<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

અધમ અસહનિય હીન કૃત્‍ય...

સનાતનના નામે તરી જનારા ખૂબ છે, પરંતુ સનાતન માટે કોઇનો જીવ બળતો નથી

 ગુજરાતમાં સનાતનના નામે પૈસા- પ્રસિધ્‍ધિ- સમૃધ્‍ધિ- માનપાનથી માંડી ને સત્તા પ્રાપ્‍ત કરનારાનો પાર નથી. સનાતન ધર્મના નામે અસંખ્‍ય લોકો તરી રહયા છે. ઘણાં ભ્રમ ફેલાવીને તરે છે. ઘણાં શ્રધ્‍ધાના બળે તરે છે. ઘણાં મામા બનાવીને તરે છે અને ઘણાં મંદિરોરૂપી દુકાનો ખોલીને બેસી ગયા છે. મોટાભાગના સ્‍વાર્થીલા તત્‍વો ધર્મના નામે મોજ કરે છે.

સનાતનનું ગોૈરવ હણાય ત્‍યારે આ એકપણ તત્‍વનો જીવ બળતો નથી. રાજકારણીથી માંડીને કથાકારો- પૂજારીઓ- મહંતોને માત્ર સનાતનનો લાભ લેવો છે. ધર્મનું ગોૈરવ જળવાય તે માટે કોઇને રસ નથી.

ગુજરાતમાં હિન્‍દુત્‍વ- સનાતનના નામે ૩૦ વર્ષથી ભાજપ સત્તા ઉપર  છે. રાજયમાં વારંવાર સનાતનના હળહળતા અપમાન થાય છે. પણ એકેય નેતુ મેદાનમાં આવતું નથી. આવા તકલાદી તત્‍વો ધર્મને હાસ્‍યાસ્‍પદ બનાવી દે છે.

હાલ ગિરનાર પર્વત પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાનો મુદ્‌ો ચર્ચાસ્‍પદ બન્‍યો છે. કોઇ નાલાયકોએ  મૂર્તિના કટકા કરી નાખ્‍યા છે. આનું કારણ ધર્મ- પદની હુંસા- તુસીથી માંડીને ધર્મના વ્‍યાપારનું હોઇ શકે છે. જે ઘટના છે તે ગોરખનાથજીની મૂર્તિ તોડવાની છે. કારણ ગમે તે હોય આવું અધમ-કૃત્‍ય અસહનીય જ ગણાય.

 ગિરનાર દતાત્રેયનું ક્ષેત્ર ગણાય છે. હજારો વર્ષોથી અહીં નાથ પરંપરાની સાધનાઓ ચાલી રહી છે. હાલ પણ નાથ સંપ્રદાયના અનેક સ્‍થાનો ધમધમે છે. આ ઉપરાંત ગુજરાતભરમાં ખૂણે-ખૂણે નાથ સંપ્રદાયની સંસ્‍થાઓ ધબકે છે. ગોરખનાથજી સમગ્ર નાથ પરંપરાના આધાર છે. તેઓ સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે. ગોરખનાથજીના નામે તરનારા અને તેને અનુસરનારાનો પાર નથી.

આ ટોળામાંથી પણ કોઇનો જીવ બળ્‍યો હોય તેમ લાગતું નથી. થોડા લોકોએ નિવેદનો કર્યા, પણ તેમાં ઓૈપચારિકતા અથવા ખુદની પ્રસિધ્‍ધિનો ભાવ વધારે દેખાતો હતો. આવા  તત્‍વો નાથજીનું કે સનાતનનું ગોૈરવ જાળવી ન શકે. આવા તત્‍વોને માત્ર ધર્મના નામે મોજ કરવામાં અને સ્‍વાર્થ સાધવામાં જ રસ હોય છે. સનાતન કે નાથ સંપ્રદાયની ખુમારી પણ જાળવી શકતા નથી એ ધર્મની ગહનતા કઇ રીતે પામે શકે?

વાત સનાતનના અપમાનની છે. ગુજરાતના કે સરકારના હિન્‍દુવાદી નેતાઓ કયાં અલોપ થઇ ગયા છે? તપાસના નામે ગતકડાં ચલાવવાને બદલે ધાક જમાવો. માત્ર ગોરખનાથજીની મૂર્તિ જ નહિ, મંદિરો કે સામાન્‍ય હિન્‍દુ પરિવારો સલામત રહયા નથી. શરમ જેવી ચીજ હોય તો સક્રિય બનો. મુખ્‍ય નેતા મંદિરોમાં હડિયું કાઢતા રહે છે, પણ મૂર્તિ કે મંદિરો બચાવી શકતા નથી. પૈસા આપીને પ્રસિધ્‍ધિ મેળવતા સરકારી દાદાને અને તેની સરકારને ઓળખી લેવાની જરૂર છે. શું ગુજરાત ગોરખનાથજીની સેવા કરવાને લાયક રહયું નથી? (૩.૨)

(11:15 AM IST)