News of Wednesday, 1st October 2025
રાવણનું અટ્ટહાસ્યઃ પૂતળાં જ બળ્યા!
રાવણ પૂતળામાં નહિ, વૃતિમાં ધબકે છે : રામ રાજયનું વચન પણ...
ૐ જય ૐ જય ૐ માં જગદંબે.. આસો નવરાત્રીની આજે નવમી રાત્રી છે. સિધ્ધિદાત્રી માતા સિધ્ધિઓ પ્રદાન કરનારી છે. આવતીકાલે આસૂરી- શકિત પર દૈેવી- શકિતના વિજયનો ઉત્સવ વિજયાદશમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
દશેરાના મંગલદિને ભગવાન શ્રી રામચંદ્રજીએ દશાનન રાવણનો વધ કર્યો હતો. આ પ્રસંગની સ્મૃતિમાં ભારતભરમાં રાવણના પૂતળાના દહન કરવાના આયોજનો થાય છે. રાજકોટમાં પણ આવતીકાલે રેસકોર્સમાં રાવણના પૂતળાનું દહન થશે.
પૂતળું કાપડનું બનેલું હોય છે. તેને બાળવામાં કોઇ જ પરાક્રમ નથી. પૂતળું બળી ગયા બાદ રાવણ અટ્ટહાસ્ય કરતો હોય છે. કારણ કે રાવણ પૂતળામાં નહિ, વૃતિમાં જીવતો હોય છે. જો રાવણ પૂતળામાં હોય તો તેને પ્રતિવર્ષ બાળવાની જરૂર ન પડે. એક વખતમાં જ તે સ્વાહા થઇ જાય.
આヘર્ય છે કે આપણને રાવણનું પૂતળું બાળવાનો જ હરખ થાય છે. રાવણનો વધ કરવાનું મન થતું નથી. રાજકોટમાં ચારેબાજુ વ્યાપકરૂપે રાવણ અટ્ટહાસ્ય કરે છે. દારૂના ધંધામાં, ડ્રગ્સમાં, અન્ય ગુન્હાઓમાં ᅠરાવણવૃતિ ધબકે છે. પરંતુ રાવણનું પૂતળું બાળવા હરખપદૂડા થનારાને આવા રાવણ દેખાતા નથી. દશેરાની મીઠાઇમાં ભેળસેળ રૂપી રાવણ અટ્ટહાસ્ય કરે છે. રોડ રસ્તા, કોન્ટ્રેકરો સહિત ઠેર-ઠેર ભ્રષ્ટાચારનો રાવણ તાંડવ કરે છે. જવાબદાર નેતાઓ અને અધિકારીઓ સેટિંગ કરીને રાવણવૃતિને પ્રોત્સાહન આપે છે.
સેટિંગ નામનો આત્મા ખુદ રાવણ જેવો બની ગયો છે. પૂતળા દહનના આયોજકોને આવા રાવણ દેખાતા નથી. રામરાજયના વચનો આપીને હિન્દુઓના મતો લઇને ગુજરાતની ગાદી પર ગોઠવાઇ ગયેલા નેતાઓના રાજમાં કેવા રાજના દર્શન થઇ રહયા છે? પણ આ લોકો રાવણના પૂતળા દહન કરીને પરાક્રમ કર્યું હોય તેવો દેખાવ કરે છે. રાવણ અટ્ટહાસ્ય કરતો રહે છે. લોકોને લાગે છે કે રાવણ સાથે પણ સેટિંગ થઇ ગયું હશે!
એક પ્રવાહ એવો પણ શરૂ થયો છે કે રામ કરતા રાવણને મહાન દર્શાવવામાં આવે છે. પોતાને બોૈધ્ધિક અને હટકે ગણાવતો આ સમૂહ રાવણના વિવિધ ગુણ-સિધ્ધિઓ ગણાવે છે. ઘણા તો લંકેશ બનીને ઘુમી રહયા છે. પોતાને અલગ બતાવવા જુદા પ્રવાહમાં ચાલવાના આ ધંધા હોય છે. રાવણ બનવું પણ સરળ નથી. શિવજીની સાધના અને ગ્રહો પર કાબૂ કેળવવો પડે. માત્ર દેખાડા કરવાથી રાવણ પણ બનાતું નથી.
સનાતનના વિચિત્ર પ્રવાહો ધર્મને વિવાદી બનાવી રહયા છે. ક્ષમતા કેળવ્યા વગર અને જવાબદારીના ભાન વગરના લોકો ધર્મના ઠેકેદાર બની રહયા છે. રાવણને બાળવાના પરાક્રમો કરી રહેલા ધર્મના બહાદુરો લવ જેહાદ જેવા મુદે મિયાની મીંદડી બની જાય છે. જય શ્રી રામ
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
