News of Saturday, 4th October 2025
ગણિત બગડ્યું, ભૂગોળ બગાડો
પડોશમાં કાયમી શાંતિ માટે શ્રેષ્ઠ સમય : સિંદુર- ૨ ચલાવીને પરાક્રમ કરો
વિરોધ પક્ષ માટે દેશમાં અસંખ્ય સ્ટ્રોંગ મુદ્ાઓ છે. પરંતુ સ્ટ્રોંગ વિપક્ષ નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અધધધ મુદ્ાઓ પડતા મૂકીને વિદેશ જઇ ને કૃત્રિમ મુદ્ા ઉઠાવીને વિપક્ષની આબરુ ઓછી કરે છે. વિદેશ પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહયું ‘‘ભારતમાં લોકતંત્ર રહયું નથી! '' ભાજપ ને આ મુદ્ો અનુકુળ આવી ગયો. ટીવી પડદે ગોકીરા કરી મૂકયા. રાહુલ ગાંધી ભાજપના પ્રચ્છન નેતા હોય તેવી આશંકા થવા લાગી છે.
બીજી તરફ ભાજપ આગામી સ્ટ્રોંગ રણનીતિ પર કામ કરી રહયો છે. અફદ્યાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે છે અને દેશના પડોશીના રાજકારણમાં મોટું પરિવર્તન આવી રહયું છે.
નોંધ લેવા જેવી એક બાબત એ પણ છે કે, ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીજીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આતંકવાદ બંધ કરો, નહિ તો તમારો નકશો બદલાવી નાખીશું.
સમગ્રલક્ષી દૃષ્ટિકોણથી જુઓ તો જે રીતે હલચલ મચી છે. તે સામાન્ય નથી. પાકિસ્તાન તરફ નજર કરો. ચારેબાજુ આંતરિક હિંસા ફાટી નીકળી છે. બલુચીસ્તાન અને POK માં તો પાકિસ્તાની સરકાર અને સૈન્ય સામે રીતસર બળવો ફાટી નીકળ્યો છે. પાક. સૈન્ય પર લોહિયાળ હુમલા થાય છે. શહેરોમાં બોમ્બ ધડાકા થઇ રહયાના વાવડ પણ મળે છે.
ભારતમાં મોદી સરકાર બન્યા બાદ પાકિસ્તાન સામે સ્ટ્રોંગ રણનીતિ અપનાવી છે. ક્રિકેટ સિવાય લગભગ તમામ વ્યવહારો ભારતે સ્થગીત કરી દીધા છે. આ કારણે પાકિસ્તાનનું ગણિત વેરવીખેર થઇ ગયું છે. પાક. અર્થતંત્ર પુરેપુરું ગબડી ગયું છે. ફુગાવો ફાટીને ધુમાડે ગયો છે. સામાન્ય લોકોનો રોષ આસમાને પહોંચ્યો છે.
ભિખારી પાકિસ્તાન દુનિયાભરમાં ભિખ માંગી રહયું છે. ભારત સામે ભૂરાયા બનેલા ટ્રમ્પે પાકિસ્તાનને શસ્ત્ર બનાવ્યું છે. શરીફ- મુનિર અમેરિકામાં જઇને મુજરા કરવા લાગ્યા છે. ટ્રમ્પ તેનો ઉપયોગ પાલતુ કૂતરાની જેમ કરે છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાનની ભારત સામે આતંકી પ્રવૃતિ ચાલુ જ છે.
હવે ભારતે ઇતિહાસ રચી નાખવાની જરૂર છે. હાલ મોટી તક છે. પાકિસ્તાનમાં આંતરિક બળવા ચાલુ છે. ભારતે ઓપરેશન સિંદુર-૨ ચલાવીને પાકિસ્તાન માંથી POK અને બલુચીસ્તાનને અલગ કરી દેવાની જરૂર છે. સેનાધ્યક્ષ દ્વિવેદીજીએ આપેલી ચેતવણીમાં સ્પષ્ટ કહયું છે કે, હવેના ઓપરેશન માં જરાપણ દયાભાવ રાખવામાં નહિ આવે.
જે બની રહયું છે તે અસામાન્ય છે. પાકિસ્તાનનું ગણિત બગડી ગયું છે. ભારતે તેની ભૂગોળ પણ બગાડીને ઇતિહાસ રચી નાખવો જોઇએ પડોશમાં કાયમી શાંતિ માટે આ શ્રેષ્ઠ સમય છે. ચીન પણ અનુકુળ દેખાઇ રહયું છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
