<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

મોટી વાતો નહિ, નાના કામ કરો..

પ્રધાન મંડળમાં સોૈરાષ્‍ટ્રનો દબદબોઃ સમગ્ર સોૈરાષ્‍ટ્ર માટે કલ્‍યાણકારી ન બને તો પ્રધાનપદાની કોઇ વેલ્‍યુ નથી

 

 

 પ્રધાન મંડળના રહસ્‍યો ઉજાગર થયા બાદ સતત ચર્ચા ચાલી કે, રાજકોટને કંઇ ન મળ્‍યું. વાત સાચી છે,  રાજકોટનું કોઇ માથું પ્રધાનમંડળને લાયક નહિ લાગ્‍યું હોય.  કંઇ નથી મળ્‍યું તો પણ કોઇ વિશેષ નુકસાની થઇ જવાની નથી.

પ્રધાનપદુ મોટા ભાગે વ્‍યકિતગત ફાયદો કે નુકસાન માટેનું પદ બની ગયું છે. આખું પ્રધાન મંડળ હોય કે ન હોય, ગુજરાતને કોઇ વિશેષ ફરક પડતો નથી. સહુ જાણે છે અપવાદ બાદ કરતાં રાજ હવે માત્ર ને માત્ર અધિકારીઓ જ ચલાવે છે. હોદાનું મહત્‍વ તેના પાવરથી સાબિત થાય. મોટાભાગે સિસ્‍ટમ્‍સ એવી સ્‍થાપિત થઇ ગઇ છે કે, થયેલા નિર્ણયોને ઓૈપચારિક મંજૂરી  આપવા સિવાય પ્રધાનો પાસે વિશેષ વર્ક હોતા નથી.

ગઇકાલે થયેલા પ્રધાન મંડળ વિસ્‍તરણમાં રાજકોટને બાદ કરો તો સોૈરાષ્‍ટ્રનો દબદબો ખૂબ રહયો છે. પ્રધાન મંડળમાં સમાવેશ પામેલા તમામ નેતાઓ ને અભિનંદન અને શુભેચ્‍છાઓ આપવી જ પડે.

 સરકારમાં પરિવર્તન માટે થયેલા વ્‍યાયામ પાછળ કોઇ ઉદ્‌ેશો રહેલા  હોય છે. લોકોમાં પક્ષ અને સરકારનો ઘટતો જતો પ્રભાવ આ વ્‍યાયામનું મુખ્‍ય કારણ હોઇ શકે છે. સવાલ એ છે કે, સોૈરાષ્‍ટ્રને પ્રધાનપદા આપી દેવાથી લોકો ખુશ થઇ જશે?

લોકોને ખુશ કરવા માટે તેની સમસ્‍યાઓ ઉકેલવી એ જ શ્રેષ્‍ઠ માર્ગ છે.  આ કાર્ય  થઇ શકે તો ફરીથી  પક્ષ - સરકારનો પ્રભાવ સ્‍થાપિત થઇ જાય. આ કાર્યો કરવા એ શાસકોની ફરજ પણ છે. સોૈરાષ્‍ટ્રના પ્રધાનોના ગાંધીનગરમાં ઢગલા થયા છે. સોૈરાષ્‍ટ્રનું કલ્‍યાણ કરી દેખાડવામાં આવે તો જ તેનું જાહેર મહત્‍વ પ્રસ્‍થાપિત થાય. નહિ તો મોટા પદ પણ વ્‍યકિતગત લાભ કે નુકસાનમાં ગણાઇ જશે.

પ્રધાન મંડળ વિસ્‍તરણથી સરકારમાં પણ નવું જોમ જુસ્‍સો જોવા મળે છે. આ સ્‍ફૂર્તિ ગુજરાતની લોલમલોલ સ્‍થિતિ બદલવા નિમિત્ત બનવી જોઇએ. પ્રધાનો બન્‍યા બાદ વિભાગોની ફાળવણી બાદ પરંપરા બની ગઇ છે કે, મીડિયા ઇન્‍ટરવ્‍યૂમાં મોટી- મોટી વાતો કરવી.  આ પહેલા જે પ્રધાન બનેલા તેમણે કહયું હતું કે, ગુન્‍હાખોરો ગુજરાત છોડી દે...! સ્‍થિતિ આપણી નજર સામે છે. આવું કહેનાર કંઇ ઉકાળી ન શકયા, છતાં આશ્‍ચર્ય છે કે તેમને પ્રમોશનનું મોટું ઇનામ મળ્‍યું છે અને કદાચ ભાવી ચૂંટણીમાં સર્વોચ્‍ચ સ્‍થાને બિરાજે તો પણ નવાઇ નહિ.

ગુજરાતમાં મોટી-મોટી વાતો કરવાને બદલે નાના- નાના કામ કરી દેખાડવાની જરૂર છે. આંતરરાષ્‍ટ્રીય ગુન્‍હાના પર્દાફાશ ન થાય તો ચાલશે. માત્ર દારુબંધી-ડ્રગ્‍સબંધી નો સો ટકા અમલ કરાવી દેખાડો  અને લવજેહાદ પર પૂર્ણવિરામ મૂકાવી દયો તો પણ પ્રચારના ગતકડા કર્યા વગર મતો મળશે. (પ.૨)

(11:38 AM IST)