<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ટોળા બનો, કચડાઇ મરો

ટોળાને બુધ્‍ધિ ન હોય, તેના મોતની પણ કોઇ વેલ્‍યુ ન હોય : કીડી-મકોડાની જેમ મર્યાઃ વિજયે ૨૦ લાખ આપ્‍યા, પ્રકરણ પુરું !

શકિત કાલરાત્રી હે સપ્‍તમ પાન કરે જો અસુર રકતમ્‌... દેવી કાયહ રૂપ ભયાનક, રાક્ષસ- ભૂત- પીસાચ કી મારક... આજે નવરાત્રીની આઠમી રાત્રી છે. ભયાવહ સ્‍વરૂપ ધરાવતી દેવી કાલરાત્રીને વંદના કરવાનો અવસર છે. દેવીના આ સ્‍વરૂપ રાક્ષસોનો સંહાર કરીને લોકોને સુખ- સુરક્ષા આપ્‍યા હતા.

જો કે લોકોને દેવીની કૃપા પ્રત્‍યે ભાન નથી. દેવી તેજથી અંજાવાને બદલે ફાલતુ તત્‍વોના તેજથી અંજાઇ જાય છે અને કીડી-મકોડાની જેમ મરે છે. આપણે વિચિત્ર છીએ. દેવી-દેવતાઓની કથા ગોખી નાખીએ છીએ. પરંતુ કથામાથી કંઇ શીખતા નથી.

તામીલનાડુ કરુર વિસ્‍તારમાં ગજબની ઘટના બની. અભિનેતામાંથી નેતા બનેલા વિજયને નીહાળવા માટે લાખો લોકો ઉમટી પડયા.આ કાર્યક્રમમાં ભાગદોડ થઇ અને ૪૦ લોકો કચડાઇને. કીડી- મકોડાના મોતે મર્યા. આヘર્ય એ છે કે, સાવ ફાલતુ ન્‍યૂઝ હોય તે પણ ન્‍યૂઝ ચેનલોમાં આઠ -આઠ દિવસ ચાલતા હોય છે. ભાગદોડમાં ૪૦ લોકો પતી ગયા એ સમાચાર માત્ર અડધો કલાક ચાલ્‍યા અને ગુમ થઇ ગયા. આ સામાન્‍ય બાબત નથી. સમાચારો ચલાવવા - ન ચલાવવા પાછળ મોટા ખેલ હોય છે.

૪૦ લોકો કચડાઇ ગયા તે ઘટના બાદ તામીલનાડુ સરકારે વિજય પર આક્ષેપો કર્યા અને વિજયે સરકાર પર જ આક્ષેપો કર્યા. મૃતકોના સ્‍વજનોને સરકારે રૂા. ૧૦ લાખ સહાય જાહેર કરી, વિજયે રૂા.૨૦ લાખ જાહેર કર્યા પ્રકરણ લગભગ સમાપ્‍ત થઇ ગયું.

સરકાર અને વિજય બંને લોકોના મતથી પોતાના સ્‍થાન પર છે. આ લોકો કમોતે મર્યા કોઇને  કંઇ પડી નથી. થોડા રૂપિયા આપીને પ્રકરણ આટોપી લીધું છેલ્લા બે મહિનામાં ભાગદોડની આ ત્રીજી ઘટના છે. અનેક લોકો મરી રહયા છે. પણ કોઇ જ ગંભીરતા નથી. તપાસના પણ ફિંડલા વળી જાય છે.

આવું શા માટે થાય છે? લોકશાહીમાં લોકો જ સર્વસ્‍વ  હોય છે. પણ ભારતની લોકશાહીમાં લોકોની દશા કીડા-મકોડા જેવી શા માટે છે ? સ્‍થિતિનું મુખ્‍ય કારણ એ છે કે, લોકોને ખુદને પોતાની વેલ્‍યુનો ખ્‍યાલ નથી. નેતા- અભિનેતા- ક્રિકેટર કે અન્‍ય કોઇ સેલીબ્રિટી નજરે પડે એટલે તેની ઝલક જોવા ટોળા ઉમટી પડે. સાકરનો કટકો પડે અને કીડા- મકોડા ઉમટે તેમ લોકો ઉમટવા લાગે છે.

મનોવિજ્ઞાન પ્રમાણે ટોળાને બુધ્‍ધિ ન હોય. જે અબુધ હોય તેને પોતાની વેલ્‍યુનો અંદાજ ન હોય, આવા અબુધોના મોતની પણ કોઇ વેલ્‍યુ નથી હોતી.  કીડા- મકોડા મરે, કોઇ નોંધ પણ લેતું નથી ભારત- પાકિસ્‍તાનના ક્રિકેટ મેચમાં ટોળાઓ નીકળી પડે  છે એ પણ આ વ્‍યાખ્‍યામાં જ ફીટ થાય છે. દરેક સેલબ્રિટી પાસે એક મિશન હોય છે. આ મિશનમાં સમર્થકોના હિતોના બલીદાન લેવાતા હોય છે.

લોકો પોતાનું દૈવત પ્રગટાવે તો સેલીબ્રીટીઝ તમારી પાસે મુજરા કરવા આવશે,  તમારે દોડવું નહિ પડે.

(12:06 PM IST)