજદના નેતાએ નિવેદન કર્યું કે, કોંગ્રેસના કારણે તેજસ્વી યાદવને અન્યાય થાય છે.
વાસ્તવિકતા એ છે કે, તેજસ્વીને મુખ્યમંત્રી બનવું છે. કોંગ્રેસ આ માંગ મંજૂર કરે તો ચુંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસનો પાવર કે વેલ્યુ રહેતા નથી. આ માંગ ન સ્વીકારે તો બિહારમાં કોંગ્રેસ પાસે એકલા હાથે લડવાની ત્રેવડ નથી. મોટાભાગના સાથી પક્ષો પાસે કોંગ્રેસ આ રીતે જ ફસાયેલી છે. આ સમસ્યાનો માર્ગ કોંગ્રેસ શોધી ન શકે તો હવે તેની રાજકીય વેલ્યુ લગભગ ખતમ થઇ જશે.
સમગ્ર સ્થિતિ પર નજર કરો તો મનમોહન સરકાર વખતે કોંગ્રેસમાં રાહુલયુગનો પ્રારંભ થયો હતો. આ સમયથી જ પક્ષ નબળો પડતો ગયો અને હવે તો પ્રાદેશિક પક્ષો જેવા સાથી પક્ષોથી પણ પક્ષ દબાવા લાગ્યા છે.
રાજનીતિના મેદાનમાં હાલ ભાજપ અતિ સ્ટ્રોંગ પક્ષ છે. રાહુલ ગજબના મુદ્ા ઉઠાવે છે. છતા ભાજપની પ્રચારતંત્રમાં તે મુદાઓ ધોવાઇ જાય છે. આ કારણે લોકોમાં પ્રભાવ પડતો નથી. હાલ કોંગ્રેસ માટે નિર્ણાયક સમય છે. રાહુલ ને પક્ષ ભલે તક આપે, પણ લોકો વધારે તક નહિ આપે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
